GSTV

રશિયા અને ચીનની અફઘાનિસ્તાન પર નજર,યુદ્ધાભ્યાસમાં સામેલ થશે બન્ને દેશોના 10 હજાર જવાન

Last Updated on August 1, 2021 by pratik shah

અફઘાનિસ્તાનમાં યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે અમેરિકાની સેના 11 સપ્ટેમ્બર સુધીમાં અફઘાનિસ્તાન છોડીને જતી રહેશે.. સંકટની આ ઘડીમાં રશિયા અને ચીનની નજર હવે અફઘાનિસ્તાન પર મંડાયેલી છે. રશિયા અને ચીનની સેનાના 10 હજાર જવાન ચાલુ મહિનાના મધ્યમાં એક મોટો યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે.. આ અભ્યાસમાં ચીનના તે સૈનિકો ભાગ લેશે કે જે ભારત અને અફઘાનિસ્તાન સરહદે તૈનાત છે.

ચીન અને રશિયાના રક્ષા મંત્રાલયે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું

ચીન અને રશિયાના રક્ષા મંત્રાલયે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને કહ્યું છે કે ચીની સેના પીએલએના પશ્ચિમ થિયેટર કમાનના સૈનિકો રશિયાના પૂર્વ સૈન્ય જિલ્લામાં વ્યાપક રીતે થનારા યુદ્ધભ્યાસમાં ભાગ લેશે.. આ મહાયુદ્ધાભ્યાસ વેસ્ટ-ઇન્ટરેક્શન-2021 મધ્ય ઓગષ્ટના કિઆંગટોંગશિયા શહેરમાં આયોજીત થશે.. જેમાં 10 હજાર સૈનિકો ઉપરાંત એક સંયુક્ત કમાન્ડ સેન્ટર બનાવાશે.

રશિયા અને ચીનની સેના કરશે મહાયુદ્ધાભ્યાસ

રશિયા અને ચીનની સેનાના આ યુદ્ધાભ્યાસમાં જુદાજુદા પ્રકારના યુદ્ધા વિમાનો.. તોપ અને હથિયારબંધ વાહનનો ભાગ લેશે.. ચીન અને રશિયાની યોજના છે કે બંને દેશોના સૈનિકો એક-બીજા સાથે ભેગા કરવામાં આવે કે જેથી ભવિષ્યમાં જરૂરિયાત સમયે બંને દેશોની સેના સમાન લક્ષ્ય સામે મળીને યુદ્ધ લડી શકે.

યુદ્ધાભ્યાસમાં બંને પક્ષો બે અલગ અલગ ટીમ બનાવશે.. જે પોતાના પ્લાન બનાવશે અને ટ્રેનિંગ મેળવશે. આ અભ્યાસનો હેતુ બંને સેનાઓની દેખરેખની ક્ષમતા.. તલાશી.. ઇમરજન્સી વોર્નિંગ.. ઈલેકટ્રોનિક ઇન્ફોર્મેશન એટેક અને સંયુક્ત હુમલાને અંજામ આપવાની તાલીમ લેવાનો છે.. મનાઈ રહ્યું છે કે આ અભ્યાસનો હેતુ ડિપ્લોમેટિક અને રણનૈતિક બંને છે. આ અભ્યાસ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે અમેરિકાના સૈનિકો 20 વર્ષ બાદ અફઘાનિસ્તાન છોડીને પરત ફરી રહ્યા છે.

ખરેખની ક્ષમતા, તલાશી, ઇમરજન્સી વોર્નિંગ

  • અફઘાનિસ્તાનમાંથી અમેરીકન સેના પરત
  • રશિયા અને ચીનની અફઘાનિસ્તાન પર નજર
  • રશિયા અને ચીનની સેના કરશે મહાયુદ્ધાભ્યાસ
  • યુદ્ધાભ્યાસમાં બંને પક્ષો બનાવશે બે અલગ અલગ ટીમ
  • પોતાના પ્લાન બનાવીને મેળવશે ટ્રેનિંગ
  • દેખરેખની ક્ષમતા, તલાશી, ઇમરજન્સી વોર્નિંગ
  • ઈલેકટ્રોનિક ઇન્ફોર્મેશન એટેક અને સંયુક્ત હુમલાને અંજામ આપવાની

ચીન અને રશિયાએ બંને અફઘાનિસ્તાનના મુદ્દે ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે.. આ બંને દેશો અમેરિકાની અફઘાનિસ્તાનમાં ભૂમિકાની પણ ટીકા કરી ચુક્યા છે. ત્યારે હવે ઝડપથી બદલાઈ રહેલી સ્થિતિમાં અફઘાનિસ્તાનમાં કોઈ અસ્થિરતા ન ફેલાવી શકે તે માટે રશિયા અને ચીન હવે સાથે આવી ગયા છે.. આ યુદ્ધાભ્યાસ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચેતવણી આપી છે કે રશિયા અને ચીન સાઈબર હુમલા બંધ નહીં કરે તો તેમનો દેશ પણ સાઈબર હુમલો કરશે.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!