GSTV

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં વિઘ્ન નાખવા ચીન રશિયા ઈરાન ઘડી રહ્યા છે કાવતરા

એક ટોચની અમેરિકી ગુપ્ત અધિકારીએ ચેતવણી આપી છે કે ચીન, રશિયા અને ઈરાન આગામી 3 નવેમ્બરના રોજ યોજાનાર અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીને પ્રભાવિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. એક ખાનગી ન્યુઝ ચેનલના જણાવ્યા અનુસાર નેશનલ કાઉન્ટર ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી સેન્ટરન નિર્દેશક વિલિયમ એવાનીના એ જણાવ્યું છે કે વિદેશી તાકાતો વોટિંગને પ્રભાવિત કરવા માટે વોટર્સની પ્રાથમિકતાએ બદલવાના, અમેરિકન નીતિઓને બદલવાના, દેશમાં કલેશ ઉભો કરવાના અને દેશની લોકતાંત્રિક પ્રક્રિયામાં અમેરિકન્સનો વિશ્વાસ ઓછો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નથી ઇચ્છતા ટ્રમ્પ ફરી બને પ્રેસિડેન્ટ

જોકે કાઉન્ટર ઇન્ટેલિજન્સના પ્રમુખે કહ્યું છે કે અમારા વિરોધીઓ માટે મતદાનના પરિણામોમાં હસ્તક્ષેપ અથવા હેરફેર કરીને વધુ પ્રભાવિત કરવી મુશ્કેલ હશે. તેમને વધુમાં જણાવ્યું કે ઘણા દેશ ઇસીછે કે ચૂંટણીના પરિણામો તેની પ્રાથમિકતાઓ મુજબ હોય. જોકે, ચીન, રશિયા અને ઈરાનના વલણને લઈને વધુ ચિંતા છે. એવાનીનાના જણાવ્યા અનુસાર ચીન ટ્રમ્પને ફરીથી અમેરિકન રાષ્ટ્ર પતિ તરીકે જોવા નથી માંગતું. કારણ કે તે તેમને અનપેક્ષિત અને પોતાના મનનું કરનારા માને છે એટલે જ તે મતદાન પહેલા ચૂંટણીને પ્રભાવિત કરવાના પ્રયાસોમાં લાગી ગયા છે.

રશિયા બિડેનના વિરોધમાં

રશિયાના સંદર્ભમાં તેમને જણાવ્યું કે રશિયા ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બિડેન એ નેતાઓને ચૂંટણી જીતતા નથી જોવા માંગતા જે રશિયા વિરોધી વલણ ધરાવતા હોય. જોકે, એવાનીનાએ આગળ જણાવ્યું કે રશિયા સાથે સંકળાયેલા કેટલાંક અભિનેતા ટ્રમ્પને જીતાડવા માટે સોશ્યલ મીડિયા રશિયન ટેલિવિઝન પર તેમના પક્ષમાં વાતાવરણ ઉભું કરી રહ્યા છે. તો બીજી બાજુ ઈરાન અમેરિકન લોકતાંત્રિક સંસ્થાઓ ટ્રમ્પને નબળા બનાવી દેશને તૂટતાં જોવા માંગે છે.

MUST READ:

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થતા એએમટીએસ બસ મથકો પર હવે શરૂ થશે પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!