રશિયા યુક્રેન સાથેની યુધ્ધમાં કીવનો મજબૂત કિલ્લો તોડી શકયું નથી. યુક્રેનના રાજધાનીને નુકસાન ઘણું થયું છે પરંતુ રશિયા પ્રભૂત્વ જમાવી શકયું નથી. યુક્રેનના મજબૂત પ્રતિકારથી રશિયા ખૂબ પરેશાન થયું છે. એક રિપોર્ટસ અનુસાર રશિયન આર્મીએ કીવ છોડીને યુક્રેનના ડોનબાસ પ્રાંતને સ્વતંત્ર કરાવવામાં પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. પ્રથમ ફેઝના સ્પેશિયલ ઓપરેશનના હેતુ પાર પડી ગયો હોવાનો રશિયાનો દાવો છે.
રશિયન સેનાના ઉપપ્રમુખ કર્નલ સર્ગેઇ રુડસકોઇએ કહયું કે રશિયાની આર્મીએ તેના પ્રથમ ચરણના સ્પેશિયલ ઓપરેશનના મોટા ભાગના હેતુ પાર પાડી દીધા છે. યુક્રેનની ફાઇટિંગ ક્ષમતાને અપેક્ષા કરતા ઘણી નબળી પાડી દીધી છે. હવે ડોનબાસ તરફ ધ્યાન કેન્દ્રીત કરવા ઇચ્છે છે. 24 ફેબુઆરીએ પુતિનના આદેશથી રશિયાએ આક્રમણ કર્યુ ત્યારે તેનો ઉદ્દેશ શું છે એ સ્પષ્ટ કર્યુ ન હતું પરંતુ યુક્રેન સરકારને પદભ્રષ્ટ કરીને નવી સરકાર બેસાડવી અને યુક્રેન આર્મીને સરકારના પ્રભાવથી મુકત કરવાનો હતો.

રશિયા ડોનબાસને યુક્રેનથી આઝાદ કરાવી અલગ દેશ ઇચ્છે છે. યુક્રેનના ડોનબાસ પ્રાંતના કેટલાક ભાગમાં રશિયા સમર્થિત અલગાવવાદીઓનો કબ્જો હતો. રશિયા ડોનબાસને યુક્રેનથી આઝાદ કરાવવા ઇચ્છતું હતું. રશિયાએ ડોનબાસ અને લૂહાન્સકને અલગ દેશ જાહેર કરી દીધા પરંતુ આ બંને પ્રાંતમાંથી પણ યુક્રેન આર્મી તરફથી ખૂબ મોટો પ્રતિકાર મળ્યો છે.
નિષ્ણાતોનું માનવું છે કે યુધ્ધમાં કશીક નવી સ્ટ્રેટેજી સાથે રશિયા આગળ વધવા માંગે છે જેમાં ડોનબાસ અને લુહાન્સ્કી ખૂબ મહત્વના છે. એક વાર આ પ્રાંતો પર પૂર્ણ પ્રભુત્વ આવી જાય એ પછી યુક્રેનમાં રશિયા વધુ મજબૂત બનશે. કીવમાં જે મહેનત કરી તે પૂર્વ યુક્રેનના આ પ્રાંત પર થાય તો પરીણામ મળી શકે તેમ છે. જો કે છેલ્લા એક સપ્તાહથી રશિયાની સરખામણીમાં યુક્રેની સૈનિકો પણ આક્રમક જણાય છે. ગત સપ્તાહના અંતમાં યુક્રેન કાળા સમુદ્રમાં એક રશિયન જહાજ પર હુમલો કરવામાં સફળ રહયું હતું. દરિયાઇ શહેર મારિયુપોલમાં યુક્રેન સૈનિકો અને નાગરિકો હિંમતપૂર્વક રશિયાના આક્રમણનો સામનો કરી રહયા છે.
રશિયાની આર્મી યુક્રેનમાં નબળી પડી હોવાનો અમેરિકાનો મત

પશ્ચિમી મીડિયાનું માનવું છે કે રશિયાના વ્લાદિમિર પુતિન યુક્રેન યુધ્ધના વિલન બની ગયા છે. તે ઘર આંગણે અને આંતરરાષ્ટ્રીય મોરચે ખૂબ દબાણનો સામનો કરી રહયા છે. અમેરિકા અને યુરોપના દેશો યુક્રેનને હથિયારો સહિત તન,મન અને ધનથી મદદ કરી રહયા હોવાથી યુક્રેનની તાકાત વધી છે. આથી પુતિનની મજબૂરી સમજી શકાય તેમ છે. અમેરિકાના એક રક્ષા અધિકારી માને છે કે રશિયાની આર્મી મોટા ભાગના વિસ્તારમાં નબળી પડી છે. કીવ પર હવાઇ હુમલાઓ ભલે ચાલુ રહયા હોય પરંતુ નિયંત્રણ માટે ઇચ્છાશકિત ઘટતી જાય છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કી યુધ્ધ વિરામ ઇચ્છે છે પરંતુ યુક્રેનને પોતાની અખંડિતતાના ભોગે શાંતિ જોઇતી નથી. કોઇ પણ કિંમતે ક્ષેત્રીય સુરક્ષાને જોખમમાં મુકીને શાંતિના મેજ પર આવશે નહી.યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ વધુ એક વીડિયો જાહેર કરીને યુક્રેનની ક્ષેત્રિય અખંડિતતાની ગેંરટીની વાત દોહરાવી છે. શાંતિની જે પણ શરતો હોય તે પક્ષાપક્ષીથી પર હોવી જોઇએ કારણ કે યુક્રેની લોકો કશું પણ ખોટું સહન કરશે નહી.
Read Also
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં