રશિયન સૈનિકોએ યુરોપના સૌથી મોટા પરમાણુ વિદ્યુત મથક ઉપર આક્રમણ કરી તેની ઉપર કબજો જમાવી દીધો આ સાથે દુનિયા ઉપર ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો મંડરાઇ રહ્યો છે.
યુનો અને યુક્રેનના અધિકારીઓએ કહ્યું હતું કે, અગ્નિ-શામકોની મદદથી તે પ્લાંટમાં લાગેલી આગ શમાવવામાં આવી છે આથી વધુ કોઈ માહિતી તે અંગે પ્રાપ્ય નથી. પરંતુ એટલું તો, સ્પષ્ટ જાણી શકાયું છે કે, રશિયન સેનાએ અન્ય અનેક શહેરો ઉપર કબજો જમાવી દીધો છે પરંતુ હજુ ઝાપોરિજ્જિયા નગર જ્યાં આ પરમાણુ મથક આવેલું છે તેની ઉપર તેઓ પૂરેપૂરો કબજો જમાવી શક્યા નથી. અહીં યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેન છોડી અન્ય દેશોમાં શરણ લેવા જનારાઓની સંખ્યા ૧૨ લાખથી પણ વધુ ગઈ છે…આ સ્થિતીમાં રાષ્ટ્ર અને દુનિયાજોગ કરેલા એક ભાવનાત્મક પ્રવચનમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું કે, મને એક એવા વિસ્ફોટની આશંકા છે કે જેથી યુરોપનો તો અંત આવશે જ પરંતુ સાથે સર્વ કોઈનો પણ અંત આવશે. આ સાથે સમગ્ર વિશ્વ ફરી એકવાર વિશ્વયુદ્ધની જ્વાળાઓમાં લપટાઈ જવાના ભણકારા વાગી રહ્યા છે. યુક્રેન પર કરેલા હુમલા અંગે દુનિયાભરમાં રશિયાની નિંદા થઈ રહી છે.

ક્રેમલિને અમુક મીડિયા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. પુતિને એક એવા કાનુન પર હસ્તાક્ષર કર્યા છે કે જે યુક્રેન યુદ્ધ અંગેની સરકારની સત્તાવાર લાઇન વિરૃદ્ધ જનારા અને ખોટી માહિતી ફેલાવનારાને ૧૫ વર્ષ સુધીની જેલની સજા કરવામાં આવશે. આથી લગભગ તમામ મીડીયાએ અને સોશ્યલ મીડીયા આઉટલેટ્સે જણાવ્યું કે યુદ્ધની સ્થિતિ વિશે માહિતી મેળવવા માટે રશિયાની અંદર જવાનું કાર્ય તેઓ બંધ કરી દેશે.

આમ છતાં પ્રાપ્ય માહિતી ઉપરથી જાણકારો જણાવે છે કે આ પરમાણુ વિદ્યુત મથક ઉપર થયેલા હુમલાથી તેના બહારના ભાગોને જબરજસ્ત નુકસાન થયું છે. અંદરનું એટમિક રીએક્ટર અકબંધ રહ્યું હશે તેમાંથી રેડિએશનની ભીતિ નથી.
Read Also
- 45 લાખમાં છૂટાછેડાનું નક્કી થયું છતા લાલચી સસરાએ 50 લાખ અને ફ્લેટની માંગ કરી, ના પાડી તો જમાઈનું ઘર સળગાવ્યું
- OMG 2 Release Date/ ભગવાન શિવના અવતારમાં જોવા મળ્યા અક્ષય કુમાર, જાણો ક્યાં દિવસે રિલીઝ થશે ‘ઓહ માય ગોડ 2’
- Cyclone Biparjoy: આગામી 24 કલાકમાં ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ચક્રવાતી તોફાન, ઉત્તર- ઉત્તરપશ્ચિમી તટની નજીક ટકરાવાની વધુ સંભાવનાઃ એલર્ટ મોડ પર તંત્ર
- પાણીમાં લાંબા સમય સુધી હાથ રાખવાથી ત્વચામાં કેમ પડે છે કરચલી, શરીરમાં કેવી રીતે આવે છે બદલાવ? કારણ જાણો
- મોટા સમાચાર/ આસામ અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.7 તીવ્રતાનો આંચકો