GSTV

મહામારી/ એક જ ડોઝમાં કોરોના મટાડતી વેક્સિનને મળી ગઈ મંજૂરી, 2 ડોઝ કરતાં વધારે રહેશે અસરકાર

Last Updated on May 6, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાની રસી સ્પુતનિકનું નવું વર્ઝન લોન્ચ થઇ ગયું છે. જેને સ્પુતનિક લાઇટ નામ આપવામાં આવ્યું છે. આ વેક્સીન 80 ટકા સુધી પ્રભાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રશિયામાં આ વેક્સીનને મંજૂરી આપી દેવામાં આવી છે. આ વેક્સીનનો માત્ર એક જ ડોઝ લેવો પડે છે.

corona vaccination

સિંગ ડોઝવાળી સ્પુતનિક લાઇટ વેક્સીન વધુ પ્રભાવી

આ વેક્સીનને ફંડિંગ કરનારી રશિયાની સંસ્થા RDIFએ એક નિવેદનમાં જણાવ્યું કે, બે ડોઝવાળી વેક્સીન સ્પુતનિકની તુલનામાં સિંગ ડોઝવાળી સ્પુતનિક લાઇટ વેક્સીન વધુ પ્રભાવી છે.

પરિણામમાં જણાવાયું કે પાંચ ડિસેમ્બર, 2020થી 15 એપ્રિલ,2021ની વચ્ચે રશિયામાં ચાલેલા વ્યાપક રસીકરણ અભિયાનમાં આ વેક્સીન આપવામાં આવી હતી. જેના 28 દિવસ બાદ તેનો ડેટા લેવામાં આવ્યો હતો. રશિયાની સ્પુતનિક વેક્સીનને અત્યાર સુધીમાં 60 દેશો મંજૂરી આપી ચૂક્યાં છે.

આગામી 2 દિવસમાં સ્પુતનિકના વેક્સિનના વધુ દોઢ લાખ ડોઝનો બીજો જથ્થો મોકલશે.

એક વિશ્વાસુ ભારતીય રણનીતિક ભાગીદારની અપેક્ષાએ ખરા ઉતરતા રશિયા આગામી 2 દિવસમાં સ્પુતનિકના વેક્સિનના વધુ દોઢ લાખ ડોઝનો બીજો જથ્થો મોકલશે.

આ ઉપરાંત લગભગ 30 લાખ ડોઝ મેના અંત સુધીમાં હૈદરાબાદ સ્થિત ડૉ. રેડ્ડીની લેબમાં પહોંચશે. રશિયા સ્પુતનિકના 50 લાખ ડોઝ જૂનમાં અને 1 કરોડ ડોઝ જુલાઈમાં ભારતને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. રશિયા અગાઉ ભારતને વેન્ટિલેટર સહિતના મેડિકલ ઈક્વિપમેન્ટ્સ મદદના ભાગરૂપે મોકલી ચૂક્યું છે.

વિજય રાઘવને ત્રીજી લહેર માટે તૈયાર રહેવા ચેતવણી આપી

દેશમાં કોરોનાની બીજી લહેરે આતંક મચાવ્યો છે ત્યારે ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને ત્રીજી લહેર માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. રશિયા વેક્સિન સાથે ઓછામાં ઓછા 4 ઓક્સિજન ટ્રક પણ ભારત મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

મોસ્કો સ્થિત રાજદૂત અનુસાર, આ ટ્રક પ્રતિ કલાક 70 કિલોગ્રામ અને રોજ 50 હજાર લિટર ઓક્સિજન ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. રશિયાએ અગાઉ 1 મેનાં રોજ સ્પુતનિક વેક્સિનના દોઢ લાખ ડોઝ મોકલ્યા હતા. સ્પુતનિક-5 કોરોના સામે 90 ટકાથી વધુ પ્રભાવશાળી હોવાનું ટ્રાયલમાં સાબિત થયું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

તમારી આંખોની રોશની વધારવામાં કરશે મદદ આ 4 એક્સરસાઇઝ, આ સમસ્યાઓથી પણ અપાવશે છુટકારો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!