રશિયા પાસે આર્કટિક સમુદ્રમાં અનુમાન પહેલા જ આકરી ઠંડીના કારણે પાણી બરફ બનવા માંડ્યુ છે અને તેના પગલે 24 જહાજો તેમાં ફસાઈ ગયા છે. બરફ જામવાના કારણે નોર્ધન સી રુટ બંધ થઈ ગયો છે. જહાજોને કાઢવા માટે હવે રશિયા બરફ કાપનારા બીજા જહાજોને મોકલી રહ્યું છે.

નોર્ધન સી રુટ શરુ કરવા માટે રશિયાએ ખાસો એવો ખર્ચ કર્યો છે પણ બરફ જામવા માંડતા રશિયાની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું છે. આ પહેલા રશિયાએ જાહેર કર્યું હતું કે, નવેમ્બર સુધી આ રુટ ખુલ્લો રહેશે .કારણ કે અગાઉના વર્ષોમાં અહીંયા બરફ જામવાનું મોડું શરું થયું હતું. જોકે આ વખતે ઓક્ટોબર મહિનાથી જ બરફ જામવા માંડ્યો છે.

નોર્ધન સી રુટ થકી રશિયા યુરોપ અને એશિયા સુધી પહોંચવાનું સપનું જોઈ રહ્યું છે. આર્કટિક સમુદ્રમાં અત્યારે 11 ઈંચ મોટી બરફની ચાદર જામી ગઈ છે અને હવે તેને તોડવા માટે રશિયા પરમાણુ શક્તિથી ચાલતા બે જહાજોને મોકલી રહ્યું છે. જે આ બરફને તોડીને ફસાયેલા જહાજો માટે રસ્તો તૈયાર કરશે. જોકે એ પછી પણ કેટલાક જહાજો લાંબો સમય બરફ વચ્ચે ફસાયેલા રહે તેવી શક્યતા છે. અધિકારીઓનું કહેવું છે કે, સાત વર્ષમાં પહેલી વખત એવું થયું છે કે, આટલો વહેલો બરફ જામી ગયો હોય. ફસાયેલા જહાજો પૈકી કેટલાકને બહાર કાઢી લેવાયા હોવાનુ પણ કહેવાઈ રહ્યું છે. બીજા જહાજોને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…
MUST READ:
- રક્ષા બંધનના પર્વે ગોઝારી ઘટના: આણંદના સોજીત્રામાં ત્રિપલ અકસ્માત, ઘટના સ્થળે જ 6ના મોત
- શિક્ષિકા બની છેતરપિંડીનો શિકાર / પાન અપડેટ કરવું મોંઘુ પડ્યું, ખાતામાંથી ઉડી ગયા 1 લાખ
- સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી
- નીતિશ કુમારના પગલાથી શિવસેના ખુશ, ભાજપ વિરુદ્ધ સર્જાયુ તોફાન
- કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું