GSTV

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Last Updated on July 26, 2021 by Zainul Ansari

કોરોનાકાળમાં ઘણા લોકોએ નોકરી ગુમાવી અને આ દરમિયાન બેરોજગારી દર ઘણો ઝડપથી વધ્યો હતો. સીએમઆઈઆઈના એક રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર 18 જુલાઈ સુધીમાં ભારતમાં બેરોજગારી દર 5.98 ટકા હતો, જ્યારે 25 જુલાઈ સુધીમાં 7.14 ટકાએ પહોંચી ચૂક્યો છે. રિપોર્ટ અનુસાર શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં બેરોજગારીમાં વધારો થયો છે. જોકે માસિક બેરોજગારી દરના આંકમાં થોડો સુધારો થયો છે.

જૂનમાં બેરોજગારી દર 10 ટકાએ હતો, બીજી લહેરનો પ્રકોપ ઘટ્યા બાદ આર્થિક મોર્ચે અમુક સુધાર જોવા મળ્યો છે. રાજ્યોએ કોરોના નિયંત્રણ માટે લગાવેલા પ્રતિબંધોથી બેરોજગારી વધી હોવાનું નિષ્ણાંતો જણાવે છે. આ દરમિયાન ત્રીજી લહેરની આશંકા તેમા વધારો કરી શકે છે.

રિપોર્ટ અનુસાર ગત સપ્તાહે શહેરી બેરોજગારી દર 8.01 ટકાએ પહોંચ્યો હતો, જે અગાઉના સપ્તાહે 7.94 ટકા થયો. ગ્રામીણ બેરોજગારી દર 6.75 ટકાએ પહોંચી ગયો છે, જે એક સપ્તાહ અગાઉ 5.1 ટકા હતો. બીજી તરફ એન.આઈ.બી.આર.આઈ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર વેપારિક એક્ટિવિટીઝમાં પણ ઘટાડો નોંધાયો છે. નિષ્ણાંતો અનુસાર, બીજી લહેર પહેલા સુધી આંકડા યોગ્ય હતા પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે સ્થિતિ વધુ બગડી હતી.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!