GSTV
Home » News » રૂપાણીએ મતદાન બાદ ગુજરાતમાં આટલી સીટો જીતવાનો કરી દીધો દાવો, કહ્યું કોંગ્રેસ હતાશ

રૂપાણીએ મતદાન બાદ ગુજરાતમાં આટલી સીટો જીતવાનો કરી દીધો દાવો, કહ્યું કોંગ્રેસ હતાશ

લોકસભાનાં ત્રીજા તબક્કાનું મતદાન આજે પુર્ણ થયું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠકો પર મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. પાછલી તમામ ચૂંટણીઓ કરતા આ વખતે મતદાન નીરસ રહ્યુ હતું. સાંજે 6 કલાકે મતદાન ની સમયમર્યાદા પુર્ણ થયા બાદ ગુજરાતનાં સીએમ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમજ મતદાન અંગે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.

સાંજે 6 કલાકે મતદાન પુર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતનાં તમામ મતદાર ભાઈઓ-બહેનોનો આભાર માન્યો હતો. તેમજ જણાંવ્યું હતું કે મતદાન બાદ કોંગ્રેસ હતાશ છે. તેમજ અમે ગુજરાતની 26 બેઠકો પર જીત હાંસલ કરીશું. મહત્વનું છે કે ગુજરાતનાં આદિવાસી વિસ્તારો અને ગામડાઓમાં ભારે મતદાન થયું હતું. તેમજ ગરમીને કારણે લોકોએ બપોરે ઘરમાંથી બહાર નિકળવાનું ટાળ્યું હતું.

2017ની વિધાનસભા અને 2014ની લોકસભા ચૂંટણી કરતા આ વખતે 2019ની ખરાખરીનાં જંગમાં મતદાનની ટકાવારી બહુ ઓછી જોવા મળી છે. તેમજ આ વખતે 61-62 ટકા જેટલું સરેરાશ મતદાન નોધાયું છે. આજે ગુજરાતની તમામ 26 બેઠકો પર મતદાન થયું હતું. તેમજ બરાબર એક મહિના બાદ આગામી 23 મેનાં રોજ પરિણામો જાહેર કરાશે.

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!