2019માં સર્વોચ્ચ સ્તરે રહેશે રૂપિયો, બનશે આ સૌથી મોટું કારણ

ક્રૂડ ઑઈલની કિંમતમાં ઘટાડાને કારણે ભારતીય રૂપિયો 2019ના પ્રથમ ત્રિમાસિકગાળામાં સર્વોચ્ચ સ્થાને રહેવાની આશા છે. મંગળવારે રૂપિયો પાંચ વર્ષના સર્વોચ્ચ શિખર પર બંધ થયો હતો. ક્રૂડ ઑઈલની નરમાઇથી ભારતના વ્યાપાર નુકસાનને લઇને ચિંતા ઓછી થવા વચ્ચે રૂપિયો મંગળવારે ડૉલરની સરખાણીએ 112 પૈસાના જોરદાર ઉછાળા સાથે 70.44 ડૉલર પર બંધ થયો હતો.

2018ની સરખામણીએ વધારે ખુશી આપશે

માર્કેટના જાણકારોનું માનવુ છે કે રૂપિયો 2018ની સરખામણીએ 2019માં વેપારીઓની સાથે-સાથે સામાન્ય માણસને વધારે ખુશી આપશે. 2018માં ડૉલરની મજબૂતીને પગલે રૂપિયો એશિયામાં સૌથી નીચલા સ્તર પર ચાલ્યો ગયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં માનક બ્રેન્ટ ક્રૂડ ઑઇલ 2.26 ટકા ઉતરીને 14 મહિનાના નિચલા સ્તરે 58.26 ડૉલર પ્રતિ બેરલના સ્તર પર ચાલી રહ્યો છે.

રૂપિયામાં જોવા મળશે મોટી રિકવરી

નોમુરાના અર્થશાસ્ત્રી દુષ્યંત પદમનાભને કહ્યું કે આગામી વર્ષે ભારતીય રૂપિયામાં સારી રિકવરી જોવા મળશે. કારણકે ક્રૂડ ઑઈલની કિંમતો સિવાય કંપનીના પોર્ટફોલિયોમાં વધારો થવાની સંભાવના છે. ક્રૂડ સસ્તુ થવાથી રિઝર્વ બેંક પણ વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.

2019માં ભાજપ બનાવશે ફરીથી સરકાર

માર્કેટના નિષ્ણાંતનું માનવુ છે કે 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાના સહયોગી પાર્ટીઓની સાથે મળીને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરીથી કેન્દ્રમાં સરકાર બનાવશે. જોકે, બેઠકોની સંખ્યામાં ઘટાડો આવી શકે છે. પરંતુ જો મે મહિનામાં ભાજપની સરકાર નહીં બને તો ફરીથી રૂપિયામાં વધુ નબળાઇ આવવાની સંભાવના છે.

ડિસેમ્બર 2019 સુધી 68 પર પહોંશે રૂપિયો

2019-20માં રૂપિયો 71થી શરૂ થઇને ચાલુ વર્ષના અંત સુધી 68ના સ્તર પર જઇ શકે છે. પરંતુ તેના માટે અન્ય કારણોનું સ્થિર રહેવુ જરૂરી છે. રૂપિયો મજબૂત થવાથી મોંઘવારી પણ ઓછી રહેવાની સંભાવના છે.

READ ALSO


ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter