GSTV
Business Trending

ડોલર સામે રૂપિયો વધુ ગગડ્યો / ભારતીય રૂપિયો ઐતિહાસિક તળિયે, રૂપિયાનું સતત ધોવાણ

વિશ્વની મહાસત્તા અમેરિકામાં પણ મંદીના ભણકારા વાગી રહ્યા છે જેના પગલે ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં વધારો કર્યો છે જેની સીધી અસર ભારતીય કરન્સીમાં જોવા મળી રહી છે. આજે ભારતીય ચલણ રૂપિયો ડોલરની સામે રેકોર્ડ ગિરાવટની સાથે બંધ થયો હતો. ફોરેકસ માર્કેટમાં ટ્રેડીંગ બંધ રહ્યું ત્યારે ડોલર સામે રૂપિયો 80.89ની સપાટીએ બંધ આવ્યો હતો જે એક જ દિવસમાં ૮૮ પૈસાનો ઘટાડો સૂચવે છે.

ગુરુવારે ટ્રેડીંગ શરુ થયું ત્યારે ડોલર સામે રૂપિયો ૮૦.૨૮ની વિક્રમી નીચી સપાટીએ ખુલ્યા બાદ થોડી જ પળોમાં વધારે ઘટી ૮૦.૩૭ થઇ ગયો હતો. વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલર ઇન્ડેક્સ ૧૧૨ની બે દાયકાની સૌથી ઊંચી સપાટીએ પહોંચતા, ફેડરલ રિઝર્વે વ્યાજના દર વધારતા આજે ડોલર સામે રૂપિયો સતત દબાણમાં રહ્યો હતો. ભારતની ચાલુ ખાતાની ખાધ વધી રહી છે, દેશની વિદેશી હૂંડિયામણની અનામત ઘટી રહી છે તેની અસર પણ રૂપિયા ઉપર જોવા મળી રહી છે.

ગઈકાલે ફેડરલ રિઝર્વે આજે અમેરિકામાં ફેડ ફંડના દરમાં ૦.૭૫ ટકાના વધારાની જાહેરાત કરી હતી. આ સાથે વ્યાજનો દર હવે વધી ૩ થી ૩.૨૫ ટકા વધી ગયા છે. આ સાથે અમેરિકામાં આર્થિક વૃદ્ધિ દર ઘટાડી માત્ર ૦.૨૫ ટકા કરવામાં આવ્યો છે. આટલા ઉંચા વ્યાજના દર છેલ્લે ૨૦૦૮માં જોવા મળ્યા હતા.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV