GSTV
Home » News » 72 વર્ષમાં પ્રથમ વખત રૂપિયો 70ને પાર, આ છે મુખ્ય કારણ

72 વર્ષમાં પ્રથમ વખત રૂપિયો 70ને પાર, આ છે મુખ્ય કારણ

રૂપિયાએ ઇતિહાસમાં પહેલીવાર ડોલરની સામે 70ના સ્તરને પાર કર્યુ હતુ.  રૂપિયાની નબળાઈના કારણે રૂપિયાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. મંગળવારે રૂપિયો ગઇકાલની સરખામણીએ આઠ પૈસા મજબૂત ખુલ્યો હતો. જો કે બાદમાં ડોલર સામે ગગડીને ૭૦ રૂપિયાની સપાટી વટાવી લીધી હતી. એ બાદમાં થોડી રીકવરી આવી હતી. શુક્રવારથી અત્યાર સુધીમાં રૂપિયો 1.09 રૂપિયા સુધી તૂટ્યો છે.  દુનિયાની કરન્સીમાં ઉથલ-પાથલ રૂપિયામાં ઘટાડાનું મુખ્ય કારણ તુર્કીની કરન્સી લીરા છે. લીરામાં નબળાઈના કારણે  વિશ્વભરના ફોરેક્સ માર્કેટ પર અસર પડી છે.  ડોલરના મજબૂત થવાથી ક્રૂડ ઓઇલ પણ મોંઘું થયુ છે. જેથી હવે પહેલા કરતાં વધુ નાણાં ખર્ચ કરવા પડશે.

પાંચ વર્ષોમાં સૌથી મોટો ઘટાડો

ગત પાંચ વર્ષોમાં રૂપિયામાં આ એક દિવસમાં થયેલો સૌથી મોટો ઘટાડો છે. અગાઉ ઓગસ્ટ 2013માં રૂપિયો એક દિવસમાં 148 પૈસાના ઘટાડા સાથે બંધ થયો હતો. રૂપિયો ગત વર્ષે ડૉલરની તુલનામાં 5.96 ટકાની મજબૂતાઇ નોંધાવી હતી. જે હવે 2018ની શરૂઆતમાં સતત નબળો રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધી રૂપિયો 10 ટકા સુધી તૂટી ચુક્યો છે. તેવામાં આ મહિને ડૉલરની સરખામણીએ રૂપિયો અત્યાર સુધી 164 પૈસા તૂટી ચુક્યો છે.

સરકારનું આશ્વાસન

આર્થિક મામલાના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે રૂપિયામાં જારી ઐતિહાસિક ઘટાજા પર સરકારનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, સ્થિતી હાલ ચિંતાજનક નથી. આ ઘટાડો બહારના પરિબળોના કારણે થઇ રહ્યો છે તેથી  ભવિષ્યમાં તેમાં સુધાર થવાની આશા છે.

સોમવારે પણ નોંધાયો હતો ઘટાડો

સોમવારે રૂપિયામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ડૉલરની સરખામણીમાં રૂપિયો 69.49ના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. આ ઘટાડાના કારણે આર્થિક સંકટ અને નબળા વૈશ્વિક સંકતો માનવામાં આવી રહ્યાં છે.

રૂપિયામાં થયેલા ઘટાડાની તમારા પર થશે આ અસર

  • પેટ્રિલિયમ ઉત્પાદનોની આયાત મોંઘી થશે.
  • મોંઘવારી વધશે.
  • બેન્ક લોન મોંઘી થશે.
  • ઘરેલૂ રોકાણ તથા કંપનીઓની વિસ્તાર યોજના પર ખરાબ અસર થશે.
  • વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓનો ખર્ચ વધશે.
  • વિદેશ યાત્રા પર ભારતીયોનો ખર્ચ વધશે.
  • નિકાસકારોની કમાણી વધશે.

પહેલીવાર રૂપિયામાં નોંઘાયો ધરખમ ઘટાડો

વૈશ્વિક બજારમાં રૂપિયાએ ઘટાડાનો તમામ રેકોર્ડ તોડી દીધો છે. મંગળવારે રૂપિયો ખૂલતા જ ડોલરની સામે 70ના સ્તરે પહોંચી ગયો. રૂપિયો પહેલીવાર 70ના સ્તરે પહોંચ્યો છે. આ વર્ષે રૂપિયામાં 10%નો ઘટાડો આવી ચૂક્યો છે. રૂપિયા તૂટીને 70.07 પર પહોંચી ગયો. આજે રૂપિયો 11 પૈસા ઉપર ખૂલ્યો. સોમવારે રૂપિયો પોતાના સૌથી નીચા સ્તર 69.93 પર પહોંચી ગયો હતો.

ટ્રેડ વોર પછી કરન્સી વોરમાં રૂપિયો ડોલર સામે રાંક બન્યો છે. તુર્કીના નાણાકીય સંકટમાં ડોલર ઇન્ડેક્સ 96.56 સુધી વધતાં રૂપિયો 110 પૈસા તૂટીને 70ની ઐતિહાસિક નીચી સપાટીએ ગબડ્યો હતો. ડોલર સામે રૂપિયામાં ઓગસ્ટ 2013એ 148 પૈસાના એક દિવસીય સૌથી મોટા ઘટાડા પછી આ બીજો મોટો 110 પૈસાનો ઘટાડો હતો.

સવારના સત્રમાં રૂપિયો 41 પૈસા મજબૂત ખુલીને 68.42 થયા પછી ઝડપથી ઘટતો રહીને દિવસને અંતે નવા તળિયે પહોંચ્યો હતો. જો ડોલર ઇન્ડેક્સ હજુ મજબૂત થશે તો રૂપિયા સહિત ઇમર્જીંગ માર્કેટની કરન્સીઓ નવા તળિયા શોધશે એમ એનાલિસ્ટોનું કહેવું છે.

અમેરિકાએ તુર્કીથી આયાત થતી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર જંગી આયાત ડ્યૂટી લાદતા લીરા આઠ ટકા તૂટીને 7.24ની સૌથી નીચી સપાટીએ ગબડતાં ઇમર્જીંગ માર્કેટની કરન્સી પર દબાણ આવ્યું હતું. બ્રીક દેશોની રશિયા, બ્રાઝિલ, ચીન, સાઉથ આફ્રિકા સહિતના દેશોની કરન્સીમાં પણ ધોવાણ જોવાયું હતું. વૈશ્વિક એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)ની ડોલરમાં ખરીદીએ શેરબજારની સાથે કોમોડિટીઝને પણ આંચકો લાગ્યો છે.

ઓઇલ કંપનીઓમાં આયાત મોંઘી થવાની ભીતિએ શેરોમાં 5.5 ટકા સુધીનો ઘટાડો થયો હતો. રૂપિયો ઐતિહાસિક તળિયે ગબડતાં સેન્સેક્સ 224.33 પોઇન્ટ ઘટીને 37,644.90 બંધ રહ્યો હતો. બેન્કિંગ, મેટલ, ઓઇલ, પાવર શેરોમાં વેચવાલી સામે આઇટી અને ફાર્મા શેરોમાં ખરીદીનો ટેકો જોવાયો હતો.

Related posts

દિકરીઓને દૂધ પીતી કરવાનું પ્રકરણ વકર્યું, માફી માગવા છતાં ભરાયા નવઘણજી ઠાકોર

Karan

માયાવતીના ભાઇ પર આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, 400 કરોડની બેનામી સંપત્તિ જપ્ત

Bansari

કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ, મુંબઈમાં ઈલાજ કરાવતા મળ્યા ગુમ થયેલાં કોંગ્રેસનાં MLA

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!