GSTV
Home » News » ડૉલરની સામે રૂપિયો ઐતિહાસિક નિચલા સ્તરે

ડૉલરની સામે રૂપિયો ઐતિહાસિક નિચલા સ્તરે

ડૉલરની સામે રૂપિયો તેના ઐતિહાસિક નિચલા સ્તર છે અને પાછલા કેટલાક દિવસોથી ધોવાણના સતત નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. જો કે માત્ર રૂપિયો જ નહીં વિશ્વના અન્ય દેશોની કરન્સી પણ ડોલર સામે નબળી પડી રહી છે. ત્યારે આવો જાણીએ કે આખરે અમેરિકન ડોલર અન્ય દેશોના ચલણ સામે આટલો મજબૂત શા માટે થઇ રહ્યો છે.

ડૉલરની સામે રૂપિયો નબળો પડ્યો છે. પરંતુ તે સૌથી નબળી કરન્સી નથી. દુનિયાભરના વેપારમાં અન્ય દેશોની કરન્સીની જગ્યાએ ડૉલરનો પ્રભાવ વધુ છે.  કેમ કે મોટાભાગના સોદા ડૉલરમાં થાય છે. ત્યારે ડૉલર લગભગ તમામ દેશો સામે મજબૂત બની રહ્યો છે.

અમેરિકાના જ કેટલાક આંતરીક કારણોએ ડૉલરને દુનિયાભરની કરન્સી સામે મજબૂત બનાવ્યો છે. 2008ના નાણાંકિય સંકટથી ઉગર્યા બાદ અમેરિકન ફેડરલ રિઝર્વ બેંકે મોંઘી મુદ્રા નીતિને જાકારો આપ્યો છે. કરન્સીની સપ્લાઇમાં અછત સર્જાતા ડિમાંડ વધી અને ડૉલર મજબૂત બનવા લગ્યો. આ ઉપરાંત અમેરિકન કેન્દ્રીય બેંકે વ્યાજના દરોમાં વધારો કર્યો છે જ્યારે યુરોપિયન કેન્દ્રીય બેંકે ઘટાડો કર્યો છે. જેનો મતલબ છે કે ડૉલર ડિપોઝિટ કરવા પર યુરો કરતા વધુ રિટર્ન મળે છે. આ કારણે પણ ડૉલરની ડિમાન્ડ વધી છે.

અમેરિકન ડૉલર દુનિયાભરની સૌથી મહત્વની કરન્સીઓમાંથી એક છે. આંતરરાષ્ટ્રીય લેણદેણમાં ડોલરનો જ ઉપયોગ સૌથી વધુ થાય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં તેની ભૂમિકાને જોતા મોટા ભાગના દેશો પોતાના મુદ્રા ભંડારમાં પણ ડૉલરનો જ સ્ટોર રાખે છે જેના કારણે ડૉલરના વિનિમય દરમાં વૃદ્ધિ થાય છે.

જોકે ડોલર માત્ર ભારતીય ચલણ રૂપિયા સામે જ નહીં પણ દુનિયાના વિવિધ દેશોની કરન્સી સામે મજબૂત થઈ રહ્યો છે.

 

Related posts

શિરડી બંધનાં વિવાદને લઈને CM ઉદ્ધવ ઠાકરની મીટિંગ

pratik shah

સોમવારે આ ખાસ સેરેમની બાદ શરૂ થશે બજેટનું પ્રિન્ટિંગ, વર્ષોથી ચાલી આવે છે આ પરંપરા

Nilesh Jethva

ચીનમાં ફેલાયેલા આ ખતરનાક વાઈરસથી ભારત સતર્ક, આ એરપોર્ટ પર મુસાફરોએ કરાવવો પડશે ‘થર્મલ ટેસ્ટ’

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!