GSTV
Home » News » ડોલરની તુલનામાં રૂપિયો સતત ઘટાડા સાથે બનાવ્યો નવો રેકોર્ડ

ડોલરની તુલનામાં રૂપિયો સતત ઘટાડા સાથે બનાવ્યો નવો રેકોર્ડ

ડોલરની તુલનામાં રૂપિયો સતત ઘટાડા સાથે નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. સોમવારે રૂપિયો 72.67 પ્રતિ ડોલરની ઐતિહાસીક સપાટીએ પહોંચી ગયો હતો. જો કે વિશ્વભરમાં માત્ર રૂપિયો જ એવી કરન્સી નથી. કે જેને ડોલરનો ડામ લાગ્યો હોય. અન્ય દેશોની કરન્સી પણ ડોલર સામે ધરાશાયી થઇ છે.

દેશમાં ડોલર સામે રૂપિયાના થઇ રહેલા ધોવાણને લઇ હંગામો થઇ રહ્યો છે. જો કે ઘટતા રૂપિયાના કારણે ઇકોનોમી સામે ઘણા પડકારો ઉભા થઇ રહ્યા છે. પરંતુ રૂપિયો એકમાત્ર એવું ચલણ નથી કે જેમાં ડોલર સામે કડાકો બોલ્યો હોય.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રૂપિયો 15.52 ટકા તૂટ્યો છે. ત્યારે અન્ય દેશોના ચલણનું તો 100 ટકા જેટલુ ધોવાણ થયું છે. ડોલરમાં સતત મજબૂતાઇની સાથે ક્રૂડ ઓઇલની વધતી કિંમત અને તુર્કી તથા વેનેઝુએલામાં ચાલી રહેલા આર્થિક સંકટે ઘણા દેશોના ચલણની કમર તોડી નાંખી છે.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આર્જેન્ટીનાની મુદ્રા પેસોમાં સૌથી વધુ ઘટાડો જોવાયો. ડોલરના મુકાબલે પેસોમાં 546.72 ટકાનો ગાબડુ નોંધાયું. બીજા નંબર તુર્કીની મુદ્રા લીરા છે. ડોલર સામે લીરામાં 221 ટકાનો ઘટાડો નોંધાયો. ત્રીજા નંબર રશિયાનું ચલણ કરન્સી રૂબલ છે. જે પાંચ વર્ષ દરમિયાન 117.41 ટકા તૂટી છે. જે બાદ બ્રાઝીલની મુદ્રા રિયલ 84 ટકા તૂટી છે. દક્ષિણ આફ્રિકાની રૈન્ડમાં  51.42 ટકાનું ગાબડુ પડ્યું. મેક્સિકન કરન્સી પેસોમાં 47.15 ટકા. ઇન્ડોનેશિયાના ચલણ રૂપયામાં 28.17 ટકાનો ડોલર સામે કડાકો બોલ્યો. ભારતીય ચલણ રૂપિયામાં 15.52 ટકા. ચીનની કરન્સી યુઆનમાં 12 ટકાનો ઘટાડો થયો તો સિંગાપુર ડોલરમાં 9.63 ટકાનું ગાબડુ પડ્યું છે.

આ રીતે દુનિયાભરમાં અલગ અલગ દેશોની સામે નવા પડકારો સર્જાઇ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્દભવી રહેલી સ્થિતિના કારણે મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે.

Related posts

એક સાથે ચૂંટણી પછી, પહેલા ભાજપે ચૂંટણી વાયદાઓ પર ધ્યાન આપવું જોઇએ: આ નેતાનો કટાક્ષ

Riyaz Parmar

પહેલા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી એકસાથે કરાવો પછી સર્વપક્ષીય બેઠક બોલાવજો

Riyaz Parmar

વિશ્વના આ બન્ને દેશો બતાવશે ભારતની સત્તાવાર આ ચેનલ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!