GSTV

US ડોલરની સામે રૂપિયામાં છેલ્લા છ વર્ષનો સૌથી મોટો 113 પૈસાનો કડાકો

Last Updated on August 6, 2019 by Arohi

કાશ્મીર મુદ્દે સરકારે ભરેલા આક્રમક પગલાં બાદ ઊદભવેલ અનિશ્ચિતતા, ટ્રેડવોર તેમજ વિદેશી રોકાણકારો દ્વારા મોટાપાયે પાછા ખેંચાયેલ વિદેશી રોકાણના અહેવાલો પાછળ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં છેલ્લા છ વર્ષનો સૌથી મોટો ૧૧૩ પૈસાનો કડાકો બોલાઇ જતા તે ૭૦.૭૩ની પાંચ માસની નીચી સપાટીએ ઊતરી આવ્યો હતો.

અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેવા ટ્રેડવોરનો નવો અધ્યાય શરૂ થયાની બીજી તરફ ડોલર ઝડપથી ઊંચકાયો હતો. આ અહેવાલોની સાથે ચીન દ્વારા પોતાની કરન્સીનું પરોક્ષ રીતે ડીવેલ્યુશન કરવાના અહેવાલો વચ્ચે ચીનની કરન્સી ગબડીને ૧૧ વર્ષના તળિયે ઊતરી આવી હતી.

બીજી તરફ એફપીઆઇ પર સુપર રિચ ટેક્સના અમલ બાદ વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી છેલ્લા એક માસમાં જ ૨.૧ અબજ ડોલર પાછા ખેંચી લેવાયાના અહેવાલોની પણ હૂંડિયામણ બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. તો આજે કાશ્મીર મુદ્દે સરકાર દ્વારા ભરાયેલ આક્રમક પગલા બાદ ઊદભવેલ અનિશ્ચિત માહોલની પણ અસર જોવા મળી હતી.

ઉપરોક્ત અહેવાલો વચ્ચે આજે હુંડિયામણ બજારમાં પણ ભારે વોલેટાલિટીભર્યો માહોલ ઊદભવ્યો હતો. અમેરિકન ડોલર સામે રૂપિયો આજે ૭૦.૨૦ના મથાળે ખૂલ્યા બાદ આજે સંપૂર્ણ સત્ર દરમિયાન ૭૦.૧૮ અને ૭૦.૭૪ના મથાળે વચ્ચે અથડાયા બાદ કામકાજના અંતે ૧૧૩ પૈસા તૂટીને (૧.૬૨ ટકા) ૭૦.૭૩ના મથાળે નરમ રહ્યો હતો.

જે તેની પાંચ વર્ષની સપાટી છે. રૂપિયામાં આજે ઓગસ્ટ ૨૦૧૩ બાદ સૌથી મોટો ૧૧૩ પૈસાનો કડાકો બોલ્યો હતો. પ્રતિકૂળ પરિબળોના પગલે કામકાજના છેલ્લા ત્રણ સત્રમાં રૂપિયામાં ૧૯૪ પૈસાનું ધોવાણ થવા પામ્યું છે.

Read Also

Related posts

BIG BREAKING: અશ્લીલ ફિલ્મ મામલે શિલ્પા શેટ્ટીના પતિ રાજની મુશ્કેલી વધી, 14 દિવસની પોલીસ કસ્ટડીમાં કુંદ્રા

pratik shah

નાગરિકતા સંશોધન એક્ટ/ 20 મહિના પછી પણ નથી બન્યા CAAના નિયમ, ગૃહ મંત્રાલયે માંગ્યો વધુ સમય

Damini Patel

ખુશખબર / હવેથી રાજ્યમાં આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ થશે બંધ, મળશે આ તમામ પ્રકારનાં લાભો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!