GSTV
Home » News » ડોલર સામે રૂપિયો નબળો પડવાથી ભાવનગરમાં અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગને મોટા પાયે આર્થિક ફટકો

ડોલર સામે રૂપિયો નબળો પડવાથી ભાવનગરમાં અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગને મોટા પાયે આર્થિક ફટકો

હાલ ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો હોવાથી મોટા ભાગના ઉદ્યોગો પર તેની અસર વર્તાઈ રહી છે. ત્યારે ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ ગણાતા અને મોટા પાયે રોજગારી પૂરી પાડતા અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ લાગ્યું છે. શિપબ્રેકીંગ ઉદ્યોગ મંદીમાં ફસાવાને કારણે તેને સંલગ્ન ઉદ્યોગો અને રોજગારી પર ઘણી અસર પડી રહી છે.

ભાવનગરમાં અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગ એ આર્થિક દ્રષ્ટિએ સૌથી મોટો ઉદ્યોગ છે. પરંતુ હાલ ડોલર સામે રૂપિયો સતત નબળો પડવાથી તેની સીધી અસર અલંગના શિપ બ્રેકીંગ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. કેમ કે જે શીપની ખરીદી કરવામાં આવે છે તે ડોલર કરન્સીથી કરવામાં આવે છે. જેનું પેમેન્ટ છ-સાત મહીને ચૂકવવાનું હોય છે. પરંતુ ડોલર સામે રૂપિયો સર્વોચ્ચ સપાટીએ પહોંચતા શિપબ્રેકરોએ જે જહાજો ડોલર સામે 64 રૂપિયાના ભાવે ખરીદ્યા હતા. તેની સામે હવે 71 રૂપિયા લેખે પેમેન્ટ ચૂકવવાનો વારો આવ્યો છે. આથી શીપબ્રેકરોને મોટા પાયે આર્થિક ફટકો પડી રહ્યો છે.

અલંગમાં પહેલા દર મહિને 25 થી 30 જહાજો ભંગાણ માટે આવતા હતા. પરંતુ રૂપિયો નબળો પડતા શીપબ્રેકરો દ્વારા શીપની ખરીદી ઓછી કરવામાં આવી છે. પરિણામે જુલાઇ-ઓગષ્ટમાં ફક્ત 17 શિપ અને ચાલુ મહિને ફક્ત 8 જહાજો જ અલંગમાં ભંગાણ માટે આવ્યા છે. અલંગમાં 120 પ્લોટ પૈકી 60 થી 70 પ્લોટની અંદર શિપ રિસાયક્લીંગની કામગીરી ચાલુ છે.

અલંગના ઉદ્યોગ સાથે 25 થી 30 હજાર મજૂરો સીધી રીતે સંકળાયેલા છે. તેમજ અલંગ ઉદ્યોગને સંલગ્ન એવા સ્ટીલ ઉદ્યોગો. ગેસ પ્લાન્ટ. ટ્રાન્સપોર્ટ સહિતના ઉદ્યોગોમાં દોઢ લાખ જેટલા લોકો રોજગારી મેળવે છે. ત્યારે જો આમ ને આમ આ ઉદ્યોગ નબળો પડતો જશે તો પોણા બે લાખ લોકોની રોજગારી પર સીધી કે આડકતરી રીતે અસર પડી શકે છે.

 

 

Related posts

અમદાવાદના આ પીઆઈના નામનો કથિત ઓડિયો સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ

Nilesh Jethva

વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

Path Shah

અમદાવાદની આ શાળાઓમાં એવું તે શું ચાલી રહ્યું કે, RTI અતર્ગત માહિતી આપતા લાગે છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!