ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની એકતરફી વેચવાલીને પગલે સ્થાનિક ચલણમાં ઘસારો જોવા મળી રહ્યો છે. ઈક્વિટી અને ડેટ માર્કેટમાંથી FIIની એક્ઝિટને કારણે રૂપિયો આજના સત્રમાં 78.40ના ઈતિહાસના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે.

રૂપિયો બુધવારે 27 પૈસા ઘટીને અમેરિકન ડોલરની સામે 78.40 ની વિક્રમી નીચી સપાટીએ પહોંચ્યો હતો. ક્રૂડની નરમાઈ છતા વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂત ચાલને કારણે ભારતીય ચલણમાં દબાણ જોવા મળી રહ્યું છે.
રૂપિયો આજે ડોલરની સામે 78.13 પર ફ્લેટ ખુલ્યો હતો અને ઇન્ટ્રા-ડેમાં 78.13નો હાઈ બનાવીને દિવસ દરમિયાન ઘટી 78.40ના તળિયે પહોંચ્યો હતો. છ વૈશ્વિક કરન્સીની સામે યુએસ ડોલરનું મૂલ્ય દર્શાવતા ડોલર ઇન્ડેક્સ 0.05 ટકાના વધારે 104.48 થયો હતો. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 4.46 ટકા ઘટીને 109.54 યુએસ ડોલર પ્રતિ બેરલ થયું છે.
આજે ભારતીય શેરમાર્કેટમાં પણ મંદીનો માહોલ હતો. BSE સેન્સેક્સ 709.54 પોઈન્ટ્સ, 1.35 ટકા ઘટીને 51,822.53 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 50 સૂચકઆંક 225.50 પોઈન્ટ્સ, 1.44 ટકા ઘટીને 15,413.30 પર ક્લોઝ આવ્યો હતો.
READ ALSO
- LPG price hike: ગેસ સિલિન્ડરના વધતા ભાવે લોકોને રડાવ્યા, ફરીથી ચૂલા પર રાંધવા મજબુર
- સુરત / નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા, પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ
- 13 જુલાઈએ વિદ્યાસહાયકોને અપાશે કોલ લેટર, શિક્ષણ મંત્રીની જાહેરાત પછી જૂના શિક્ષકો થયા નારાજ
- પ્રથમ ટી- 20 / ભારતની ટોસ જીતીને પ્રથમ બેટિંગ, આ ખેલાડીએ કર્યું ડેબ્યુ
- આ છે ભારતના ‘TREE MAN’, અત્યાર સુધીમાં વાવી ચુક્યા છે 1 કરોડ વૃક્ષો