GSTV
Home » News » રૂપિયાનો કડાકો યથાવત્ત, ડૉલરના મુકાબલે 23 પૈસા તૂટ્યો

રૂપિયાનો કડાકો યથાવત્ત, ડૉલરના મુકાબલે 23 પૈસા તૂટ્યો

આંતર બેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયામાં કડાકાનો સિલસિલો યથાવત છે. આજે પ્રારંભિક કારોબારમાં રૂપિયો ડોલરના મુકાબલે વધુ 23 પૈસા તૂટયો હતો. પ્રારંભિક કારોબારમાં ડોલરના મુકાબલે રૂપિયો 70.92ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો હતો.

માસના આખરમાં ડોલરની માંગ અને વિદેશી ફંડના ઉપાડને કારણે રૂપિયાની કિંમતમાં ઘટાડો થયો હોવાનું જાણકારો માની રહ્યા છે. જો કે શરૂઆતમાં રૂપિયો બુધવારના કારોબાર બંધ થતી વેળાના 70.59ના સ્તરથી બે પૈસાની મજબૂતી સાથે 70.57ના સ્તરે ખુલ્યો હતો.

પરંતુ થોડાક સમયમાં રૂપિયો તેના રેકોર્ડ નીચલા સ્તરે 70.82ની સપાટીએ આવી ગયો હતો. ફોરેક્સના ડીલરોનું કહેવું છે કે આયાતકારો અને ઓઈલ રિફાઈનરી કંપનીઓની ડોલરની માંગ તથા વિદેશી ફંડ દ્વારા મૂડી કાઢવામાં આવતા રૂપિયો દબાણમાં આવ્યો છે. આ સિવાય વિદેશી બજારોમાં અન્ય ચલણોની સરખામણીએ ડોલરની મજબૂતાઈ પણ રૂપિયાની કિંમતને અસર કરી રહી છે.

Related posts

ચેન્નાઇના શૈક્ષણિક જૂથ પર આઇટીના દરોડા 350 કરોડની છૂપી આવક પકડાઇ

Arohi

સપ્ટે.માં ઔદ્યોગિક ઉત્પાદન 4.3 ટકા ઘટયું, આઠ વર્ષનો સૌથી મોટો ઘટાડો

Arohi

પ્રાઈવસીની ચિંતા હોય તો ફેસબૂક ડિલિટ કરો વૉટ્સઅપના સહ-સ્થાપક બ્રાયનની ચેતવણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!