GSTV

જાણો રૂપિયાની કિંમતમાં થતાં ઘટાડાના ઈતિહાસ વિશે વિગતે

Last Updated on October 12, 2018 by

છેલ્લા 25 વર્ષોમાં રૂપિયાની કિંમત ધીમેધીમ ઘટતી રહી. 1971માં રૂપિયો અને પાઉન્ડની વચ્ચેનો સંબંધ લગભગ ખતમ થઇ ગયો. અને તેને સીધી રીતે ડોલર સાથે લિંક કરી દેવામાં આવ્યો. આ માટે ભારતીય અર્થવ્યવસ્થાની ધીમી હાલત. રાજકીય સ્તરે અસુરક્ષા તેમજ વૈશ્વિક સમસ્યા જેવા ઘણા કારણો જવાબદાર હતા. પરિણામે રૂપિયાની કિંમત સતત ગબડતી રહી.

70ના દાયકામાં રૂપિયા સામેનું સંકટ ઓછું થવાનું નામ ન લેતું હોય તેમ વિવિધ વૈશ્વિક સમસ્યાઓએ રૂપિયા સામે સંકટના વાદળો ઊભા કર્યા. 1973ના અરબ તેલ સંકટને કારણે ભારતને વેપારમાં વધુ નુકસાન થઇ ગયું હતું. વધુ નુકસાનનો અર્થ એ કે ભારતને પોતાના બિલ ભરવા માટે ડોલરની જરૂરત પડી. તેના માટે રૂપિયાની કિંમત વધુ ગબડી. 1985 સુધી રૂપિયો ડોલરની સામે 12.34 પર પહોંચી ગયો હતો.

1990માં સૌપ્રથમ ખાડી યુદ્ધના કારણે ઓઇલની કિંમતો ઘણી વધી ગઈ. ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી. સોવિયેટ યુનિયનનું તૂટવું અને ભારત માથે દેવું. આ તમામ પરિબળો તે સમયે મોંઘવારી વધવા અને રૂપિયાની કિંમત ઘટવા માટે દોષી હતા. જૂન-1991માં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ગબડીને 1124 મિલિયન ડોલર થઈ ગયો. આ ભંડાર માત્ર ત્રણ સપ્તાહની આયાત માટે જ પર્યાપ્ત હતો. તેના કારણે 18.5% સુધી રૂપિયાની કિંમત ગબડી અને તે સમયે રૂપિયો 26 પ્રતિ ડોલર પહોંચી ગયો. પરિણામ એ આવ્યું કે રૂપિયાનું અવમૂલ્યન કરવું પડ્યું અને વિદેશી મુદ્રા માટે સોનું ગિરવી મૂકવું પડ્યું.

ત્યારબાદ 1993માં સરકારે એક સંયુક્ત એક્સચેન્જ રેટ બનાવ્યો. એક્સચેન્જ રેટ નક્કી કર્યા બાદ સરકારે રૂપિયાને બજારને હવાલે કરી દેતા રૂપિયાને આઝાદી મળી. રૂપિયાની કિંમત નક્કી કરવામાં આરબીઆઈની દખલ માત્ર અસ્થિરતાની સ્થિતિ માટે રાખવામાં આવી. પરિણામ એવું આવ્યું કે રૂપિયો 31.37 પ્રતિ ડોલર પર પહોંચી ગયો. આગામી એક દાયકા સુધી રૂપિયાએ વાર્ષિક લગભગ 5%નું ધોવાણ નોંધ્યું. 2002-03 દરમિયાન તે એક ડોલરની સામે 48.40 રૂપિયા સુધી પહોંચી ગયો. ત્યારબાદ એક સમય એવો આવ્યો કે રૂપિયો ડોલરના મુકાબલે ચઢવા લાગ્યો. આ એ સમય હતો જ્યારે ભારતમાં FDIનો ફ્લો વધી ગયો હતો. તે દરમિયાન સ્ટોક માર્કેટ પણ ઘણો ઝડપથી ઉંચકાયું. આઈટી અને બીપીઓ ઇન્ડસ્ટ્રી પણ વિકાસ કરવા લાગી હતી.

એવામાં વૈશ્વિક આર્થિક સંકટે આકાર લીધો. 2007માં રૂપિયાએ ડોલરની વિરુદ્ધ 39નો આંકડો પાર કર્યો. પરંતુ 2008ના સંકટે તેને વધુ ગબડાવી દીધો. 2008ના વૈશ્વિક આર્થિક સંકટ વખતે રૂપિયાએ 51નો આંકડો વટાવ્યો. ત્યારબાદ 2012માં સરકારનું બજેટ વધુ ડામાડોળ થયું. ગ્રીસ-સ્પેનના આર્થિક સંકટને કારણે સ્થિતિ વધુ બગડી. અને રૂપિયો 56 પર પહોંચી ગયો. અનિયંત્રિત તેલની કિંમતો અને વિદેશી આયાતના કારણે રૂપિયો વધુ પટકાયો. વૈશ્વિક આર્થિક સંકટોમાં આ વખતે તુર્કીના કારણે રૂપિયો 74ને પાર કરી ગયો છે. અને આ સિલસિલો ક્યાં સુધી ચાલશે તે તો છાતી ઠોકીને કોઇ કહી શકે એમ નથી.

 

Related posts

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!