GSTV

16,000 રૂપિયાની કેશબૅક મેળવવાની સોનેરી તક, બસ તમારે કરવું પડશે આ કામ

cashback

Last Updated on January 4, 2020 by Mansi Patel

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ કહ્યું છે કે કેટલાક ભારતીયોને રૂપે આંતરરાષ્ટ્રીય કાર્ડને સક્રિય કરવા માટે 16,000 રૂપિયા સુધીનું માસિક કેશબેક મળશે. ઘરેલું ચુકવણી ટેકનોલોજી કંપની રૂપે તેના આંતરરાષ્ટ્રીય કાર્ડ ધારકોને પસંદગીના દેશોમાં ટ્રાન્ઝેક્શન પર 40% સુધીનું કેશબેક ઓફર કરી રહી છે. તો ચાલો જાણીએ કે આ કેશબેક કોને મળશે.

NPCIએ જણાવ્યુકે, UAE, સિંગાપોર, શ્રીલંકા, બ્રિટન, અમેરિકા, સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ અને થાઈલેન્ડની યાત્રા પર જનારા ભારતીયોને તેનો લાભ મળશે. યાત્રીઓએ રૂપે ઈન્ટરનેશનલ કાર્ડને એક્ટિવેટ કરાવવા પર એક મહિનામાં 16,000 રૂપિયા સુધીનું કેશબેક મળશે. તેની પણ અમુક શરતો છે.

એક ટ્રાન્ઝેક્શન પર મળશે 4,000 રૂપિયા સુધીનું કેશબેક

જો તમે પણ કેશબેકનો લાભ ઉઠાવવા માંગો ચો તો તેના માટે તમારે ઓછામાંઓછું 1000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું રહેશે. સાથે જ એક ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોને 4,000 રૂપિયા સુધીનું કેશબેક મળશે.

એક મહીનામાં 4 વાર કાર્ડનો ઉપયોગ કરવો જરૂરી

એટલું જ નહી તેનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકોએ એક મહિનામાં ચાર વાર રૂપે ઈન્ટરનેશનલ કાર્ડનો ઉપયોગ કરવો પડશે. જો તમે એક મહિનામાં ચાર વાર રૂપે ઈન્ટરનેશનલ કાર્ડનો ઉપયોગ કરશો તો જ તમને કેશબેકની સુવિધાનો લાભ મળશે.

આ ગ્રાહકોને મળશે સૌથી વધારે કેશબૅક

રૂપે ટ્રાવેલ ટેલ્સ અભિયાન હેઠળ, જેસીબી, ડિસ્કવર અને ડાઈનર્સ ક્લબ સાથે ઘણા કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને વધારે કેશબેકનો લાભ મળશે

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!