કેન્દ્ર સરકારે વર્ષ 2014માં જનધનની સ્કીમની શરૂઆત કરી હતી. આ સ્કીમ અંતર્ગત જીરો બેલેન્સ પર બચત ખાતું ખુલે છે. અત્યાર સુધીમાં કુલ 41 કરોડ લોકોએ આ સ્કીમ અંતર્ગત ખાતા ખોલાવ્યા છે. આ સ્કીમ અંતર્ગત આ એકાઉન્ટ્સમાં મિનિમમ બેલેન્સ મેન્ટેઇન નથી કરવાનું હોતું. એ જ કારણ છે કે, આટલાં લોકોએ આ ખાતા શરૂ કર્યાં. મોદી સરકારે દેશમાં કેશલેસ ઇકોનોમી (Cashless Economy) ને પ્રોત્સાહન આપવા માટે આની શરૂઆત કરી હતી.

મફ્તમાં મળશે 10 લાખનો ઇન્શ્યોરન્સ
રૂપે સિલિક્ટ ક્રેડિટ કાર્ડ (RuPay Select Credit Card) સાથે 10 લાખ રૂપિયાની કિંમતનું વ્યક્તિગત દુર્ઘટના સમયે વીમા કવર આપવામાં આવે છે. SBI અને PNB સહિત તમામ મુખ્ય સરકારી બેંકો આ કાર્ડ આપે છે. HDFC, ICICI બેંક, એક્સિસ બેંક સહિત વધારે પ્રાઇવેટ બેંકો પણ આ કાર્ડ ઉપલબ્ધ કરાવી આપે છે. ત્યારે તમે તમારી બેંકને આની વિશે પૂછી શકો છો.
એક્સિડન્ટમાં જો મોત થઇ જાય અથવા તો કાયમી ધોરણે જો ડિસએબિલિટી થઇ જવાય તો તેની પર ઇન્શ્યોરન્સ કવર મળે છે. રૂપે કાર્ડ બે પ્રકારના હોય છે. ક્લાસિક અને પ્રીમિયમ. ક્લાસિક કાર્ડ પર એક લાખ રૂપિયાનું કવર છે અને પ્રીમિયમ પર 10 લાખ સુધીનું ઇન્શ્યોરન્સ કવર મળે છે.
વધુ જાણકારી માટે નીચેની લિંક પર ક્લિક કરો….
https://www.rupay.co.in/sites/all/themes/rupay/document/Insurance-Cover-RuPay-Debit-Cards.pdf લિંક પર ક્લિક કરો.
જનધન ખાતા વિશે વધુ વિગત….
મિનિમમ બેલેન્સ મેન્ટેઇન ન રાખ્યા સિવાય સરકાર આ એકાઉન્ટ પર અન્ય કેટલીક સુવિધા પણ આપે છે. આ ખાતા સાથે રૂપે એટીએમ કાર્ડ (RuPay ATM Card), 2 લાખ રૂપિયાનો એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ કવર, 30 હજાર રૂપિયાનું લાઇફ કવર મળે છે. આ સાથે જ ખાતામાં જમા થનારી રકમ પર વ્યાજ પણ આપવામાં આવે છે.
10 હજારની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ ખાતાને ખૂબ જ આકર્ષક કરે છે. 6 મહીના સુધી આ ખાતાના સંતોષજનક સંચાલન બાદ ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. સરકારી યોજનાઓના લાભાર્થીઓને આ ખાતાઓથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત પૈસા પહોંચાડવામાં આવે છે.

જન ધન યોજનાના ખાતાઓને આધારે અન્ય યોજનાઓનો પણ લાભ
એટલે કે આ યોજના અંતર્ગત ખોલવામાં આવેલા ખાતા સરકાર તરફથી કોઇ પણ સ્કીમના ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર માટે એલિજિબલ હોય છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના જેવી સ્કીમોના ફાયદા પણ જન ધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલા ખાતાઓને આધારે ઉઠાવી શકે છે. આ સ્કીમ અંતર્ગત 20 કરોડથી પણ વધારે મહિલાઓના એકાઉન્ટ ખુલી ચૂક્યાં છે.
READ ALSO :
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે
- મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે
- પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન