GSTV

ભરાયા/ રૂપાણી મતદાન કરવા હેલિકોપ્ટરમાં રાજકોટ પહોંચ્યાં પણ થઈ ફરિયાદ, જો આ થયું તો પ્રવાસનો ખર્ચ મુખ્યમંત્રીના અંગત ખર્ચમાં ગણાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યુ હતું. કોરોનાને મ્હાત આપી રૂપાણી મતદાન કરવા હેલિકોપ્ટરમાં રાજકોટ પહોંચ્યાં હતાં. ચૂંટણી દરમિયાન સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કરતાં કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. જો ચૂંટણીપંચે આ ફરિયાદ સામે કાર્યવાહી કરી તો રૂપાણીએ આ ખર્ચ અંગત ખર્ચમાં ગણવો પડશે.

મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદારો નિરસ રહ્યાં હતાં

આ વખતે મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદારો નિરસ રહ્યાં હતાં. ઓછા મતદાનને લીધે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૂચના આપવી પડી હતી જેના લીધે ભાજપના નેતાઓએ મતદાન કેન્દ્રો પર દોડતાં થયા હતાં. આ તરફ, કોંગ્રેસે સૂચના આપી હતી કે, છેલ્લા કલાકમાં બોગસ મતદાન ન થાય તે માટે ધ્યાન રાખવું. જેના કારણે કોંગ્રેસના કાર્યકરો એ મતદાન કેન્દ્રો પર અડિંગા જમાવી દીધા હતાં.

હેલિકોપ્ટર પ્રવાસનો ખર્ચ મુખ્યમંત્રીના અંગત ખર્ચમાં ગણવામાં આવે

કોંગ્રેસે ચૂંટણીપંચમાં એવી ફરિયાદ કરી હતી કે, મુખ્યમંત્રી ચૂંટણી વખતે હેલિકોપ્ટર જેવા સરકારી સાધનોનો ઉપયોગ કરે છે. જેથી હેલિકોપ્ટર પ્રવાસનો ખર્ચ મુખ્યમંત્રીના અંગત ખર્ચમાં ગણવામાં આવે.

ઘોડાસરમાં કોગ્રેસના એજન્ટને મતદાન કેન્દ્રમાં જવા દેવાયા ન હતાં

મકતમપુરા, અસારવા અને લાંભામાં ઇવીએમ ખોટકાઇ જતાં મતદાન અટકી પડયું હતું . કોંગ્રેસે ચૂંટણીપંચને ફરિયાદ કરી કે, વટવામાં નાસીર મુલ્લા અને મુન્ના સહિતના માથાભારે વ્યક્તિઓએ મતદારોને મતદાન કેન્દ્ર સુધી જવા દીધા ન હતાં અને મતદાન કરતાં અટકાવ્યાં હતાં. વટવામાં શીતલ ગૌરવ કેન્દ્ર અને ઘોડાસરમાં કોગ્રેસના એજન્ટને મતદાન કેન્દ્રમાં જવા દેવાયા ન હતાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદીઓ રાખજો સાવચેતી! જીવલેણ કોરોના વાયરસનો ફૂંફાડો વકર્યો, છેલ્લા 24 કલાકમાં નવા 123 કેસો નોંધાયા

pratik shah

Muthoot ગ્રુપના ચેરમેન એમજી જોર્જના નિધન પર ખુલાસો, આ રીતે થઇ હતી મોત

Mansi Patel

છ સિનિયર સિટીઝનોની તેમના ઘરમાં જ હત્યા, સલામતીની માત્ર ગુલબાંગો: શાંતિવન પેલેસ બંગલોઝમાં રેકી કરી વૃધ્ધ દંપતીની હત્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!