GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

જીજ્ઞેશ મેવાણીના CM પર પ્રહાર, આ દેશમાંથી આવતા રૂપાણી સાહેબ પોતાની નાગરિકતા સિદ્ધ કરે

નાગરિક્તા સંશોધન કાયદો અને NRCને લઈને વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એવામાં કેટલાક બિનભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ કાયદાને પોતાના રાજ્યમાં અમલ નહી કરવાની જાહેરાત કરી રહ્યાં છે, તો બીજી તરફ ગુજરાતમાં આ કાયદાને રાજ્યમાં કેવી રીતે અમલમાં લાવવો તેના માટે 10 જાન્યુઆરીએ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.

આ મામલે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, મ્યાનમાર (બર્મા)થી આવનાર રુપાણી સાહેબ પહેલા પોતાના પરિવારની નાગરિક્તા સિદ્ધ કરનારા દસ્તાવેજ ગુજરાતની પ્રજાને દેખાડે. જે બાદ ગુજરાતના સાડા 6 કરોડ લોકોને આ કાયદા અંતર્ગત નાગરિક્તા સિદ્ધ કરવા માટેના દસ્તાવેજ માંગે.

તેમણે વધુમાં કહ્યું કે, બંધારણની મૂળ ભાવના અને દેશની એકતામાં કોમી વેમનસ્યની આગ લગાવનારા આ કાળા કાયદાને લાગૂ કરવા માટે સરકાર તરફથી જે પ્રસ્તાવ પાસ કરવામાં આવશે, તેનો આગ લગાવીને વિરોધ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર તરફથી લોકસભા અને રાજ્યસભામાં પાસ થયેલા નાગરિક્તા કાયદાને ગુજરાતમાં લાગુ કરવા માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ કાયદાનો વિરોધ કરવાની જિજ્ઞેશ મેવાણીએ ધમકી આપી છે. આ મામલે CAA અને NRCનો વિરોધ કરતી કોંગ્રેસનું આ મુદ્દે  વિધાનસભામાં કેવું વલણ રહેશે તે જોવું રસપ્રદ રહેશે.

READ ALSO

Related posts

કોરોના સામે યુદ્ધઃ IIT મદ્રાસે બનાવ્યું પોર્ટેબલ હોસ્પિટલ, ચાર કલાકમાં થઈ જાય છે તૈયાર

Mansi Patel

કોરોનાકાળમાં વાપી એસટી વિભાગની આવકને લાગ્યું ગ્રહણ, માત્ર આટલી થાય છે રોજની આવક

Nilesh Jethva

પાક.ની નાપાક ચાલથી લદ્દાખ અને કાશ્મીરમાં આવી શકે છે પૂર, ભારતે કર્યો વિરોધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!