GSTV

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો લોકો બેઘર, 22નાં મોત અને સરકાર રથયાત્રામાં મસ્ત

છેલ્લા 24 કલાકમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદને કારણે હજારો લોકો બેઘર બન્યા છે. જેમાં 22 લોકોના મોત થયા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાંથી આવતા મુખ્યમંત્રી રૂપાણીએ પોતાની કહેવાતી ત્રીજી આંખ એટલે કે સીએમ ડેશબોર્ડના માધ્યમથી વરસાદની સમીક્ષા બદલે અમદાવાદની જગન્નાથ રથયાત્રાની સમીક્ષા કરતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જનતામાં મુખ્યમંત્રી પ્રત્યે ભારે રોષની લાગણી ફેલાઈ છે. રાજ્યમાં ભારે વરસાદથી સ્થિતિ ખરાબ છે. જૂનાગઢ હાઈવે બંધ છે. રાજકોટમાં જેતપુરની સિવિલ હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા છે. ખાંભાનો રાયડી ડેમ અોવરફ્લો થયો છે. અામ છતાં રાજ્યનું વહીવટી તંત્ર અમદાવાદમાં જગન્નાથની યાત્રા સુખરૂપ પૂરી થાય તેમાં વ્યસ્ત છે. રથયાત્રા અગત્યની છે પણ હજારો લોકો ભારે વરસાદથી હેરાન થઈ રહ્યાં છે. અે જોવાની પણ રાજ્યના મુખ્યમંત્રી અને વહીવટીતંત્રની જવાબદારી છે. અમે અેમ નથી કહેતા કે તંત્ર કામગીરી કરી રહ્યું નથી. પણ અા કામગીરી અપૂરતી પડી રહી છે. અે હકીકત છે. અહીં કેટલાક વીડિયો પણ મૂકાયા છે. જુઅો રાજ્યની શું છે હાલત…

ગુજરાતમાં ભારે વરસાદને કારણે વધુ ત્રણના મોત થયા છે. ગઇકાલ સુધીમાં વરસાદને કારણે ૧૯ના મોત થયા હતા. વધુ ત્રણના મોત બાદ આ વખતે વરસાદને કારણે રર જણાના મોત થયા છે. આ તરફ રાજયના હજુ ૧પ૭ માર્ગો પર વાહન વ્યવહાર બંધ છે. એક નેશનલ હાઇવે બંધ છે. તો બે સ્ટેટ હાઇવે બંધ છે. ૧૪૪ જેટલા પંચાયતી માર્ગ પણ બંધ છે. સૌરાષ્ટ્રના તેર ગામોમાં વરસાદને કારણે વીજળી ડુલ છે. જેમાં અમરેલીમા પાંચ, જુનાગઢના સાત અને રાજકોટના એક ગામમાં વીજળી નથી. પંચાયતી માર્ગ પણ બંધ છે. સૌરાષ્ટ્રના તેર ગામોમાં વરસાદને કારણે વીજળી ડુલ છે. જેમાં અમરેલીમાં પાંચ, જુનાગઢના સાત અને રાજકોટના એક ગામમાં વીજળી નથી.

મુખ્યમંત્રીએ પૂર પીડિતોની ઉપેક્ષા કરી

ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીઅે મુખ્યમંત્રી બંગલોમાં બેસીને સમગ્ર રાજ્યનું મોનિટરિંગ કરી શકે તે માટે સીએમ ડેશબોર્ડની વ્યવસ્થા કરી છે. આ ડેશબોર્ડના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાઓ સાથે મુખ્યમંત્રી સીધો સંપર્ક કરી શકે છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે, મુખ્યમંત્રીએ આજે ડેશબોર્ડના માધ્યમથી અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનું મોનિટરિંગ કર્યું હતું. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી તબાહી પ્રત્યે દુર્લક્ષ સેવ્યું હતું.

100 ગામો સંપર્ક વિહોણા

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જનતા હાલ પૂરના પાણીમાં ફસાયેલી છે અને અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમજ અનેક લોકો ઘર વિહોણા બન્યા છે, તેમજ હજુપણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ અતિ ગંભીર બની રહી છે, ત્યારે મુખ્યમંત્રીનું ડેશબોર્ડ તો ઠીક રાજ્યનો એકપણ મંત્રી આ વિસ્તારમાં ફરક્યા પણ નથી કે સમક્ષી પણ કરી નથી. ગઈકાલે જ 197 માર્ગે વાહનવ્યવહાર માટે બંધ કરાયા હતા.

ગીરસોમનાથમાં આફતનો વરસાદ વરસી છે. ઉનાના માણેકપુર  બાદ હવે રાજપરા બંદર પણ બેટમાં ફેરવાયું છે. કાંઠાળના તમામ ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે અમોદ્રા ગામ સંપર્ક વિહોણું બન્યુ હતુ. માણેકપુર, કાનાપણ, સનખડા, ગરાળ સહિતના ગામોમાં પાણી ઘુસ્યા છે. તો નવા વાજળી ગામે પુરના કારણે પુલ ધોવાઈ જતા પ્રાથમિક શાળાના બાળકો ફસાયા છે. મછુન્દ્રી નદી બે કાઠે વહેતી થઈ છે.અમરેલીના રાજુલામાં પાંચ કલાકમા પાંચ ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. રાજુલા પંથકના વિક્ટર, દાતરડી, ખેરા, પટાવા, ચાંચ સહિતના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. પરિણામે વિક્ટર ગામે આવેલો લેબર ક્વાર્ટર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. ઘરમાં કેડસમાણા પાણી ભરાતા લોકો અગાશી પર રાત વિતાવવા મજબૂર બન્યા હતા.

જૂનાગઢના માળિયા હાટિના ખાતે ભારે વરસાદમાં નાળાનુ ધોવાણ થતા જૂનાગઢથી સાસણ, મેદરડા, વિસાવદર, સત્તાધારને જોડતો હાઈવે બંધ થયો છે. જૂનાગઢથી સાસણ,મેંદરડા, વિસાવદર અને સત્તાધાર જતા હાઈવે પર ડુંગરપુર પાસે મોટુનાળુ બનાવવાનું કામ ચાલુ હતી .જોકે જુનુ નાળુ તુટતા મુખ્ય હાઈવે બંધ થઈ ગયો છે અને નવા નાળા પાસે કામ કરતા મુસાફરો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Related posts

રોજ 8 અરબ ડોલરનું નુકશાન, શું 14 એપ્રિલ બાદ લોકડાઉન ખતમ કરશે સરકાર

Nilesh Jethva

માત્ર 5 મીનિટમાં જ ખબર પડી જશે કોરોના છે કે નહીં, અમેરિકાથી ભારતમાં આવી રહી છે ખાસ કિટ

Pravin Makwana

કોરોના સામે જંગ: CM રુપાણી સહિત ગુજરાતના તમામ ધારાસભ્યોના એક વર્ષ સુધીના પગારમાં કાપ મુકાયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!