GSTV

મદદ/ કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકોને સાચવશે ગુજરાત સરકાર, 18 વર્ષ સુધી આપશે દર મહિને આટલી સહાય

રોગ

Last Updated on May 14, 2021 by Bansari

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કેટલાંય બાળકોએ કોરોનાથી સંક્રમિત માતા-પિતા ગુમાવ્યાં છે. આ અનાથ બાળકો માટે રૂપાણી સરકાર મદદે આવી છે. માતાપિતાની છત્રછાયા ગુમાવનારાં અનાથ-નિરાધાર બાળકને દર મહિને રૂા.4 હજાર સહાય કરવા સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

કોરોના

કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકોના ઉછેર માટે લેવાયો સંવેદનશીલ નિર્ણય

કોરોનાને લીધે ગુજરાતમાં મૃત્યુઆંક ચિંતાજનક છે. જોકે, હવે થોડાક રાહતના સમાચાર એછે કે, શહેરોમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે અને રિકવરી રેટ પણ વધી રહ્યો છે. આ સંજોગોમાં કેટલાંય માસુમ બાળકો એવા છે જેમણે કોરોના સંક્રમણને લીધે માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. હવે આ બાળકોના ઉછેરનો પ્રશ્ન ઉપસિૃથત થયો છે.

કોરોના

આ મુદ્દે રાજ્ય સરકારની કોર કમિટીએ વિચાર વિમર્શ કર્યો હતો.રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો હતો કે, કોરોનાની બિમારીમાં માતાપિતા ગુમાવનારાં અનાથ-નિરાધાર બાળકને દર મહિને રૂા.4 હજારની સહાય કરવામાં આવશે. આ અનાથ બાળકને 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. સરકારની સહાયને પગલે અનાથ-નિરાધાર બાળકના ઉછેરમાં અવરોધ નહી સર્જાય.

Read Also

Related posts

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

સ્ક્રેપ પોલિસી/ ગુજરાતમાં વાહનચાલકોને લાગશે ઝટકો : આ વર્ષ પહેલાં નોંધાયેલા વાહનો ભંગારમાં જશે, સરકાર લાગુ કરવા જઈ રહી છે આ પોલિસી

Pravin Makwana

સુરત: મંદિરમાં હરીભક્તો પર પ્રતિબંધ લગાવતા થયો હોબાળો, ભક્તોના પ્રવેશને રોકવા માટે બાઉન્સર મુક્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!