GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

કોરોના માટે રામબાણ એકટેમરા ઈન્જેક્શનમાં રૂપાણી સરકારની ખૂલી પોલ, સરકારનું છે માત્ર વાહવાહીનું ઇન્જેક્શન

રાજ્યના ડે.સીએમ નીતિન પટેલે કોરોના પોઝિટિવ દર્દીની સારવાર માટે એકટેમરા ઇંજેકશનને રામબાણ ગણાવીને કોરોના પોઝિટિવ દર્દીને આ ઇંજેકશન આપવાની વાતો કરી હતી, પરંતુ વરવી વાસ્તવિક્તા એ સામે આવી છે કે ગુજરાતમાં અત્યારસુધીમાં કોરોનાના હજારો કેસ નોંધાય ચૂક્યા છે. જેમાંથી માત્રને માત્ર 10 જ દર્દીને એકટેમરા નામનું આ ઇંજેકશન આપવામા આવ્યુ છે. ત્યારે સરકાર અને આરોગ્ય વિભાગના મોટામોટા દાવાઓની પોલ ખુલી ગઇ છે.

વાહવાહીનું ઈંજેGશન

  • નીતિન પટેલે એકટેમરા ઈંજેGશનને લઈને કર્યા હતા દાવા
  • કોરોના પોઝિટિવ દર્દીઓને જરૂર પડે એકટેમરા ઈંજેGશન આપવા બતાવી હતી તૈયારી
  • ગુજરાતમાં માત્ર દસેક જેટલા દર્દીને અપાયા છે એકટેમરા ઈંજેGશન
  • ૪૦ હજારથી વધુના એકટેમરા ઈંજેGશનને લઈને આરોગ્ય ખાતાની ખુલી પોલ

ગુજરાતમાં કોરોનાના દર્દીને ફરી સાજા કરવા સરકારે મોટા દાવા કર્યા હતા. જેમાં સરકાર અને આરોગ્ય વિભાગે એવા દાવા કર્યા હતા. કોરોના પેશન્ટની સારવાર માટે સરકાર પોતાના ખર્ચે 35 થી 40 હજારની કિંમતનું ઇંજેકશન આપવાની જરૂર પડશે તો આપશે. પરંતુ કોરોનાના દર્દીને મરવા નહીં દે. પરંતુ સરકાર અને આરોગ્ય વિભાગના આ દાવા માત્રને માત્ર કાગળ પર દોડતા ઘોડા જેવા સાબિત થયા છે. કેમકે કોરોના પેશન્ટ માટે જરૂરી 35 થી 40 હજારની કિંમતના એકટેમરા નામના ઇંજેકશનને લઇને મોટો ઘટસ્ફોટ થયો છે.

ઇંજેકશનની અછત

  • કોરોના માટે રામબાણ ગણાય છે એકટેમરા ઇંજેકશન
  • સરકાર અને આરોગ્ય વિભાગે કોરોનાના દર્દીઓને ઇંજેકશન આપવાનો કર્યો હતો દાવો
  • એકટેમરા ઇંજેકશનની ભારે અછત
  • ગુજરાતમાં હજારો પેશન્ટમાંથી માત્ર ૧૦ દર્દીને અપાયા ઇંજેકશન
  • કોરોનાના દર્દીને બે ઇંજેકશન આપવાના હોય છે
  • એક ઇંજેકશનની કિંમત ૪૦ હજાર આસપાસ
  • અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રભાકરે કર્યો ઇંજેકશનની અછતનો સ્વીકાર
  • કેમિસ્ટ ડ્રગિસ્ટ એસો.ના ચેરમેન જશુભાઇ પટેલે પણ કર્યો ઇંજેકશનની અછતનો સ્વીકાર
  • એકટેમરા ઇંજેકશનમાં હોય છે ટોસિલીઝુમેબ ડ્રગ

આરોગ્ય વિભાગના મોટામોટા દાવાઓની પોલ ખુલી

ડે.સીએમ નીતિન પટેલે કોરોના પોઝિટિવ દર્દીની સારવાર માટે એકટેમરા ઇંજેકશનને રામબાણ ગણાવીને કોરોના પોઝિટિવ દર્દીને આ ઇંજેકશન આપવાની વાતો કરી હતી. પરંતુ વરવી વાસ્તવિક્તા એ સામે આવી છે કે ગુજરાતમાં અત્યારસુધીમાં કોરોનાના હજારો કેસ નોંધાય ચૂક્યા છે. જેમાંથી માત્રને માત્ર 10 જ દર્દીને એકટેમરા નામનું આ ઇંજેકશન આપવામા આવ્યુ છે. ત્યારે સરકાર અને આરોગ્ય વિભાગના મોટામોટા દાવાઓની પોલ ખુલી ગઇ છે.

ન્ય દર્દીઓને શા માટે આ ઇંજેકશન અપાયા નથી

અહીં સવાલ થાય કે આખરે શા માટે ગુજરાતમાં હજારો કોરોના દર્દી હોવા છતા માત્રને માત્ર 10 દર્દીઓને જ આ મોંઘા ઇંજેકશન શા માટે અપાયા છે. અન્ય દર્દીઓને શા માટે આ ઇંજેકશન અપાયા નથી. તો અહીં હકિકત કહો કે ખાટલે મોટી ખોડ કહો. જે એકટેમરા ઇંજેકશનને કોરોના માટે રામબાણ ગણીને સરકારે પોતાના ખર્ચે આ ઇંજેકશન આપવાની મોટી મોટી વાતો કરી હતી. તે ઇંજેકશન બજારમાં ક્યાંય મળતું જ નથી. એમ કહીએ કે એકટેમરા ઇંજેકશનની બજારમાં એટલી અછત છે કે ડોકટરે પ્રિસ્ક્રાઇબ કરેલું આ ઇંજેકશન દર્દીના પરિજનોને લેવા માટે એક એક મેડિકલે જઇને પોતાના પગ તોડે તો પણ બધા જ મેડિકલ પરથી તેમને નકારમાં જ જવાબ મળે છે.

આ ઇંજેકશનની બજારમાં અછત

હવે સવાલ થાય કે એકટેમરા ઇંજેકશન ન હોવા છતા શા માટે તેને પ્રિસ્ક્રાઇબ કરાઇ રહ્યા છે. અને જો આ ઇંજેકશનની આટલી અછત હોય તો સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા શા માટે આ ઇંજેકશનનો ખર્ચ સરકાર ભોગવશે તેવા દાવા કરવામા આવી રહ્યા છે. એકટેમરા ઇંજેકશન મળતા જ નથી. આવો દાવો કોઇ બીજાએ નહીં પરંતુ અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડન્ટે એમ.એમ.પ્રભાકરે કર્યો છે…પ્રભાકરે કહ્યું છે કે અમદાવાદ સિવિલની કોવિડ હોસ્પિટલમાં અત્યારસુધીમાં 3270 દર્દીઓ દાખલ થયા છે તેમાંથી માત્રને માત્ર 10 જ દર્દીઓને એકટેમરા ઇંજેકશન આપવામા આવ્યા છે કેમકે આ ઇંજેકશનની બજારમાં અછત છે.

કટેમરા ઇંજેકશન જે ઇંજેકશન કોરોના માટે રામબાણ ગણાય છે

એકટેમરા ઇંજેકશન ઉપલબ્ધ ન હોવાની વાત અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે કરી. સાથોસાથ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેને જશુભાઇ પટેલે પણ એકટેમરા ઇંજેકશનની અછત હોવાની વાત જણાવી રહ્યા છે. એકટેમરા ઇંજેકશન જે ઇંજેકશન કોરોના માટે રામબાણ ગણાય છે. પરંતુ હાલમાં આ ઇંજેકશનની સ્થિતી એવી છેકે જાણે સંજીવની બુટ્ટી હોય અને આ બુટ્ટી હાલમાં ક્યાંય મળતી નથી. કોરોના પેશન્ટ માટે આ ઇંજેકશન જરૂરી છે પરંતુ સરકારે અને આરોગ્ય વિભાગે કરેલા દાવા હાલમાં કાગળ પરના દોડતા ઘોડા સાબિત થયા છે.

જેની 200 મિલિગ્રામની કિંમત અંદાજે 40 હજાર

ત્યારે આ ઇંજેકશનની શું વિશેષતા છે તેની વાત કરીએ તો એકટેમરા ઇંજેકશનમાં ટોસિલીઝુમેબ નામનું ડ્રગ આવે છે જે ખૂબજ કારગત નિવડે છે. કોરોનાના દર્દીને આ ઇંજેકશનની 200 મિલિગ્રામની વોયલ આપવાની હોય છે. આવા બે ઇંજેકશન એટલે કે કુલ 400 મિલિગ્રામનો ડોઝ આપવાનો હોય છે. જેની 200 મિલિગ્રામની કિંમત અંદાજે 40 હજાર એટલે કે બે ઇંજેકશન માટે કુલ 80 હજાર જેટલો ખર્ચ થાય છે. જો કે સમગ્ર ગુજરાતમાં અત્યારસુધીમાં માત્ર 10 પેશન્ટને જ આ ઇંજેકશન આપવામા આવ્યા છે…હાલ તો આ ઇંજેકશન બજારમાં ઉપલબ્ધ નથી. ત્યારે અહીં સવાલ એવો થાય છે કે શા માટે આ ઇંજેકશન સરળતાથી ઉપલબ્ધ બને તે માટેના પ્રયાસો હાથ ધરાઇ રહ્યા નથી.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!