GSTV

રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન, આજે ‘જ્ઞાન શક્તિ દિવસ’ની ઉજવણી

Last Updated on August 1, 2021 by Dhruv Brahmbhatt

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સરકારનું શાસન સંભાળ્યું તેના પાંચ વર્ષ આગામી છ જુલાઇએ પૂર્ણ થઇ રહ્યાં છે. જેના ભાગરૂપે તેની આજથી નવ દિવસની ઉજવણી શરૂ થવા જઇ રહી છે. આ ઉજવણીના નવેય દિવસ વિવિધ યોજનાઓનું અમલીકરણ, લોકાર્પણો તથા નવી જાહેરાતો થશે. આજે CM રૂપાણીની અધ્યક્ષતા હેઠળ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગરમાં ‘જ્ઞાન શક્તિ દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે.

૩૫ કરોડના ખર્ચે ૨૫૬ માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો કરાશે શુભારંભ

રાજ્યની ૧૦૦ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા ૫૧ ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહિત કુલ ૧૫૧ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત ૧૩૫ કરોડના ખર્ચે ૩ હજાર ૬૫૯ શાળાઓના તૈયાર થયેલા ૧૨ હજાર જેટલાં સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે. ૩૫ કરોડના ખર્ચે નિર્મિત ૨૫૬ માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ કરવામાં આવશે.

શોધ યોજના અંતર્ગત ૧૦૦૦ પી.એચ.ડી વિધાર્થીઓને સ્કોલરશીપ એનાયત, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ૨૦૦૮ વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઈ–ટેબલેટ વિતરણનો કાર્યક્રમ પણ યોજાશે. તો કોરોના કાળમાં મૃત્યુ પામેલ માતા પિતાના બાળકો માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા શિક્ષણમાં સહાય થવાની યોજનાનો શુભારંભ થશે.

મહત્વનું છે કે, ત્રીજી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્નોત્સવ હેઠળ સવા ચાર લાખ ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યકિતદીઠ 5 કિલો અનાજની કિટ વિનામૂલ્યે આપશે. તો 7મી ઓગસ્ટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ‘વતન પ્રેમ’ યોજનાનો પ્રારંભ કરશે. આ ઉપરાંત 4,000 કરોડ રૂપિયાના મોટા પ્રોજેકટના લોકાર્પણ-ખાતમૂર્હત કરશે. આ બંને નેતા વર્ચ્યુઅલ હાજરી આપશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!