GSTV
Ahmedabad Auto & Tech Trending ગુજરાત

વાહનચાલકો આનંદો/ રૂપાણી સરકાર ટુ વ્હિલરની ખરીદી પર 20 હજાર અને ફોર વ્હિલરમાં રૂપિયા 1.50 લાખની આપશે સબસિડી

ઇલેકટ્રીક

પેટ્રોલ ડિઝલના બેકાબૂ ભાવોને પગલે હવે લોકોએ ઇ-વ્હિકલ તરફ નજર માંડી છે.આ તરફ, રાજ્ય સરકારે પણ આગામી ચારેક વર્ષમાં ગુજરાતના માર્ગો પર બે લાખ ઇ- વ્હિકલ દોડતા કરવા લક્ષ્યાંક રાખ્યો છે. વાયુ-ધ્વનિ પ્રદુષણને ઘટાડવા અને પર્યાવરણ જળવાઇ રહે તેવા હેતુસર રાજ્ય સરકારે ગુજરાત ઇલેકટ્રીક પોલીસી-2021 જાહેર કરી છે. રાજ્ય સરકારે ઇલે.વ્હિકલ માટે રૂા.20 હજારથી માંડીને દોઢ લાખ સુધી સબસીડી આપવા નક્કી કર્યુ છે.

ઇલેક્ટ્રિક

ગુજરાત ઇલેકટ્રીક પોલીસી-2021 જાહેર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવી આશા વ્યક્ત કરી કે, આ પોલીસીને કારણે ઇ-વ્હિકલની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે.આ ઉપરાંત ઇ-વ્હિકલના ડ્રાઇવીંગ, વેચાણ, િધરાણ,સર્વિસીંગ અને ચાર્જિગ વગેરે ક્ષેત્રમાં લોકોને રોજગારીની તકો ઉપલબૃધ થશે.

ચાર વર્ષમાં બે લાખ ઇ વ્હિકલ દોડતા કરવાનો લક્ષ્યાંક

ઇલેકટ્રીક વ્હિકલનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય, ઇ વ્હિકલના સાધન સામગ્રીના ઉત્પાદનનુ મેન્યુફેકચરીંગ હબ બનાવવુ ,ઇલેક્ટ્રીક મોબીલીટી ક્ષેત્રમાં યુવા સ્ટાર્ટઅપ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા પર વિશેષ ભાર મૂકયો છે.આગામી ચાર વર્ષમાં બે લાખ ઇ વ્હિકલ દોડતા કરવાનો લક્ષ્યાંક છે જેમાં 1.10 લાખ ટુ વ્હિલર,70 હજાર થ્રી વ્હિલર અને 20 હજાર ફોર વ્હિલરનો સમાવેશ થાય છે. આ ઇ વ્હિલરનો પ્રતિ કિમી વપરાશ ખર્ચ અન્ય વાહન કરતાં 30-50 ટકા ઓછો આવે છે.

સરકાર

ચાર લાખ ઇ વ્હિકલના વપરાશથી પાંચ કરોડના ઇંધણની બચત થશે. એટલુ જ નહીં, 6 લાખ ટન કાર્બન ઉત્સર્જન ઘટશે તેવો અંદાજ છે તેવો ઉલ્લેખ કરતાં રૂપાણીએ કહ્યું કે, ઇ-વ્હિકલની ખરીદી માટે વાહનના કિલોવોટ દીઠ રૂા.10 હજારની સબસિડી અપાશે. સમગ્ર દેશમાં પ્રતિ કિલોવોટ સબસિડી આપવામાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે.

આ સબસિડીને કારણે ગુજરાત સરકાર પર રૂા.870 કરોડનો બોજો પડશે. ઇલેકટ્રીક ટુ વ્હિલર માટે રૂા.20 હજાર,થ્રી વ્હિલર માટે રૂા.50 હજાર અને ફોર વ્હિલર માટે રૂા.1.50 લાખ સબસિડી આપવામાં આવશે.સબસિડીની રકમ ઇ-વ્હિકલ ખરીદનારાના બેંકના ખાતામાં સીધા જ જમા થશે.આ ઉપરાંત ઇ વ્હિકલને આરટીઓ દ્વારા મોંટર નોધણી ફીમાંથી મુક્તિ અપાઇ છે.

ઇલેક્ટ્રિક

ગુજરાત ઇલેક્ટ્રિક પોલિસી-2021ની વિશેષતા

  • ઇ વ્હીકલને આરટીઓ વાહન નોંધણી ફીમાંથી મુક્તિ
  • ઇ-વ્હીકલની ખરીદી માટે વાહનના કિલોવોટ દીઠ રૂા.10 હજારની સબસિડી
  • ઇલેકટ્રીક ટુ વ્હિલર માટે રૂા.20 હજાર,થ્રી વ્હિલર માટે રૂા.50 હજાર અને ફોર વ્હીલર માટે રૂા.1.50 લાખ સબસિડી
  • કોઇપણ વાહનના પ્રકારને ધ્યાનમાં લીધા સિવાય સબસિડી અપાશે
  • સબસિડીની રકમ ઇ-વ્હીકલ ખરીદનારાના બેંકના ખાતામાં સીધા જ જમા થશે
  • આગામી દિવસોમાં વધુ 250 ચાર્જીગ સ્ટેશન ઉભા કરાશે
  • આખાય રાજ્યમાં 528 ચાર્જીગ સ્ટેશનનું નેટવર્ક સૃથપાશે
  • પેટ્રોલપંપોને ય ચાર્જીગ સ્ટેશન માટે મંજૂરી અપાશે
  • હાઉસીંગ અને કોમર્શિયલ બાંધકામોમાં ય ચાર્જીગ સ્ટેશન ઉભા કરવા આયોજન
  • ઇ વ્હીકલના વપરાશથી પાંચ કરોડના ઇંધણની બચત થશે,6 લાખ ટન કાર્બન ઉત્સર્જન ઘટશે

હાલમાં ગુજરાતમાં 278 ચાર્જિગ સ્ટેશન છે જયારે આગામી દિવસોમાં વધુ 250 ચાર્જીગ સ્ટેશન ઉભા કરાશે.જેના માટે 25 ટકા કેપિટલ સબસીડી પણ અપાશે.આખાય રાજ્યમાં 528 ચાર્જીગ સ્ટેશનનું ઇન્ફાસ્ટ્રચર ઉભુ કરવામાં આવનાર છે.પેટ્રોલપંપોને ય ચાર્જીગ સ્ટેશન માટે મંજૂરી આપવા વિચારાયુ છે.

હાઉસીંગ અને કોમર્શિયલ બાંધકામોમાં ય ચાર્જીગ સ્ટેશન ઉભા કરવા ખાસ જોગવાઇ કરાઇ છે. ઇ-વ્હિકલના ઉત્પાદકોને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલીસી સહિત અન્ય પોલીસી હેઠળ પણ ઇન્સેટીવ આપવા નક્કી કરાયુ છે. રાજ્ય સરકારે આ પોલીસીના અસરકારક આયોજન,અમલ અને રિવ્યુ માટે બંદરો-વાહન વ્યવહાર વિભાગને જવાબદારી સોંપી છે.

Read Also

Related posts

બોલો મકાનમાં દારૂનું બનાવ્યું ગોડાઉન! પોલીસ પણ દરોડા દરમ્યાન ચોંકી ઉઠી, 11.26 લાખનો મુદ્દામાલ ઝડપાયો

pratikshah

મચ્છર મારવાના રેકેટમાં કેટલા વોલ્ટનો કરંટ હોય છે ? જો એટલો જ ઝાટકો આપણને લાગે તો ?

Padma Patel

ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન

Hina Vaja
GSTV