GSTV
Gujarat Government Advertisement

રૂપાણી સરકારની ઈચ્છા શક્તિના અભાવે અમદાવાદમાં ન નીકળી રથયાત્રા, સરકાર સામે વધ્યો વિરોધ

રૂપાણી સરકાર

Last Updated on June 24, 2020 by Arohi

ગુજરાત સરકારની સકારાત્મક પ્રબળ ઈચ્છા શક્તિના અભાવે ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા યોજી શકાઇ નથી. હિન્દુ સમાજ આ માટે વર્તમાન સરકારને ક્યારેય માફ નહીં કરે તેમ વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પારંપરિક ઢબે નહીં યોજાવવા મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદે આકરા શબ્દોમાં ગુજરાતની વર્તમાન સરકાર અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીમંડળની ટીકા કરી હતી.

સરકારે દેખાડો કરવા પૂરતી જ કરી અરજી

રૂપાણી સરકાર

વીએચપીએ જણાવ્યું કે, ‘હાઇકોર્ટમાં રીવ્યુ અરજી કરવામાં ૩ દિવસ સુધી અગમ્ય-ગુઢ મૌન રાખી રીવ્યુ પીટીશન કરવામાં વધારે પડતો વિલંબ દર્શાવે છે કે સરકારે માત્ર પોતે પ્રયત્નશીલ છે તેવો દેખાડો કરવા પૂરતી જ અરજી કરી હતી. સરકારની યોગ્ય સમયની નિષ્ક્રિયતા ખેદજનક છે. આ ઉપરાંત જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ ખરેખર રથયાત્રા કાઢીને પરંપરા જાળવવાની પ્રબળ ઇચ્છા ધરાવતા હતા તો કોર્ટમાં સચોટ રજૂઆત કરવામાં કેમ કાચા પડયા.આ ઉપરાંત હાઇકોર્ટે રથયાત્રા કાઢવા બાબતે પ્રતિબંધ મૂકતો હૂકમ કર્યો તો તેના વિરુદ્ધ કોર્ટમાં કેમ રીવ્યુ પીટીશન ન કરી. જેના સ્થાને તેમણે રથ મંદિર પરિસરમાં જ ફરશે, લોકો ટીવીના માધ્યમથી જ ભગવાનના દર્શન કરે તેવો અનુરોધ કર્યો હતો.

શું કહે છે મહંત-ટ્રસ્ટીઓ?

મંદિરના મહંત -ટ્રસ્ટીએ આ નિર્ણય લેવાને બદલે હાઇકોર્ટમાં રીવ્યુ પીટીશન કરીને રથયાત્રા કાઢવા પ્રબળ દાવો કર્યો હોત તો સુપ્રીમ કોર્ટ જેમ ગુજરાત હાઇકોર્ટ પણ શરતોને આધિન પરવાનગી આપત. મંદિરના મહંત-ટ્રસ્ટીઓએ ધ્યાન રાખવું જોઇએ કે તેઓ મંદિરના માત્ર વ્યવસ્થાપકો છે, માલિકો નહીં. માલિક ભાવિક ભક્તો છે, તેથી તેમની ભાવનાનું સન્માન કરીને તેનું પ્રતિબિંબ પડવાની જવાબદારી મહંત તથા ટ્રસ્ટીઓની છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ગઢમાં ગાબડું/ સુરતઃ આપ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ, આમ આદમી પાર્ટી પર BJPએ કર્યો ગંભીર આક્ષેપ

Zainul Ansari

જુનાગઢ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોને આકાશમાંથી રાતે અજાણ્યા પ્રકાશના ટપકાં જોવા મળતા લોકોમાં કુતૂહલ, અનેક તર્કવિતર્ક

Zainul Ansari

સગીરાને સોશિયલ માઘ્યમ થકી બનેલી મિત્રતામાં બની દુષ્કર્મનો શિકાર, પ્રેમના પુષ્પો ખિલ્યા અને ચોંકાવનારું આવ્યું પરિણામ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!