GSTV
Home » News » રૂપાણી સરકાર છે કરોડપતિ ધારાસભ્યોની સરકાર, સંપતિના આંક વાંચશો તો ચોંકી જશો

રૂપાણી સરકાર છે કરોડપતિ ધારાસભ્યોની સરકાર, સંપતિના આંક વાંચશો તો ચોંકી જશો

હમણાં ગુજરાત વિધાનસભાનું સત્ર મળ્યુ તેમાં પ્રજાલક્ષી મુદ્દાઓ અને સમસ્યાઓની વાત બાજુએ રાખીને સરકારે તમામ ધારાસભ્યોના પગાર અધધ 65 ટકા વધારી દીધા. ત્યારે પ્રજાજનોમાં ભારે રોષ ફેલાયો છે જાણીને નવાઈ લાગે કે 182 ધારાસભ્યોમાંથી 141 કરોડપતિ છે. છતાંય એમ કહેવાતું હતું કે ધારાસભ્યોને પગાર ઓછો પડતો હતો. અને ખર્ચમાં પહોંચી વળતા ન હતા.

ભાજપ-કોંગ્રેસના નેતાઓ ભલે અનેક મુદ્દે આમને સામને હોય. પણ જ્યાં પગારની વાત આવે ત્યારે બધું જ ભૂલી જઈને એકબીજા સાથે હરખાય તેમાં કોઈ બેમત નથી. ભલે સામાન્ય પ્રજા પેટ્રોલ ડીઝલ સહિત અન્ય મોંઘી ચીજવસ્તુઓથી પરેશાન હોય. પણ સરકાર માને તે કે પ્રજાને મોંઘવારી નથી નડતી. મોંઘવારી તો નેતાને નડે છે તેવું ચિત્ર ઉભુ કર્યું અને ધારાસભ્યોનો પગાર એક ઝાટકે 65 ટકા જેટલો વધારી દીધો. કરોડપતિ નેતાઓને જાણે ખર્ચમાં પહોંચી વળતા ન હોય તેમ તમામ ધારાસભ્યોનો પગાર મહિને 1 લાખ 16 કરી દીધો. જ્યારે પ્રધાનો, વિધાનસભામાં મહત્વનો હોદ્દો ધરાવનારાઓનો પગાર 1 લાખ 32 હજાર કરી દીધો.

પગારવધારો થયો તેવા ગુજરાતના ૧૮૨ ધારાસભ્યોમાંથી ૧૪૧ કરોડોની સંપત્તિ ધરાવે છે એટલેક કે 77 ટકા ધારાસભ્યો કરોડપતિ છે. ભાજપના ૯૯માંથી ૮૪,  કોંગ્રેસના ૭૭માંથી ૫૪ ધારાસભ્યો કરોડપતિ છે. તો ભારતીય ટ્રાયબલ પાર્ટીના ૨ અને એનસીપીના ૧ ધારાસભ્ય પણ કરોડપતિ છે. ૧૮૨ ધારાસભ્યોની સરેરાશ રૂ. ૮.૦૩ કરોડની સંપત્તિ ધરાવે છે.

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ દ્વારા 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ જારી કરવામાં આવેલી વિગતો અનુસાર ભાજપના સૌરભ પટેલ સૌથી વધુ રૂ. ૧૨૩ કરોડની સંપત્તિ ધરાવે છે. ભાજપના જ ધનજીભાઇ પટેલ, કોંગ્રેસના જવાહર ચાવડાની પણ રૂ. ૧૦૦ કરોડથી વધુની સંપત્તિ છે. ડિસેમ્બર ૨૦૧૭ અનુસાર સૌથી ઓછી સંપત્તિ હોય તેવા ધારાસભ્યોમાં રૂ. ૧૦.૨૫ લાખ સાથે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો સમાવેશ થાય છે.

Related posts

CM રૂપાણીનાં દિલ્હીમાં ધામા: પેટાચૂંટણી સંદર્ભે પક્ષ પ્રમુખ અમિત શાહ સાથે કરી ચર્ચા

Riyaz Parmar

પંચમહાલમાં 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ, સીએમ રૂપાણીએ ખેડૂતોની આવકને લઈને કર્યો આ ખૂલાશો

Nilesh Jethva

ઠાકોર સેનાના થયા બે ભાગ, રામજી ઠાકોર પાસેથી પ્રમુખ પદ આંચકી લેવાતા સમાજમાં રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!