રાજ્ય કક્ષાનાં મંત્રી પરષોત્તમ સોલંકીની તબિયત બગડી છે. જેના કારણે તેમને સિંગાપોર મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યાં છે. આ પહેલા પણ તેમને સારવાર માટે સિંગાપોર લઇ જવાયા હતાં. નોંધનીય છે કે મોદી સરકારથી મંત્રીમંડળમાં સ્થાન મેળવતાં આવેલા કોળી સમાજના આગેવાન ગણાતા પરષોત્તમ સોલંકી સિવિયર ડાયાબિટીસની અનિયમિતતાથી ઊભી થયેલી તકલીફોથી પીડિતા હતાં. તેમને પહેલા લિવર ફંકશનિંગ ખૂબ ઓછું થઇ ગયું હતું. વારંવાર ડાયાલીસીસ માટે એપોલોમાં હોસ્પિટલાઇઝ કરવા પડતાં હતાં.
સોલંકી પોતાની નારાજગી વ્યક્ત કરવા સીએમને મળવા પણ હતાં
મહત્વનું છે કે જ્યારે રૂપાણી સરકારે ખાતાની ફાળવણી કરી ત્યારે મંત્રી પરસોત્તમ સોલંકી નારાજ થયા હતાં. તેમને ત્યારે મત્સ્ય ઉદ્યોગ ખાતુ સોંપવામાં આવ્યું હતું. સોલંકી પોતાની નારાજગી વ્યક્ત કરવા સીએમને મળવા પણ હતાં. તેમણે જણાવ્યું હતું કે, પાંચ વખત જીત્યા પછી પણ મત્સ્ય ઉદ્યોગ જેવું એક માત્ર ખાતું સંભાળતા મને સંકોચ થાય છે.
ભાઇની તબિયત આમ તો ઠીક છે
સોલંકીએ રુપાણી પર સીધું નિશાન તાકતા કહ્યું હતું કે, સીએમ પોતે 12 ખાતાં લઈને બેઠા છે, ત્યારે મને વધારે જવાબદારી સોંપવામાં શું વાંધો છે? બધા સમાજનું કામ કરી શકું તેવું ખાતું મળે તો હું પણ સારી રીતે કામ કરી શકું. પરસોતમ સોલંકીના નાના ભાઇ અને પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાઇની તબિયત આમ તો ઠીક છે અને રૂટિન ચેક અપ માટે સિંગાપોર લઇ જઇએ છીએ.
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી