GSTV
Gujarat Government Advertisement

રૂપાણી સરકારે ભલે આપી પણ આ 2 કમિશ્નરોએ ન આપી છૂટછાટ, અહીં તો દુકાનો નહીં જ ખુલે

Lockdown

Last Updated on April 26, 2020 by Pravin Makwana

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી હોટસ્પોટ ગણાતા વિસ્તારોમાં ધીમે ધીમે છુટછાટનો અમલ કરાવાઈ રહ્યો છે. રાજ્યમાં કુલ અત્યાર સુધીના કુલ કેસોના 65 ટકા કેસો અમદાવાદમાં છે ત્યારે શહેરમાં હવે ચોક્કસ નિયમો હેઠળ દુકાનો સહિત બજારો ખોલવાની મંજૂરી અપાઈ છે. અમદાવાદ શહેરમાં જ્યાં સૌથી વધારે કોરોનાના કેસ છે. તે વિસ્તારો સિવાય અન્ય વિસ્તારોમાં દુકાન ખોલી સામાન્ય જનજીવન બનાવવા તૈયારીઓ કરાઈ છે. રાજ્યમાં હાલમાં સૌથી વધારે કેસ અમદાવાદ અને સુરતમાં છે. મ્યુન્સિપલ કમિશ્રર વિજય નહેરાના જણાવ્યા અનુસાર શહેરમાં કેસ વધવાની સંભાવના છે.

કન્ટેઈનમેઇન્ટ એરિયામાં છૂટછાટ આપવી ભારે પડશે

આ સ્થિતિમાં કન્ટેઈનમેઇન્ટ એરિયામાં છૂટછાટ આપવી ભારે પડશે. સુરતમાં મહાનાગરપાલિકા વિસ્તારમાં જ્યાં પોઝિટીવ કેસ હોય તેમજ હોટસ્પોટ વિસ્તાર હોય તેની 3 કિલોમીટરની ત્રિજ્યામાં 5મી મે સુધી દુકાન ખોલવાની મંજૂરી નહીં મળે. જોકે, જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે પણ સુરત અને અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનમાં ગુજરાત સરકારે આજે આપેલી છૂટછાટનો કોઈ લાભ નહીં મળે. સુરતમાં આજે 24 કેસો નોંધાયા છે. ગઈકાલે સુરતમા 455 કેસ હતા જે વધીને 479એ પહોંચ્યા છે.

જેને પગલે કમિશ્નરે 25મી જુલાઈ સાંજના 6 વાગ્યાથી નવો આદેશ ન થાય ત્યાં સુધી જમાલપુર, ખાડિયા, દરિયા પુર અને શાહપુર તેમજ દાણીલીમડા અને બહેરામપુરા એ છ વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે લાગુ કરાયું છે. જેમાં હાલની પરિસ્થિતિમાં કોઈ જાતની છૂટછાટ નહીં મળે. 

નિયંત્રણો સાથે  છૂટછાટ

પરંતુ અમદાવાદના તમામ 42 વિસ્તારોમાં નિયંત્રણો સાથે  છૂટછાટ મળશે. જો નિયમોનું પાલન નહીં થાય તો દુકાનદારો પર પણ કાર્યવાહી થઈ શકે છે. જે વિસ્તારોમાં કોરોના સંક્રમણ જેવું લાગે ત્યાં અધિકારીઓ દુકાન બંધ રખાવી શકે છે. અધિકારીઓની ટીમો દ્વારા દુકાનદારોને માસ્ક પહેરવાના, સેનિટાઈઝર, સ્વચ્છતા જાળવવાની, સોશ્યલ ડિસ્ટન્સના નિયમો સાથે છૂટછાટ મળશે. આ 6 એરિયામાં રાજ્ય સરકારે આપેલી છૂટછાટનો પણ કોઈને લાભ મળશે નહીં. સુરતમાં દિવસેને દિવસે કેસો વધી રહ્યાં છે.

રાજ્યમાં અમદાવાદ બાદ સુરતમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે જો સુરતીલાલાઓ લોકડાઉનનું ચુસ્તપણે પાલન નહીં કરે તો મે મહિનાના અંતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દોઢ લાખને પાર પહોંચે તેવી ભીતિ સેવાઇ રહી છે. સુરત મહાનગરપાલિકાના કમશિનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે સોશિયલ ડિસ્ટનસિંગ ન જાળવવામાં આવે તો સુરતમાં કેસ વધવાની પૂરેપૂરી શકયતાઓ છે.

Coronaની સંખ્યામાં થઈ શકે છે વધારો

હાલ જે કોરોનાવાયરસ દર્દીઓની સંખ્યા સામે આવી છે તે પ્રમાણે ડબ્લિંગ રેટ ઉપર નજર કરવામાં આવે તો 10 દિવસનો ડબલિંગ રેટ હશે તો 31 મે સુધીમાં 32 હજાર કેસ નોંધાઇ શકે છે. જો 7 દિવસનો ડબલિંગ રેટ હોય તો 64 હજાર કેસ નોંધાઇ શકે છે. જ્યારે કે 5 દિવસનો ડબલિંગ રેટ નોંધાય તો 80 હજાર કેસ થઇ શકે છે. પરંતુ જો 3 દિવસનો ડબલિંગ રેટ થશે તો કોરોનાના કુલ કેસની સંખ્યા 1 લાખ 64 હજાર પર પહોંચી શકે છે. બંછાનિધિ પાનીએ જણાવ્યું કે જો લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે તો આ આંકડાઓને રોકી શકાય છે.

જો આ નિયમોનું પાલન નહીં કરે તો તેવા દુકાનદારો પર કાર્યવાહી કરવામાં આવશે. 169 નવા કેસ બાદ આજના છેલ્લા 7 લોકોના મોત થયા છે. તો આજના દિવસ દરમિયાન સાંજે 6 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં સારવાર હેઠળની સંખ્યા 1595 થઈ છે. જેમાંના 33 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 1562 લોકો સ્ટેબલ છે. એસવીપી હોસ્પિટલમાં 470, સમરસમાં 482, સીવીલમાં 584 એવી રીતે દર્દીઓ હજુ દાખલ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ/ GIDCમાં મુખ્યમંત્રીએ નવનર્મિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, વટવાના 700 જેટલા ઉદ્યોગોને મળશે લાભ

pratik shah

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana

અમદાવાદ: સોલા વિસ્તારમાં નાની લારી ચલાવી ગુજરાન ચલાવતા દંપતિને ત્રણ શખ્સો હેરાન કરતા પોલીસે રક્ષણ આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!