GSTV
Gujarat Government Advertisement

પરીક્ષાર્થીઓના હોબાળા બાદ સરકાર જાગી, એલઆરડીની ભરતીમાં વેઈટિંગ લિસ્ટ અંગે રૂપાણી સરકારે કરી મહત્વની જાહેરાત

Last Updated on December 6, 2019 by Karan

લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગોની ભરતીઓમાં ૨૦ ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ કોઇ એક જ સંવર્ગ માટે પરીક્ષાઓ યોજાતી હોય માત્ર તેવા પ્રસંગોએ જ અત્યાર સુધી વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવતું હોય છે. પરંતુ, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં એકથી વધુ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી – ૨૦૧૯માં લેવાયેલા પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવ્યું ન હતું.

  • લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ ભરતીઓમાં ૨૦ ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવશે
  • સામાન્ય વહીવટ વિભાગના પ્રવર્તમાન નિયમોમાં છૂટછાટ આપીને ખાસ કિસ્સામાં ભરતીની છૂટ અપાઈ
  • રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ૧.૨૦ લાખ યુવાનોને સરકારી નોકરી આપી
  • ગૃહ વિભાગ દ્વારા છેલ્લા ૧૧ વર્ષમાં ૬૭ હજારથી વધુ યુવાનોને સરકારી સેવામાં જોડ્યા

વય પૂરી થઈ જવાનો ઉમેદવારોને નહીં રહે ડર

યુવાનોને સરકારી સેવામાં તક મળે એ માટે આવા નિયમોમાંથી છૂટછાટ આપીને ગૃહ વિભાગ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં ખાસ કિસ્સામાં આ વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલી પરીક્ષામાં વિવિધ સંવર્ગમાં જે ભરતીઓ થઇ છે તેમાં યુવાનો ઘણી વાર હાજર થતા નથી તથા અન્ય જગ્યાએ નિમણૂક થતાં પણ નોકરી છોડીને જતા રહેતા હોય છે. તેમજ ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઇ જતી હોઇ, તેવા ઉમેદવારોને પણ તક મળે તે આશયથી આવી ખાલી પડેલ જગ્યાઓ ભરવા સારૂ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી – ૨૦૧૯માં લેવામાં આવેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવશે.

છેલ્લા ૧૧ વર્ષમાં ૬૭ હજારથી વધુ યુવાનોની ભરતી

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૧.૨૦ લાખથી વધુ યુવાનોને જુદા-જુદા વિભાગો હસ્તકની વિવિધ કેડરમાં ભરતી કરીને સરકારી સેવાઓમાં રોજગારી પૂરી પાડી છે, તે જ રીતે ગૃહ વિભાગમાં પણ છેલ્લા ૧૧ વર્ષમાં ૬૭ હજારથી વધુ યુવાનોની ભરતી કરીને નોકરી પૂરી પાડી છે. તેમજ લોકરક્ષકમાં પણ ચાલુ વર્ષમાં ૮,૧૩૫ યુવાનોને નોકરીની તકો પૂરી પાડી જિલ્લા ફાળવણી કરી દેવામાં આવી છે. ૧,૫૭૮ જેટલી સામાન્ય સંવર્ગની મહિલા લોકરક્ષકની જગ્યા માટેની દસ્તાવેજ ચકાસણી અને અન્ય કામગીરી પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ થયેથી ટુંક સમયમાં તેઓનું પણ પરિણામ પ્રસિધ્ધ કરી જિલ્લા ફાળવણી કરવામાં આવશે. તે જ રીતે ગૃહ વિભાગ હસ્તકના પોલીસ ખાતાની વિવિધ કેડરમાં આગામી વર્ષમાં પણ ૧૨ હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને યુવાનોને સરકારી નોકરીની તકો ઉપલબ્ધ થશે.

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana

અલવિદા: ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!