GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

રૂપાણી સરકારે મોદીનું સપનું કર્યું પૂર્ણ, ગુજરાતની પ્રથમ મેટ્રો અમદાવાદમાં દોડશે

metro rail in ahmedabad

અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેનના પહેલા તબક્કાની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવીને મેટ્રો રેલ સેવાનો પ્રારંભ કરાવ્યો છે. પીએમ મોદીએ મેટ્રોમાં બેસીને સવારી પણ કરી. હાલ આ પહેલો તબક્કો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી શરૂ કરાયો છે. તો પીએમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. 6 માર્ચથી સામાન્ય જનતા માટે મેટ્રો ટ્રેનની મુસાફરી કરી શકશે. આ પ્રથમ તબક્કામાં વસ્ત્રાલ ગામથી શરૂ થઈને વસ્ત્રાલ, નિરાંત ચોકડી, રબારી કોલોની, અમરાઈ વાડી અને એપરલ પાર્ક એમ છ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ મેટ્ર ટ્રેન સંપૂર્ણ ઓટોમેટેક સંચાલિત છે. જોકે ટ્રેન પાયલટની હાજરી રહેશે.

અમદાવાદમા મેટ્રો રેલને લીલી ઝંડી તો આપી દેવામા આવી છે અને બુધવારથી નાગરિકો તેમાં મુસાફરી કરશે. પરંતુ હજી મેટ્રો રેલ સ્ટેશનની કામગીરી પુર્ણ થઇ નથી. મોદી દ્વારા ખુલ્લા મુકવામા આવેલા 6.5 કીલોમીટરનો એપરલ પાર્કથી વસ્ત્રાલના રુટમા 6 સ્ટેશન આવે છે. વસ્ત્રાલ ગામ, નીરાત ચોકડી, વસ્ત્રાલ-રબારી કોલોની, અમરાઇવાડી, એપરલપાર્ક, આ સ્ટેશનમાંથી મોદીજીએ જ્યાંથી લોકાર્પણ કર્યું તે વસ્ત્રાલ ગામ-નીંરાત ચોકડીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે બાકીના સ્ટેશનોની કામગીરી હજી બાકી છે.

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!