GSTV
Gujarat Government Advertisement

રૂા. 50 હજાર સુધીની લોન લેનારા નાના ઉદ્યોગોને રૂપાણી સરકારની મોટી ભેટ, આપી આ રાહત

Last Updated on August 23, 2020 by Mansi Patel

કોરોના સંક્રમણમાંથી ગુજરાત સરકારે ધીમી ગતિએ રાજ્યને બહાર કાઢી લાવ્યા બાદ વિકાસને વેગ આપવા રૂા. 50 હજાર સુધીની લોન લેનારા ઉદ્યોગો કે સ્ટાર્ટ અપને સ્ટેમ્પ ડયૂટી ભરવામાંથી 31મી ઓક્ટોબર સુધી માફી આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણયનો લાભ ગુજરાતના 25000 નાના એકમોને મળશે. આ સાથે જ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ રૂા. 10,000 સુધીની કાર્યકારી મૂડી મેળવનારા બે લાખ સ્ટ્રીટ વેન્ડર્સને રૂા. 6 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડયૂટી માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાના ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા

કોરોના વાઈરસની અસર હેઠળ લથડી રહેલા અર્થતંત્ર, વેપાર-ઉદ્યોગને પુન: ધબકતાં કરવા માટે નાના ઉદ્યોગો અને બે લાખ સ્ટ્રીટ વેન્ડર્સને રૂા. 7.75 કરોડની સ્ટેમ્પ ડયૂટી માપ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો છે. કોરોના સંક્રમણની મહામારીની અસર હેઠળ આવેલા નાના ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્ટેમ્પ ડયૂટીમાંથી મુક્તિ આપવાનો સરકારે નિર્ણય કર્યો

નાના વેપારીઓને લાબ આપવાની આ યોજના હેઠળ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મ નિર્ભર મની સ્કીમ હેઠળ રૂા. 10,000ની વર્કિંગ કેપિટલની લોન મેળવનારા બે લાખ જેટલા લાભાર્થીને પણ સ્ટેમ્પ ડયૂટીમાંથી મુક્તિ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. રૂા. 10,000ની મૂડી લોન માટે રૂ.300ની સ્ટેમ્પ ડયૂટી જમા કરાવવાની થાય છે.

7.75 કરોડની માફી આપવાનો નિર્ણય લીધો

કોરોનાના સંક્રમણને કારણે ધંધારોજગારને ખાસ્સી અસર પહોંચી હોવાથી નાના ઉદ્યોગો અને સ્ટાર્ટ અપને 50,000 સુધીની લોન અને શેરીમાં ફેરી કરનારાઓને આજીવિકા રળવા મળી સકે તે માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ હેઠળ લેવામાં આવતી લોન પર તેમણે સ્ટેમ્પ ડયૂટી ન ભરવી પડે તે માટે રૂા. 7.75 કરોડની માફી આપવાનો નિર્ણય લીધો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સરકાર વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી એક ગાઈડ લાઈન કરે તૈયાર, સખ્ત નિયંત્રણોથી વેપારીઓ નારાજ!

pratik shah

સરકાર મૂંગીમંતર/ ખાદ્યતેલોની માંગમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો છતાં ભાવમાં 25 ટકાનો વધારો, ગરીબોને પાણીમાં વઘાર કરવો પડે તેવા ભાવ

Pritesh Mehta

દેશમાં રહેવા માટે આ શહેર છે સૌથી શ્રેષ્ઠઃ હોસ્પિટાલિટીથી લઈને તમામ સુવિધાઓથી છે સજ્જ, અમદાવાદનો છે આ નંબર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!