GSTV
Gujarat Government Advertisement

કોરોનાથી ગુજરાતીઓને બચાવવામાં રૂપાણી સરકાર અસફળ, આ 2 રાજ્યમાં ગુજરાત જેટલા જ કેસ છતાં મૃત્યુદર અડધાથી ઓછો

કોરોના

Last Updated on May 12, 2020 by Ankita Trada

  • 1 હજારથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં સૌથી વધુ મૃત્યુદરમાં ગુજરાત ત્રીજા સ્થાને
  • તામિલનાડુમાં માત્ર 0.66%, મહારાષ્ટ્રમાં 3.75 જ્યારે ગુજરાતમાં 6.01%નો મૃત્યુદર

ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક ૮૫૪૨ જ્યારે તેનાથી થયેલા મૃત્યુનો આંક ૫૧૩ થઇ ગયો છે. હાલ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ એવા રાજ્યો છે જ્યાં કોરોનાના કુલ કેસનો આંક ૮ હજારને પાર થયેલો છે. જોકે, આ બંને રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં મૃત્યુદર અડધા કરતાં પણ ઓછો છે. મહારાષ્ટ્રમાં ૨૨૧૭૧ કેસ-૮૩૨ મૃત્યુ સાથે મૃત્યુદર૩.૭૫%, તામિલનાડુમાં ૮૦૦૨ કેસ-૫૩ મૃત્યુ સાથે મૃત્યુદર ૦.૬૬% જ્યારે ગુજરાતમાં મૃત્યુદર ૬.૦૧% છે.

Corona

વધુ મૃત્યુદર મામલે ગુજરાત ત્રીજા સ્થાને

ભારતમાં કુલ એવા ૧૧ રાજ્યો છે જ્યાં કોરોના કુલ કેસનો આંક ૧ હજારને પાર થયેલો છે. જે રાજ્યોમાં ૧ હજારથી વધુ કેસ હોય તેમાં પશ્ચિમ બંગાળ ૯.૧૧% સાથે સૌથી વધુ મૃત્યુદર ધરાવે છે. પશ્ચિમ બંગાળમાં ૨૦૬૩ કેસ સામે ૧૯૦ના મૃત્યુ થયા છે અને ત્યાંનો મૃત્યુદર ૯.૧૧% છે. સૌથી વધુ મૃત્યુદરમાં પંજાબ ૮.૯૫% સાથે બીજા સ્થાને છે જ્યાં ૧૮૭૭ કેસ સામે ૩૧ના મૃત્યુ થયેલા છે. ગુજરાતમાં કુલ ૮૫૪૨ કેસ સામે ૫૧૩ મૃત્યુ થયા હોવાથી મૃત્યુદર ૬.૦૧% છે. ૧ હજારથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં વધુ મૃત્યુદર મામલે ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં આ સ્થિતિ પ્રમાણે કહી શકાય કે ૧૦ લાખની વસતીએ સરેરાશ ૧૨૬ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે.

કોરોનાના કેસનો દૈનિક વૃદ્ધિ દર ૬ ટકા નોંધાયો

ગુજરાતમાં હાલ એક્ટિવ કેસનું પ્રમાણ ૬૧.૪૫% છે. ગુજરાત માટે રાહતની વાત ‘રિક્વરી રેટ’ છે. હાલમાં ગુજરાતનો રિક્વરી રેટ ૩૨.૫૫ ટકા છે. જેનો મતલબ છે કે કોરોના ધરાવતી ૧૦૦માંથી ૩૩ વ્યક્તિ સાજી થઇ ગઇ છે.૪ થી ૧૦ મે દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસનો દૈનિક વૃદ્ધિ દર ૬ ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૧,૧૬,૪૭૧ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ, સરેરાશ ૧૦ લાખની વસતીએ ૧૭૧૪ વ્યક્તિના કોરોના ટેસ્ટ કરાયા છે તેમ કહી શકાય. ભારતમાં કોરોનાથી જે કુલ મૃત્યુ નોંધાયા છે તેમાં ગુજરાતનું પ્રમાણ ૨૩.૫૦% છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આનંદો/ 50 ટકા કેપેસિટી સાથે શરૂ થશે થિયેટર અને મલ્ટીપ્લેક્ષ, 27 તારીખથી ગાઈડલાઈન સાથે શરૂ થશે થિયેટર

pratik shah

નાપાક ડ્રેગનની ચાલ/ કપટી ચીને ભારતની સીમા તટે શરૂ કરી બુલેટ ટ્રેન, અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ભારતીય સૈનિકોની બાજ નજર

pratik shah

અમદાવાદ/ GIDCમાં મુખ્યમંત્રીએ નવનર્મિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, વટવાના 700 જેટલા ઉદ્યોગોને મળશે લાભ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!