GSTV
Gujarat Government Advertisement

રૂપાણી સરકાર ભલે કોરોના રોકવામાં અસફળ પણ હવે બદલાઈ રહ્યો છે આ સિનારિયો

કોરોના

Last Updated on May 20, 2020 by Ankita Trada

ગુજરાતમાં આજે એક સાથે 239 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે અને આ સાથે ગુજરાતમાં રીકવરીનો રેટ વધીને 41.5 ટકા થયો છે. હાલ ગુજરાતમાં એક્ટિવ કેસ 6379 છે અને જેની સામે રીકવર થયેલા દર્દીની સંખ્યા 5043 છે. ગુજરાત સરકાર દ્વારા આજથી ગુજરાતમાં અમદાવાદ-સુરતને બાદ કરતા તમામ જિલ્લામાં અનેક છુટ આપી ધંધા-વેપાર શરૂ કરવાની છુટ આપી દેવાઈ છે, ત્યારે બીજી બાજુ ગુજરાતમાં સરકાર હવે રીકવરી રેટ પણ 50 ટકાથી વધુ લઈ જવાના પ્લાન સાથે આગળ વધી રહી છે. હાલ ગુજરાતમાં રીકવરી રીટે 41.5 ટકા થઈ ગયો છે. ગુજરાતમાં દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે, પરંતુ બીજી બાજુ રીકવર દર્દીની સંખ્યા પણ વધી રહી છે.

ડિસ્ચાર્જ થયેલા દર્દીની સંખ્યા 5043

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના પોઝિટિવ થઈ ચુકેલા દર્દીમાંથી કે નોંધાઈ ચુકેલા કેસમાંથી એક્ટિવ એટલે કે, સારવાર હેઠળ છે તેવા 6379 કેસ છે અને જેની સામે સાજા થઈને ડિસ્ચાર્જ થયેલા દર્દીની સંખ્યા 5043 છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં આજના દિવસના કેસો સાથે એકટિવ કેસ 5346 છે અને જેની સામે રીકવર થયેલા દર્દીની સંખ્યા 3023 છે. આમ સમગ્ર ગુજરાતની સરખામણીએ હજુ અમદાવાદનો રીકવરી રેટ ઓછો છે અને જે 33.8 છે. જો કે મુંબઈ કરતા અમદાવાદનો રીકવરી રેટ વધારે છે.

કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વની બેઠક યોજાશે. બેઠકમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે. તો નવી ખાનગી કોવિડ હોસ્પિટલ ઉભી કરવા અંગે પણ ચર્ચા થશે. આ ઉપરાંત જે ખાનગી હોસ્પિટલ કોવિડ માટે બેડ આપવા તૈયાર નથી તેની સામે કેવા પગલાં ભરવા તે અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે.

  • વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 8મી કેબિનેટની બેઠક, કોરોનાની સ્થિતી અંગે કરાશે સમીક્ષા
  •  નવી ખાનગી કોવિડ હોસ્પિટલ ઊભી કરવા અંગે થશે ચર્ચા
  •  જે ખાનગી હોસ્પિટલ કોવિડ માટે બેડ આપવા તૈયાર નથી તેની સામે કેવાં પગલાં ભરવા તે અંગે પણ લેવાઈ શકે છે નિર્ણય
  •  ઊનાળા દરમિયાન પીવાના પાણીની સ્થિતી
  •  આગામી ચોમાસાના આયોજનની કરાશે સમીક્ષા
  •  લોક ડાઉન 4ની શરૂઆત બાદ કન્ટેઈન્મેન્ટ ઝોન બહારના વિસ્તારમાં સિટી બસ સેવા શરૂ કરવા અંગે લેવાઈ શકે છે નિર્ણય

બીજી તરફ ઉનાળા દરમ્યાન પીવાના પાણીની સ્થિતિ તેમજ ચોમાસાના આયોજનની સમીક્ષા કરાશે. સાથે જ લોકડાઉનના ચોથા તબક્કામાં કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં સિટી બસ સેવા શરૂ કરવા અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું/ જુલાઈમાં પૂરા 15 દિવસ સુધી બેંકો રહેશે બંધ, બેકિંગ કામકાજ કરતાં પહેલાં ચેક કરી લેજો આ RBI ની રજાઓનું લિસ્ટ

Harshad Patel

અરે વાહ! આ સરકારી યોજનામાં માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ, મળશે 3 વર્ષની વોરન્ટી પણ

Bansari

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!