GSTV
Gujarat Government Advertisement

કોરોના વચ્ચે 650 કરોડનું રાહત પેકેજ જાહેર: 90 લાખ પરિવારોને તો થશે સીધો ફાયદો

Last Updated on April 2, 2020 by Ankita Trada

ગુજરાતમાં કોરોનાના ફફડાટ વચ્ચે સીએમ રૂપાણીએ 65 લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠીત કામદારો, બાંધકામ કામદારો માટે 650 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યુ છે. રૂપાણીએ આ અંગેની જાહેરાત કરતા કહ્યુ હતું કે, સરકારે કોરોનાની સ્થિતિમાં આર્થિક રીતે સહાયરૂપ થવાના હેતુસર 65 લાખ પરિવારોના બેન્ક ખાતામાં 1 હજાર રૂપિયાની સહાય જમા કરાવાશે. તદઉપરાંત પશુઓને પણ પૂરતો ઘાસચારો મળતો રહે અને હાલમાં જ્યારે લોકડાઉનને કારણે વેપાર ધંધા બંધ છે, ત્યારે રાજ્યમાં ચાલતી તમામ રજીસ્ટાર્ડ ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક સંકટ ન થાય તે માટે પશુ દીઠ 25 રૂપિયા એપ્રિલ મહિના દરમિયાન રૂપાણી સરકાર તરફથી આપવામાં આવશે. આ માટે ૩૦થી ૩૫ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

BPL કાર્ડધારકોને મોટી રાહત

આ સાથે જ રૂપાણી સરકારે વીજ યુનિટને લઈને BPL કાર્ડધારકોનાં કુટંબનાં પરિવાર માટે મોટી જાહેરાત કરી છે. હવેથી માસિક 50 યુનિટ દીઠ સુધી 1.50 પૈસાનો વીજ દર લેવાશે. જે અગાઉ 30 યુનિટ પર 1.50 પૈસા વસૂલવામાં આવતો હતો. આમ હવે BPL કાર્ડધારકોના કુટંબના પરિવારને પહેલા જેટલા રૂપિયા ૩૦ યુનિટ માટે આપવા પડતાં હતા તે હવે માસિક 50 યુનિટ દીઠ આપવાના રહેશે. વધુમાં ખેતીવાડીમાં લિફ્ટ ઓરિગેસનામાં યુનિટ દીઠ ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકાર દ્વારા અગાઉ ગુજરાતના તમામ વીજ વપરાશકારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો.

એપ્રિલમાં બીલમાં ફીકસ ચાર્જ નહી વસુલાય

રાજ્ય સરકાર દ્વારા વીજ બીલ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. રાજ્યમાં જેમને GEB એટલે કે ગુજરાત ઇલેકટ્રીક સિટી બોર્ડના વીજ બિલ ભરવાના થાય છે. તેમની માર્ચ અને એપ્રિલ મહિનાના બીલ ભરવાની મુદત 15 મે સુધી કરવામાં આવી છે. તેમજ જો બીલ નિયમિત ન ભરાય તો, પેનલ્ટી કે કનેક્શન કાપી નાખવાની બાબત પણ મોકૂફ રાખવામાં આવી છે. તદઉપરાંત વેપાર ઉદ્યોગો અને નાના દુકાનધારકો જેમને GEBના બીલ ભરવાના થાય છે તેમને એપ્રિલ મહિનાના બીલમાં ફીકસ ચાર્જ લેવામાં આવશે નહીં, માત્ર વપરાશનું બીલ જ તેમણે ભરવાનું રહેશે.

ખેડૂતોનું બે મહિનાનું વ્યાજ રાજ્ય અને કેન્દ્ર સરકાર ભરશે

રૂપાણી સરકારે ખેડૂત મંડળી માટે પણ મોટી જાહેરાત કરી છે. ખેડૂતોનાં માર્ચ મહિના સુધી ધિરાણનું 7 ટકા વ્યાજ બેંકોને ગુજરાત અને કેન્દ્ર સરકાર ચૂકવશે. સાથે જ 31 મે સુધીનાં ધિરાણની રકમ જમા કરાવવા છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયથી અંદાજે ૨૫ લાખ ખેડૂતોને તેનો ફાયદો થશે. ખેડૂતોને 31 માર્ચ સુધી બેંકમાંથી લીધેલું ધિરાણ પાછું આપવાનું હોય છે. તેવામાં રૂપાણી સરકારે ધિરાણ જમા કરાવવામાં બે મહિનાનો સમય આપ્યો છે. એટલે કે 31 મે 2020 સુધી ખેડૂતો લોન ભરી શકશે. એટલું જ નહીં પણ બે મહિનાનું વ્યાજ પણ ગુજરાત અને કેન્દ્ર સરકાર ભોગવશે.

ખેડૂતોના ધિરાણ પાછળ 35 હજાર કરોડ ખર્ચ્યા

રૂપાણી સરકાર ખેડૂતોના ધિરાણ પાછળ અંદાજે 35 હજાર કરોડ જેટલો ખર્ચો કરે છે. તેવામાં અંદાજે 25 લાખ ખેડૂતોને રૂપાણી સરકારની આ જાહેરાતનો લાભ પહોંચશે. આમ, કૃષિ ધિરાણ મુદ્દે રૂપાણી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં કૃષિ લોન ભરપાઈ કરવાની મુદ્દતમાં વધારો કર્યો છે. રૂપાણી સરકારે કપરા સમયમાં ખેડૂતો પ્રત્યે પણ સંવેદનશીલતા દર્શાવીને આ જાહેરાત કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Pravin Makwana

વેસ્ટમાંથી બેસ્ટ: અમદાવાદનો સૌથી મોટો કચરાનો ઢગ હવે વીજળી આપશે, પીરાણા ડમ્પિંગ સાઈટ પાસે વેસ્ટ ટુ એનર્જી પાર્ક બનાવ્યો

Pravin Makwana

ખાનગી શાળાઓ શિક્ષણ ફીમાં વાલીઓને 50 ટકા રાહત નહીં આપે તો આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!