GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

રૂપાણી સરકાર ફરી ભરાઈ : હવે ડોક્ટરો પહોંચ્યા હાઈકોર્ટ, સરકારને કોરોના ભારે પડ્યો

કોરોના વાયરસની મહામારી વચ્ચે અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જીવલેણ વાયરસની ટેસ્ટ કરવાની પ્રક્રિયાનો સમય ગાળો ટુંકાય અને ત્વરિત ટેસ્ટ થાય તે માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટના આદેશ બાદ પણ સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતાં આ અરજી કરવામાં આવી છે. કોરોના વાયરસના કારણે  તબીબી આલમમાં ડરનો માહોલ છે.

અમદાવાદ મેડિકલ એસો. દ્વારા હાઈકોર્ટમાં પિટિશન

  • અમદાવાદ મેડિકલ એસો. દ્વારા હાઈકોર્ટમાં પિટિશન
  • કોરોના ટેસ્ટની પ્રક્રિયાનો સમયગાળો ટુંકાય તે માટે કરાઈ અરજી
    હાઈકોર્ટના આદેશ બાદ પણ સરકાર દ્વારા પગલાં ન લેવાતા હાઈકોર્ટમાં અરજી

હાઈકોર્ટના આદેશ બાદ પણ સરકાર દ્વારા પગલાં ન લેવાતા હાઈકોર્ટમાં અરજી

કેટલાક ડોકટર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે  આવતી કાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સમગ્ર રાજ્ય સહિત અમદાવાદમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઘણી વખત બેદરકારી સામે આવી છે. કોરાનાનાં ઉંચા મૃત્યુદરને લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિવાદના વમળમાં સપડાઇ છે. ત્યારે હાઇકોર્ટે લગાવેલી ફટકાર બાદ સરકાર અને સિવિલનું તંત્ર દોડતું થયુ છે. રૂપાણી સરકાર સિવિલની છાપ સુધારવાના કામે લાગી ગઇ છે. જેના કારણે સિવિલમાં આખો માહોલ જ બદલાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 400થી વધુ દર્દીઓના મોત અમદાવાદ સિવિલમાં થયાં છે જેના કારણે ગુજરાત હાઇકોર્ટે ફટકાર લગાવી છે.

રૂપાણી સરકાર સિવિલની છાપ સુધારવાના કામે લાગી ગઇ

હાઇકોર્ટના ન્યાયાધીશ સિવિલની મુલાકાત લઇ શકે છે તેવી શક્યતા છે જેના કારણે હવે સિવિલની છાપ સુધારવા રાજ્ય આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સૂત્રોના મતે,છેલ્લાં બે દિવસથી અમદાવાદ સિવિલમાં અત્યાર સુધી રેઢા મૂકાયેલા દર્દીઓની સારસંભાળ લેવાનું શરૂ કર્યું છે. નર્સ સહિત અન્ય સ્ટાફ દર્દીની જાણે કાળજી લેતો થયો છે.વોર્ડમાં સાફસફાઇ થવા માંડી છે. સિનિયર ડોક્ટરો એસી ચેમ્બર બેસીને રેસિડેન્ટ ડોક્ટરોને આદેશ જ કરતાં હતાં પણ હવે તો સિનિયર ડોક્ટરો ય કોરોના વોર્ડમાં આંટાફેરા મારતાં થયા છે.

એસીમાં બેસી રહેતા સિનિયર ડોક્ટર્સ વોર્ડમાં આંટાફેરા કરતા થયાં

  • ફટકારની અસર
  • અમદાવાદ સિવિલની છાપ સુધારવા સરકાર સક્રિય
  • રેઢા મુકાયેલા દર્દીઓની કાળજી લેવાનું શરૂ થયું
  • એસીમાં બેસી રહેતા સિનિયર ડોક્ટર્સ વોર્ડમાં આંટાફેરા કરતા થયાં
  • દર્દી સાથે સગાને વાત કરવા વીડિયોકોલની સુવિધા કરાઈ
  • નર્સ સાથે અન્ય સ્ટાફ દર્દીની કાળજી લેતો થયો
  • વોર્ડમાં સાફસફાઈ થવા માંડી
  • હાઈકોર્ટની ફટકાર બાદ સિવિલનો માહોલ જ બદલાઈ ગયો
  • દર્દીના સગા માટે પણ જમવાની સુવિધા કરવામાં આવી
  • સગા સાથે વાત કરવા વોર્ડમાં ટેલિફોનની સુવિધા
  • દર્દી અને સગાઓને અપાતા ભોજનની ગુણવત્તામાં સુધારો
  • હાઈકોર્ટની ફટકાર બાદ આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ મેડીસીટીમાં દોડી આવ્યા

અત્યાર સુધીમાં દર્દીની સ્થિતી કેવી છે તે અંગે પરિવારજન-સગા બેખબર રહેતા હતાં. હવે પરિસ્થિતી બદલાઇ છે.દર્દીના સગાના જમવા માટે ય સુવિધા કરવામાં આવી છે.એટલુ જ નહીં, દર્દી સાથે પરિવારજન-સગાવ્હાલા વાત કરી શકે તે માટે વિડીયોકોલની સુવિધા કરાઇ છે. દર્દી સાથે સગા વાત કરી શકે તે માટે વોર્ડમાં ટેલિફોનની વ્યવસ્થા કરાઇ છે.

દર્દી-સગાઓના અપાતા ભોજનની ગુણવત્તામાં સુધારો થયો

દર્દી-સગાઓના અપાતા ભોજનની ગુણવત્તામાં સુધારો થયો છે. મૃતદેહને વિના અવરોધે લઇ જઇ શકાય તે માટે ખાસ અધિકારીઓની નિમણૂંક કરાઇ છે. હાઇકોર્ટની ફટકાર બાદ આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિ પણ મેડીસીટીમાં દોડયા હતાં.ગઇકાલે મોડી સાંજે કોરોના વોર્ડમાં જઇને દર્દીઓને મળી તેમને મળતી સારવાર અંગે પૃચ્છા કરી હતી.

READ ALSO

Related posts

આગામી 12-13 જુલાઇએ રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

Nilesh Jethva

મંત્રીમંડળમાં સિંધિયા સમર્થકોને જોઈએ છે મલાઈદાર વિભાગો, ભાજપના નેતાએ કહી આ મોટી વાત

Mansi Patel

ક્યાંય તમે તો નથી છેતરાયાને ?, અમદાવાદમાં જાણીતી કંપનીના ડુપ્લીકેટ માસ્કનો જથ્થો ઝડપાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!