જગવિખ્યાત રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીમાં રીતસરની ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. નોંધપાત્ર છે કે આ વખતે જીવલેણ કોરોનાના કારણે પલ્લીમેળો નહીં યોજવા નિર્ણય લેવાઈ ગયો હતો. ત્યારેહજારો વર્ષ જુની પરંપરા જાળવી રાખીને સોશ્યલ ડીસ્ટેન્સીંગ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી પલ્લી તેના નિયત રૂટ ઉપર યોજવાનું આયોજન તંત્ર દ્વારા થઈ રહયું હતું. જે સંદર્ભે આવતીકાલ સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

વિશ્વવિખ્યાત વરદાયિની માતાની નીકળશે’પલ્લી’
નોંધનીય છે કે પલ્લી સમયે રૂપાલમાં પ્રવેશતાં તમામ માર્ગોને બંધ કરી દેવામાં આવનાર છે. નવરાત્રીના નોમની મધરાત્રી બાદ લગભગ તમામ જ્ઞાાતિ-કોમના સાથ-સહકારથી નિકળતી રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીના દર્શન માટે તથા પલ્લીમાં ચોખ્ખા ઘીનો અભિષેક કરવા માટે ગામે ગામથી ભક્તો આવતા હોય છે.


પલ્લીમાં ચોખ્ખા ઘીનો અભિષેક કરવા માટે ગામે ગામથી ભક્તો આવતા હોય છે
આ જગવિખ્યાત પલ્લી પ્રસંગે મેળો પણ રૂપાલ ગામમા યોજાય છે પરંતુ આ વખતે કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે પલ્લીનો મેળો યોજાશે નહીં તેવો નિર્ણય ગ્રામજનોની અનુમતીથી લેવાઇ ગયો છે ગ્રામજનો અને વહીવટી તંત્ર પણ ઈચ્છી રહયું છે કે હજારો વર્ષની પરંપરા જળવાઈ રહે તે માટે નિયત રૂટ ઉપર પલ્લી યોજવામાં આવે. જે માટે પોલીસ અધિકારીઓએ રૂટની મુલાકાત પણ લઈ લીધી છે.

સિમિત લોકો સાથે અને જે કોમના લોકો પલ્લીમાં જોડાતાં હોય છે તેમાં પણ ઘટાડો કરીને નિયત રૂટ ઉપર પલ્લી યોજવાનું આયોજન કરાઈ રહયું છે. જો કે તેની સત્તાવાર જાહેરાત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી નથી પરંતુ રૂપાલ ગામમાં ચારેતરફથી નાકાબંધી કરીને આ પલ્લી યોજવામાં આવશે.
READ ALSO
- GSTVના અહેવાલની અસર/ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને પગાર ન મળતા ખાનગી એજન્સી સામે થશે કાર્યવાહી
- ભોપાલથી નીકળેલી સોલાર બસ યાત્રા અમદાવાદ આવી પહોંચી, 40 લાખના ખર્ચે તૈયાર થયેલી બસમાં તમામ સુવિધાઓ
- ગો કોરોના ગોનું ઐતિહાસિક સૂત્ર આપનારા રામદાસ આઠવલે વડોદરામાં પધાર્યા, સયાજીગંજમાં પાર્ટી કાર્યાલયનું કર્યું ઉદ્ધાટન
- સરકાર ફસાઈ/ પ્રજાસત્તાક દિને ખેડૂતોની ટ્રેક્ટર રેલી : સુપ્રીમે હાથ કર્યા અધ્ધર, હવે દિલ્હી પોલીસ પાસે પાવર
- રિયલ એસ્ટેટ : અફોર્ડેબલ હાઉસ મામલે બિલ્ડરોની આ માગ સરકારે બજેટમાં માની તો વધશે મકાનોના ભાવ, કોમનમેનની વધશે મુશ્કેલી