GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

રૂપાલ ગામે માતા વરદાયિનીની ભવ્ય પલ્લી યોજાઇ, 10 લાખ લોકો ઉમટ્યા

ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે માતા વરદાયિનીની ભવ્ય પલ્લી યોજાઇ. દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં 10 લાખ લોકો ઉમટી પડ્યા. જ્યારે કે રૂપાલ ગામે ચાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી.

મહાભારત કાળથી રૂપાલમાં પલ્લી યાત્રા થાય છે. લોકવાયકા પ્રમાણે પાંડવોએ સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે સોનાની પલ્લી કાઢી હતી. આ પલ્લી પર ચોખ્ખા ઘીના અભિષેકની સાથે સાથે બાળકોને પલ્લીની જ્યોત ઉપરથી ફેરવવાની પણ ધાર્મિક માન્યતા વર્ષોથી ચાલી આવે છે. પલ્લી પરથી નીચે પડેલું ઘી વાલ્મિક સમુદાય દ્વારા એકઠું કરવામાં આવે છે. જે ઘીને ગરમ કરીને પુનઃ શુદ્ધ કરી પ્રસાદીરૂપે ગ્રહણ કરવામાં આવે છે.

રૂપાલની પલ્લી અલગ અલગ 27 ચકલાએ ફરીને વહેલી સવારે સાડા છ કલાકે નિજમંદિરે પલ્લી પરત ફરી હતી. તો માતાજીની આ પલ્લી દરમિયાન રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. માનતા પૂરી થાય એટલે ભક્તો શુદ્ધ ઘી ચઢાવવા માટે અહીં આવે છે. અને તેને કારણે લાખો કિલો ઘીનો અભિષેક થાય છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂપાલની પલ્લીમાં આ વર્ષે 10 લાખ લોકો ઉમટી પડ્યા હતા. તો સાડા ચાર લાથ કિલો શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. જેની કિંમત કરોડોમાં થાય છે.

શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક રૂપાલમાં માઁ વરદાયિનીને વંદન કરવા યોજાતી પલ્લી એક એવી પરંપરા છે જે સદીઓથી ચાલી આવે છે. અહીંની પલ્લીના દર્શન કરીને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ધન્યતા પ્રાપ્ત કરે છે. પૂનમ સુધી આ પલ્લી અખંડ જ્યોત સાથે મંદિરમાં જ રહે છે. જેથી નોમની રાત્રીએ ન આવી શકનાર ભક્તો પણ પૂનમ સુધી ધી ચઢાવીને પોતાની માનતા પુરી કરી શકે.

Related posts

મહિલા કોન્સ્ટેબલ સાથે પતિના આડા સબંધ, પત્નીએ પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની નોંધાવી ફરિયાદ

pratik shah

લોકડાઉનમાં વતન પરત ફરેલા પરપ્રાંતિયોની વાપસી, 10 હજારથી વધુ શ્રમિકો પરત ફર્યા

Bansari

પાનના ગલ્લા બન્યાં હૉટસ્પોટ, આ આંકડાઓ વાંચશો તો જવાનું ભૂલી જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!