GSTV

દોડવીર દોડતો હતો અને ચડ્ડીમાં જ સંડાસ થઈ ગયું, છતાં પ્રથમ નંબરે આવ્યો

સ્વચ્છતા અભિયાન બાદ ભારતમાં શૌચાલયની વાત આવી. હવે તો ભારતના ખૂણા ખૂણામાં શૌચાલય છે. ટોયલેટ ઉપર આધારિત ટોયલેટ એક પ્રેમકથા અને બાદમાં ગુજરાતીમાં કરસનદાસ પે એન્ડ યુઝ જેવી ફિલ્મો બની અને ઓડિયન્સમાં વખાણાઈ. આ બંને ફિલ્મો પહેલા મહેન્દ્રસિંહ પરમારે 21મી સદીની શરૂઆતના ગાળામાં પોલિટેકનિક નામનો વાર્તાસંગ્રહ લખ્યો. જેમાં પહેલી વખત ટોયલેટની સમસ્યાને ઉજાગર કરવામાં આવી હતી. એ પછી ફિલ્મ બની ત્યારે શૌચાલયની સમસ્યાને સિરીયસલી લેનારા લોકોની મંડળી બની. પણ હવે વાત એ દોડવીરની જે દોડતો હતો અને લેટ્રીન થઈ ગયું.

21 કિલોમીટરની શંઘાઈ હાફ મેરેથોન દોડ ચાલી રહી હતી. 14માં કિલોમીટરમાં દોડવીર વૂ ઝિયાંગડોંગ દોડી રહ્યો હતો. વૂની સાથે એ થયું જે દુનિયાના કોઈ પણ ખેલાડી માટે દુ: સ્વપ્ન સમાન હોય છે. તેને લેટ્રીન આવી ગઈ. પણ તે હાર ન માન્યો. દોડ્યા રાખ્યો. વૂએ કપડાંની અંદર જ લેટ્રીન કરી લીધું અને દોડવાનું ચાલુ રાખ્યું. એ સ્થિતિમાં જ 7 કિલોમીટર સુધી ટોયલેટ સાથે જ દોડ્યા રાખ્યો. આશ્ચર્યજનક રીતે તે દોડમાં પહેલા નંબરે પણ આવ્યો. 1 કલાક 16 મિનિટ અને 6 સેકન્ડ સુધી પોતાની દોડ ચાલુ રાખી અને ફિનિશિંગ લાઈન સુધી પહોંચ્યો ત્યારે જ તેણે રાહતનો શ્વાસ લીધો.

શું કહ્યું દોડવીરે

હું આમ છતાં દોડતો રહ્યો અને રોકાયો નહીં. હું આફ્રિકન દોડવીરને હરાવવા માગતો હતો. મને તો પોતાને પણ દુર્ગંધ જીવલેણ લાગી રહી હતી. જો લેટ્રીન ન થયું હોત, તો નિશ્ચિત સ્વરૂપે હું ફાસ્ટ દોડી શકેત. આ કદાચ એટલા માટે થયું કે મેં ભીના કપડાં પહેર્યા હતા. કદાચ એટલે કે રેસ પહેલા મેં એક બ્રેડ અને માત્ર પાણી પીધું હતું. આ રેસને હું બિલ્કુલ યાદ રાખવા નથી માગતો.

READ ALSO

Related posts

કેઝયુઅલથી ગ્લેમર સુધી! કમાલ છે આ ટીવી એક્ટ્રેસનો લુક્સ, સોશિયલ મીડિયા પર દીવાના છે ફેન્સ

Damini Patel

VIDEO: વરરાજાને પોઝ કેમ આપવો તે શિખવાડવા જતો હતો ફોટોગ્રાફર, દુલ્હને કરી એવી ગંદી મજાક કે સૌ કોઈ ચોંકી ગયાં

Pravin Makwana

પ્રચાર ભૂખ/ બેકારી – મોંઘવારી વચ્ચે ગુજરાતમાં ભાજપનો અન્નોત્સવ, કરોડોનું આંધણ કરશે સરકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!