ઈંસ્ટેંટ મેસેજિંગ એપ WhatsApp આજે આપણા ફોનમાં સૌથી જરૂરી એપ તરીકે હાજર હોય છે. નવો ફોન આવતાની સાથે જ આપણે જે એપ ડાઉનલોડ કરીએ છીએ તેમા WhatsApp સૌથી આગળ રહે છે. કંપની જલ્દી એવો ફીચર આપવાની છે જે થકી યૂઝર્સ એક જ WhatsApp એકાઉન્ટને અલગ-અલગ ડિવાઈસમં ચલાવી શકશે. જોકે, હજુ જાણ નથી કે, આ ફીચર કંપની યૂઝર્સ માટે ક્યાં સુધી ઉપલબ્ધ કરાવશે. તો ઘણા યૂઝર્સ એવા છે જે, હજુ પોતાની બે ડિવાઈસમાં એક જ WhatsApp એકાઉન્ટ ચલાવવા માગે છે. એવા યૂઝર્સ માટે આજે અમે એક ટ્રિક્સ બતાવશે, જેની મદદથી તમે અત્યારથી અલગ-અલગ ડિવાઈસમાં એક WhatsApp ચલાવી શકશે.
બે એકાઉન્ટ ચલાવી શકો છો
ઘણી વખત ખબર નથી હોતી કે, આપણા ફોનમાં એવા ઘણા કામના ફીચર્સ હોય છે. આવુ જ એક ફીચર છે Dual Apps અથવા ફરી Dual Mode. આ ફીચરની મદદથી તમે બે એકાઉન્ટ ચલાવી શકો છો. આ ફીચર લગભગ દરેક સ્માર્ટફોન કંપની પોતાના એન્ડ્રોયડ ફોનમાં આપે છે. આ ફીચરની મદદથી તમે એક ચેટિંગ એપ બે ડિવાઈસમાં ચલાવી શકો છો. તે સિવાય કોઈના ફોનમા જો આ ફીચર નથી તો, તે WhatsApp Clone એપ ડાઉનલોડ કરી શકો છો. આ એપ Google પ્લે સ્ટોર પર સરળતાથી મળી જશે.
આ રીતે એક WhatsApp એકાઉન્ટ બે ડિવાઈસમાં ચલાવો
- સૌ પ્રથમ પોતાના ફોનની ડ્યૂલ એપ્સ Setting ને ઓપન કરો.
- હવે જે એપનુ ક્લોન બનાવવુ છે તેને સિલેક્ટ કરો. આપણે અહી WhatsAppને સિલેક્ટ કરવુ પડશે.
- પ્રોસેસનુ પૂર્ણ થવાની રાહ જોવો.
- પ્રોસેસ કંપ્લીટ થયા બાદ હોમ સ્ક્રીન પર એક નવુ WhatsApp logo આવશે. તેના પર ટેપ કરો.
- હવે તેમાં બીજા નંબર પરથી લોગઈન કરી WhatsAppનો વપરાશ કરો.
READ ALSO
- સેન્સેક્સ કે ગોલ્ડ/બંનેને 50 હજાર સુધી પહોંચવામાં લાગ્યા 21 વર્ષ, જાણો ક્યાં મળે છે સૌથી વધુ રિટર્ન
- ગુજરાતીઓ લૂંટાયા/ માત્ર 32 હજારમાં આ લોકોને મળશે ફ્લેટ, 2015 પહેલાંનું જોઈશે માત્ર ચૂંટણીકાર્ડ
- બદલાયા નિયમો/ જાહેરમાં સિગારેટ પીતાં પકડાયા તો 2000 રૂપિયા થશે દંડ : સ્મોકિંગ ઝોન રદ થશે અને વેચવા માટે પણ લેવું પડશે લાયસન્સ
- કામના સમાચાર/ પાસપોર્ટ અને રેલવે ટીકિટની જેમ તત્કાલ મળશે ડ્રાઈવિંગ લાયસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ માટે પણ નહીં જવું પડે RTO
- ખાસ વાંચો/ ક્યાંક તમારી જૂની કાર ભંગાર તો નહીં થઈ જાય, સરકારે આ પોલિસીને આપી મંજૂરી