GSTV

અમિતાભ બચ્ચનને લઇને સોશિયલ મીડિયા પર ઉડી આવી અફવાઓ, હોસ્પિટલે કરવુ પડ્યુ ખંડન

Corona

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ બંનેની સારવાર મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દરમિયાન એક વીડિયો જોરદાર રીતે વાયરલ થયો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલના સ્ટાફની ભરપૂર પ્રશંસા કરી રહેલા જોવા મળે છે. આ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર અફવાનો દોર પણ શરૂ થઈ ગયો છે. લોકો એમ કહી રહ્યા છે કે અમિતાભ બચ્ચન નૈણાવટી હોસ્પિટલના બોર્ડ મેમ્બર છે.

હોસ્પિટલે આપ્યું આ નિવેદન

અફવાનું ખંડન કરતાં હોસ્પિટલ સત્તાવાળાઓએ એક નિવેદન જારી કર્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચન રેડિયન્ટ લાઇફ કેર કે નાણાવટી હોસ્પિટલ સાથે કોઈ પણ રીતે સંકળાયેલા નથી. કોઇ પણ વ્યક્તિ જે 65 કેતેથી વધુ વયના હોય તે કોઇ પણ પ્રકારના હળવા લક્ષણ દેખાય તો પણ ડોક્ટરની સલાહ લઈને દાખલ થવાનો નિર્ણય લઈ શકે છે. આવામાં કોઈ હોસ્પિટલમાં દાખલ થાય તો તેનો આદર કરો. કોરોના કોઇને પણ અસર કરી શકે છે આથી જ બહેતર છે કે સલામત રહો.
અમિતાભ બચ્ચન આ હોસ્પિટલના સ્ટાફની પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયો અગાઉનો છે. જેમાં તેઓ અત્યંત વિનમ્ર ભાવથી ડોક્ટર અને મેડિકલ સ્ટાફની પ્રશંસા કરી રહ્યા છે.

Read Also

Related posts

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા આજે વધુ 7 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Nilesh Jethva

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ દુર્ઘટના મામલે 5 ડોક્ટરો સામે ગુન્હો દાખલ

Nilesh Jethva

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!