GSTV
Gujarat Government Advertisement

કોરોના : દિલ્હી, ગુજરાત પછી મહારાષ્ટ્ર અને તમિળનાડુમાં લાગુ પડશે લોકડાઉન, સરકારોએ કર્યા આ ખુલાસા

લોકડાઉન

Last Updated on June 12, 2020 by Karan

દેશમાં લોકબંધી નિષ્ફળ રહ્યાં બાદ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ફરી એક વાર લોકડાઉન આવી શકે છે એવો ભય લોકોને છે. તેઓ આ વાતને મહત્વ આપી રહ્યાં છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુની સરકારોએ તેને અફવા ગણાવી છે. દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. હાલમાં દરરોજ 10 હજારથી વધુ કેસો આવી રહ્યાં છે. આ સ્થિતિમાં ફરી લોકડાઉન વધશે તેવી અફવાઓએ ભારે જોર પકડ્યું છે. કોરોના સરકાર કહે છે કાબૂમાં છે પણ આંકડાઓ રોજ બેકાબૂ જાય છે. સૌથી વધુ કેસો દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં છે. આ રાજ્યોમાં કોરોના રોકવામાં સરકારો અસફળ ગઈ છે. જોકે, લોકડાઉન લાગુ કરવા બાબતે તમામ સરકારો અસંમત છેે.

મહારાષ્ટ્રમાં લોકડાઉનની અફવાને નકારી

દેશમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે, લોકડાઉન અંગે લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ગુજરાત, દિલ્હી અને તમિલનાડુ પછી મહારાષ્ટ્રમાં ફરી એકવાર અટકળો થઈ રહી છે કે સરકાર 15 જૂનથી લોકડાઉન ફરી આવી શકે છે. આ દરમિયાન હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ અહેવાલો અંગે નિવેદન આપ્યું છે. એજ રીતે ગુજરાતે પણ ઈન્કાર કર્યો છે કે હવે લોકડાઉન આવવાનું નથી.

પાંચ દિવસમાં સૌથી વધારે કેસ આવ્યા 

તારીખકેસ
11 જૂન11128
10 જૂન11156
9 જૂન9979
8 જૂન8536
7 જૂન10882
Corona

ઉદ્ધવ ઉપરાંત આદિત્ય ઠાકરેએ લોકોને અફવાઓને અવગણવાનું કહ્યું હતું. આદિત્યએ લખ્યું કે લોકડાઉનના ખોટા સમાચારો પર ધ્યાન ન આપો, મહારાષ્ટ્રમાં બિગ અગેઇન ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ દરેકને સામાજિક અંતરને અનુસરવાની અપીલ કરી છે જેથી લોકડાઉન જેવી પરિસ્થિતિ ન સર્જાય. મહારાષ્ટ્ર, ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સાડા ત્રણ હજાર અને 1400થી વધુ કેસ નોંધાયા હતા. ગુરુવારે સતત બીજા દિવસે 11 હજારથી વધારે દર્દી વધ્યા અને રેકોર્ડ 393 લોકોના જીવ ગયા હતા. આ આંકડા covid19india.org ના આધારે છે. આ ઉપરાંત ભારત દર્દીઓના મામલામાં સ્પેન(2.89 લાખ) અને બ્રિટન(2.91 લાખ)થી આગળ નીકળી ગયો છે. હવે ભારત દુનિયામાં ચોથા નંબરે આવી ગયો છે. હાલ ટોપ-7 સંક્રમિત દેશમાં અમેરિકા, બ્રાઝિલ, રશિયા, ભારત, બ્રિટન, સ્પેન અને ઈટાલી છે.

ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દિલ્હી અને તમિલનાડુમાં પણ લોકડાઉનની અફવાઓ સામે આવી રહી છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને તેમને ખોટા ગણાવ્યા હતા, જ્યારે તમિળનાડુ સરકારે લોકડાઉનને માત્ર અફવા ગણાવી હતી. દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે અને હાલના સમયમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તે જોતાં ટુંકાગાળામાં કોઈ રીતે કેસોમાં ઘટાડો થવાની સંભાવના નથી. ભારતમાં કોરોના સંક્રમણની સંખ્યા 3 લાખની નજીક પહોંચી ગઈ છે અને આગામી દિવસોમાં તે વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. નિષ્ણાતોના મતે દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા જુલાઈના મધ્યમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં ટોચ પર પહોંચી શકે છે. હવેથી દેશમાં ઘણી રાજ્ય સરકારોની આરોગ્ય વ્યવસ્થા થાકી પડી છે. જ્યારે દેશમાં કોરોનાના કેસ ચરમસીમાએ હશે ત્યારે સ્થિતિ શું હશે.? દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના વાઇસ ચેરમેન એસ.પી. બાયોત્રાના મુજબ હાલના તબક્કે કોરોના વળાંક સ્થિર થતો દેખાતો નથી. તેમણે કહ્યું, દેશમાં કોરોના કેસ જુલાઈના મધ્યમાં અથવા ઓગસ્ટમાં ટોચ પર પહોંચી શકે છે. મને નથી લાગતું કે આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટર પહેલા દેશમાં કોરોનાની રસી આવી શકે.

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન/ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને થેન્કયુ પીએમ મોદી લખેલા બેનર લગાવવાનો આદેશ, આમને કોઈ ના પહોંચે

Pritesh Mehta

વિદ્યાર્થીઓ શરૂ કરી દો તૈયારી, ધો. 10 અને 12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

pratik shah

અમેરિકાએ દરિયામાં એવો કર્યો ખતરનાક પ્રયોગ કે 3.9ની તિવ્રતાનો આવી ગયો ભૂકંપ, પાણીમાં થયો જોરદાર ધડાકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!