GSTV

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના સંબંધોનો આવ્યો અંત ફક્ત એક અફવા, રોમેન્ટિક ફોટો શેર કરીને કર્યો ખુલાસો

Last Updated on January 12, 2022 by GSTV Web Desk

બોલિવૂડ જગતના સૌથી હોટ કપલ્સમાંના એક અર્જુન કપૂર અને મલાઈકા અરોરા છૂટા પડી ગયા હોવાની અફવાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજા સાથે સંબંધ તોડી ચૂક્યા છે. છેલ્લા 4 વર્ષથી એકબીજાને ડેટ કર્યા બાદ હવે બોલિવૂડના સૌથી વિવાદાસ્પદ કપલ્સમાંના એક મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની અફવાઓ વાયરલ થઇ હતી. થોડા વર્ષો પહેલા અર્જુન કપૂરના જન્મદિવસ પર બંને સ્ટાર્સે તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા પરંતુ, હવે એવા સમાચાર આવ્યા હતા કે બોલિવૂડની બંને હસ્તીઓ વચ્ચેના સંબંધો તૂટી ગયા છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ :

અર્જુન કપૂરે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને મલાઈકા અરોરાની તસવીર પોસ્ટ કરી હતી. હવે એવા અહેવાલો છે કે બોલિવૂડનું આ યુગલ એકબીજાથી છૂટા પડી ગયા છે. બોલિવૂડનું આ કપલ તેમના સંબંધોને ‘ધ એન્ડ’ કહી રહ્યું છે. મળતી મહૈતી મુજબ મલાઈકા અરોરા તેના બ્રેકઅપથી ખૂબ જ દુઃખી છે અને આ દુઃખને કારણે છેલ્લા 6 દિવસથી તે ઘરની બહાર નથી નીકળી. અર્જુન પણ મલાઈકા અરોરાને મળ્યો નથી.

જોકે થોડા દિવસ પહેલા જ અર્જુન કપૂર તેની બહેન રિયા કપૂરના ઘરે ડિનર પર જતો જોવા મળ્યો હતો. રિયા કપૂરનું ઘર મલાઈકા અરોરાના ઘરની ખૂબ નજીક છે પરંતુ, અર્જુન કપૂર તે સમય દરમિયાન એકપણ વાર મલાઈકાની મુલાકાત લીધી ન હતી. મલાઈકા અર્જુન કપૂર સાથે આવા ફેમિલી ડિનરમાં પણ હાજરી આપતી રહે છે પરંતુ આ વખતે મલાઈકા અરોરા પણ જોવા મળી ન હતી. અહેવાલો અનુસાર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ લગભગ 4 વર્ષ બાદ તેમના સંબંધોનો અંત આણ્યો છે.

પરંતુ, હાલમાં જ અર્જુન કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની અને મલાઈકા અરોરાની તસવીર શેર કરી છે. અફવાઓ સામે આવે કે તરત જ લોકો મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના નિવેદનની રાહ જોઈ રહ્યા હતા. અર્જુન કપૂરે પોતાની અને મલાઈકા અરોરાની તસવીર શેર કરીને અફવાઓને નકારી કાઢી છે. રોમેન્ટિક તસવીર શેર કરતાં અર્જુન કપૂરે ખુલાસો કર્યો હતો કે, બંને વચ્ચે અફવાઓ માટે કોઈ સ્થાન નથી.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!