GSTV
Business Trending

February 1/ આજથી બદલાઈ જશે આ મોટા નિયમો, તમારા ખીસ્સા પર પડશે સીધી અસર

આજે એટલે 1 ફેબ્રુઆરીથી બેન્ક સાથે જોડાયેલા ઘણા નિયમો બદલવાના છે. એની સાથે જ દર મહિનાની 1 તારીખે રસોઈ ગેસના ભાવ જારી થાય છે. ત્યાં જ દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજુ કરશે. એવામાં આજે કેટલીક સારી ખબર અને કેટલીક એવી ખબર મળશે જે સામાન્ય વ્યક્તિના ખિસ્સાનું દબાણ વધારી શકે છે. દેશવાસી અને વ્યાપારીઓને આ અંગે સામાન્ય બજેટથી ઘણી આશાઓ છે, કારણ કે ગયા દિવસોમાં નાણામંત્રી નિર્મલા સીતારામણે સંકેત આપ્યા હતા કે આ જે બજેટ રજુ થશે એવું બજેટ અત્યાર સુધી કોઈ દિવસ રજુ થયું નથી.

જાણો શું બદલાવાનું છે

SBIના ગ્રાહકોને આંચકો લાગશે

SBI

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) હવે રૂ. 2 લાખથી રૂ. 5 લાખ વચ્ચેના IMPS વ્યવહારો માટે રૂ. 20 સાથે GST વસૂલશે. ઓક્ટોબર 2021માં, RBIએ IMPS દ્વારા ટ્રાન્ઝેક્શનની મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 5 લાખ કરી હતી. હવે SBIના ગ્રાહકો 2 લાખ રૂપિયાના બદલે 5 લાખ રૂપિયાના દૈનિક વ્યવહારો કરી શકશે.

PNBએ પણ ઝટકો આપ્યો

પંજાબ નેશનલ બેંક (PNB) એ EMI અથવા અન્ય કોઈપણ વ્યવહારમાં અપૂરતી બેલેન્સને કારણે ચુકવણી કરવામાં નિષ્ફળતા માટે 250 રૂપિયા દંડ તરીકે વસૂલવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી PNB ગ્રાહક પાસેથી દંડ તરીકે 100 રૂપિયા વસૂલતું હતું.

બેંક ઓફ બરોડાના આ નિયમમાં ફેરફાર

બેંક ઓફ બરોડાના ગ્રાહકોના ચેક ક્લિયરન્સ સંબંધિત નિયમો 1 ફેબ્રુઆરીથી બદલાશે. હવે આજથી ચેક પેમેન્ટ માટે ગ્રાહકોએ પોઝિટિવ પે સિસ્ટમનું પાલન કરવું પડશે. મતલબ કે હવે ચેકથી સંબંધિત માહિતી પણ મોકલવી પડશે, તો જ ચેક ક્લિયર થશે. જોકે, આ ફેરફાર રૂ. 10 લાખથી વધુના ચેક ક્લિયરન્સ માટે લાગુ પડશે.

LPG સિલિન્ડરની કિંમત

lpg

એલપીજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે જાહેર કરવામાં આવે છે. 1 ફેબ્રુઆરી 2022ના રોજ રજૂ થનારા દેશના સામાન્ય બજેટ પહેલા સારી વાત એ છે કે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય લોકો માટે આ રાહતના સમાચાર છે.

Read Also

Related posts

કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત

GSTV Web Desk

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ

GSTV Web Desk
GSTV