GSTV

SBI ગ્રાહકો સાવધાન, આ તારીખથી બદલાઈ જશે ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં જો તમે ખાતુ ધરાવતા હોય તે, તમારા માટે એક નવા સમાચાર છે. કારણ કે, RBI એ એટીએમ કાર્ડથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નિર્ણય ગ્રાહકોના ખાતામાં પૈસાને સલામત રાખવા માટે લેવામાં આવ્યો છે.

વર્ષ 2020ની શરૂઆતમાં જ SBI એ ATMથી પૈસા ઉપાડવાની પદ્ધતિમાં ફેરફાર કર્યા છે. SBI દ્વારા ગ્રાહકોને સારી બેન્કની સુવિધા પ્રદાન અને ફ્રોડ એટીએમ ટ્રાંજેક્શનથી બચાવવા માટે આ પગલુ ભર્યું છે. બેન્કે વન ટાઈમ પાસવર્ડ આધારિત કેશ વિડ્રોઅલ સિસ્ટમની પણ શરૂઆત કરી છે. જે હેઠળ રાત્રીના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી એટીએમમાંથી કેશ ઉપાડવા માટે તમારે બેન્કમાં રજીસ્ટાર્ડ મોબાઈલ નંબર પર આવેલ OTP દેખાડવો પડશે. જો કે, આ નિયમ 10 હજાર રૂપીયાથી વધારેના કેશ ટ્રાન્જેક્શન પર લાગુ થશે.

RBI નો નવો નિર્ણય

દેશની રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોને જાહેર કર્યા છે. RBI એ બેન્કને કહ્યું છે કે, તેઓ ભારતમાં કાર્ડ જાહેર કરતા સમયે ATM એને Pos પર માત્ર ડોમેસ્ટિક કાર્ડ વાપરવાની જ અનુમતિ આપે.

RBI તરફથી આપવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આતંરરાષ્ટ્રીય લેણદેણ માટે ગ્રાહકોએ અલગથી મંજૂરી લેવી પડશે. તે સિવાય ઓનલાઈન લેણદેણ, કાર્ડ ન હોવા પર લેણદેણ અને કોન્ટેક્ટલેસ લેણદેણ માટે ગ્રાહકોએ પોતાના કાર્ડ પર સેવાઓ અલગથી સેટ કરવી પડશે. RBIનો આ નવો નિયમ 16 માર્ચ 2020થી નવા કાર્ડ માટે લાગુ થશે. જો કે, જૂના કાર્ડધારકો તે નક્કી કરી લો કે, આ સુવિધામાંથી કઈ સુવિધાને બંધ કરવી છે અને કઈ સુવિધા શરૂ કરવી છે.

  • ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જાહેર કરતા સમયે હવે ગ્રાહકોને ઘરેલુ ટ્રાંન્જેક્શનની અનુમતિ આપવી જોઈએ. એટલે કે, જો જરૂર નથી તો, બેન્ક ATM મશીનથી પૈસા કાઢવા અને POS ટ્રમિનલ પર શોપિંગ માટે વિદેશી લેણદેણની મંજૂરી નહી આપે.
  • આંતરરાષ્ટ્રીય લેણદેણ, ઓનલાઈન લેણદેણ અને કોન્ટેક્ટલેસ કાર્ડથી લેણદેણ માટે ગ્રાહકોએ અલગથી પોતાની પ્રાથમિકતા રજીસ્ટાર કરાવવી પડશે.

READ ALSO

Related posts

આકરી કસોટી/ 2020નો કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ જાહેર : ભારત આ નંબરે, આ 2 દેશોમાં છે નહિવત ભ્રષ્ટાચાર

Ankita Trada

મોડાસા/ કોંગ્રેસના 250 કાર્યકરો ઓવૈસીની પાર્ટીમાં જોડાયા, રાજકારણમાં અટકળો શરૂ

pratik shah

કાર્યવાહી/ ગુજરાતમાં કોરોના રેપિડ ટેસ્ટના નામે ફર્જિવાડો, ડોક્ટર સહિત 3 કર્મચારીઓ ભરાઈ ગયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!