GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

1 જૂનથી આ વસ્તુઓ થશે મોંઘી: રેલવેથી લઇને રાશન કાર્ડ સુધી બદલાઇ જશે આ નિયમો, જાણો શું થશે અસર

રાશન

1 જૂનથી તમારા રોજિંદા જીવન સાથે સંબંધિત ઘણી વસ્તુઓ બદલાવા જઇ રહી છે. તેમાં રેલવે, બસ, રાશન કાર્ડ અને એરલાઇન સાતે સંબંધિત બદલાવ સામેલ છે. તેમાં ઘણી વસ્તુઓ તમારા માટે લોકડાઉન બાદ શરૂ થઇ રહી છે, તો કેટલીક વસ્તુઓ સસ્તી-મોંઘી થઇ રહી છે. જણાવી દઇએ કે કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે દેશમાં હજુ પણ લોકડાઉન છે. ચાલો તમને જણાવીએ કે 1 જૂનથી તમારા જીવનમાં શું ફેરફાર થશે અને તેની તમારા ખિસ્સા પર શું અસર થશે…

200 ટ્રેનો દોડશે

સ્પેશિયલ ટ્રેન

કોરોના વાયરસના કારણે લાગુ લોકડાઉનના પગલે દેશના અલગ-અલગ  હિસ્સાઓમાં ફસાયેલા લોકોને રાહત માટે ભારતીય રેલવે એક જૂનથી 200 ટ્રેનો દોડાવવા જઇ રહી છે. આ 200 ટ્રેનો નૉન એસી હશે. રેલ મંત્રી પિયૂષ ગોયલે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. ગોયલ અનુસાર, ભારતીય રેલ એક જૂનથી તમારા પોતાના ટાઇમ ટેબલ અનુસાર દરરોજ 200 નૉન એસી ટ્રેન દોડાવવા જઇ રહી છે. આ ટ્રેનોનું બુકિંગ જલ્દી શરૂ થશે. જો કે આ ટ્રેનોની નિશ્વિત તારીખ અને તેના રૂટ અંગે હાલ કોઇ સૂચના નથી મળી શકી.

1 જૂનથી શરૂ થઇ રહી છે નવી સ્કીમ

રાશન

કેન્દ્ર સરકાર આગામી 1 જૂનથી પોતાની મહત્વકાંક્ષી યોજના વન નેશન વન રાશન કાર્ડને દેશભરના 20 રાજ્યોમાં લાગુ કરવા જઇ રહી છે. તે બાદ આ 20 રાજ્યોમાં રાશન કાર્ડધારક કોઇપણ પ્રદેશના સરકારી રાશન કેન્દ્રથી ખરીદી કરી શકશે. કેન્દ્ર સરકારની આ યોજનામાં મોટી સંખ્યામાં ગરીબ વર્ગના લોકો ખૂબ જ ઓછી કિંમતે જરૂરી અનાજ પૂરૂ પાડે છે.

1 જૂનથી દોડશે ઉત્તર પ્રદેશ રોડવેઝ

ઉત્તર પ્રદેશ રોડવેઝ મેનેજમેન્ટે 1 જૂનથી બસો દોડાવવાની યોજના બનાવી છે. પરંતુ શરત એ છે કે આ સમયગાળામાં કોઇ નવી વ્યવસ્થા શાસનસ્તર પર પ્રભાવી ન થાય. બસોને કોઇપણ સ્થિતિમાં 30મે સુધીમાં ફિટ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. ડિપોવાર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. બસ સંચાલન દરમિયાન જારી ગાઇડલાઇન્સનું પૂરુ પાલન કરવાની જવાબદારી બસ સ્ટેશન પ્રભારીથી લઇને ડ્રાઇવર-કંડક્ટરની હશે. માસ્ક પહેરેલી વ્યક્તિન જ બસ સ્ટેશન પરિસરમાં પ્રવેશની છૂટ મળશે. બસમાં કંડક્ટર સીટની સામે સેનિટાઇઝરની બોટલ મુકેલી હશે. બસની ક્ષમતાથી અડધા જ યાત્રી મુસાફરી કરી શકાશે. આ સંખ્યા અલગથી સેનિટાઇઝરની બોટલ મળશે. બસની ક્ષમતાથી અડધા જ યાત્રી મુસાફરી કરી શકશે. આ સંખ્યા બસની ક્ષમતા પર આધારિત હશે. સામાન્ય રીતે 60 સીટર બસમાં 30 યાત્રી હશે.

શરૂ થઇ ગોએર ફ્લાઇટ્સ

ફ્લાઇટ

બજેટ કેરિયર ગોએર સરકારી નિર્દેશો અને નિયમોનું પાલન કરતાં 1 જૂનથી પોતાની ઘરેલૂ ફ્લાઇટ્સ શરૂ કરશે. સિવિલ ઇવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ બુધવારે ટ્વીટર પર એલાન કર્યુ કે 25મેથી દેશભરમાં ઘરેલૂ પેસેન્જર ફ્લાઇટ્સ શરૂ થઇ જશે પરંતુ તેના માટે પેસેન્જરો અને એરલાઇન્સે કેટલાંક ખાસ નિયમોનું પાલન કરવુ પડશે. ગોએર સિવાય શુક્રવારથી એરઇન્ડિયા સહિત તમામ ભારતીય એરલાઇન્સ કંપનીઓએ ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે.

મોંઘુ થઇ શકે છે પેટ્રોલ

પેટ્રોલ

લોકડાઉન 4.0માં અનેક છૂટછાટ આપવામાં આવી છે, અનેક રાજ્યોએ પબ્લિક અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને ખોલી દીધાં છે. જેથી ફ્યૂલની માંગ વધી છે. એપ્રિલમાં લોકડાઉનના કારણે દેશભરમાં પબ્લિક અને પ્રાઇવેટ પર પ્રતિબંધના કારણે ફ્યૂલની માગમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો હતો. અનેક રાજ્યોએ પાછલા દિવસોમાં VAT વધારીને ફ્યૂલ મોંઘુ કરી દીધું અને હવે આ લિસ્ટમાં એક રાજ્ય છે, જ્યાં 1 જૂનથી પેટ્રોલ ડીઝલ મોંઘુ થઇ જશે. જે છે મિઝોરમ. સરકારે 1 જૂનથી રાજ્યમાં પેટ્રોલ પર 2.5 ટકા અને ડીઝલ પર 5 ટકાના દરે વેટ વધારવાનું એલાન કર્યુ છે, જે બાદ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થશે.

Read Also

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!