GSTV

1 ઓગસ્ટથી બદલાઇ રહ્યાં છે આ 5 મહત્વના નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર

1

Last Updated on July 31, 2020 by Karan

1 ઓગસ્ટ (1st August Financial Changes)થી અનેક મોટા બદલાવ થવા જઇ રહ્યાં છે. તેમાં ઘણી વસ્તુઓ સસ્તી થઇ જશે. આ બદલાવોમાં બેન્ક લોન, કિસાન સ્કીમ, મિનિમમ બેલેન્સ પર ચાર્જ સામેલ છે. તેથી આજે અમે તમને તેની સાથે સંબંધિત જાણકારીઓ આપી રહ્યાં છીએ. તેવામાં જો તમે તેના પર ધ્યાન નહીં આપો તો તમને નુકસાન થઇ શકે છે.

સસ્તુ થઇ જશે કાર અને બાઇક ખરીદવુ

નવી ગાડીઓ ખરીદવાનો વિચાર હોય તો હમણા થોભી જજો કારણ કે તેનાથી તમારે ગાડીની ઓન રોડ કિંમત ઓછી ચુકવવી પડશે. આવુ ભારતીય ઇન્શ્યોરન્સ વિનિયામક તથા વિકાસ પ્રાધિકરણ (IRDAI)ના એક નિર્ણયના કારણે થશે. IRDAIના નવા નિયમ નુસાર 1 ઓગસ્ટ 2020થી નવી ગાડીઓ ખરીદતી વખતે હવે લાંબાગાળાની ઇન્શ્યોરન્સ પેકેજ પોલીસી નહી ખરીદવી પડે. ઇન્શ્યોરન્સ કંપનીઓને આ અંગે સૂચિત કરવામાં આવી છે અને તેના કારણે કાર અને ટુવ્હીલર ખરીદવારાઓને હવે ઓનરોડ ઓછી કિંમત ચુકવવી પડશે. નિયમોમાં ફેરફારને કારણે 1 ઓગસ્ટથી આવું નહીં થાય, હવે કાર ખરીદનારને એક જ સમયે ત્રણ વર્ષ અને ટુ વ્હીલર્સ ખરીદનારને એક સાથે પાંચ વર્ષ માટે વીમો લેવો નહીં પડે. નવા વાહનોની ખરીદી કરતી વખતે, ખરીદનારને લાંબા ગાળા માટે થર્ડ પાર્ટી મોટર વીમો ખરીદવો પડશે. કાર ખરીદતી વખતે, થર્ડ પાર્ટી વીમો ત્રણ વર્ષ માટે ખરીદવો પડશે. એ જ રીતે, જો તમે ટુ-વ્હીલર ખરીદી રહ્યા છો, તો તેના માટે તમારે પાંચ વર્ષ માટે થર્ડ પાર્ટી વીમો લેવો પડશે.

મિનિમમ બેલેન્સ અને ટ્રાન્જેક્શનના નિયમોમાં બદલાવ

ઘણી બેન્કોએ પોતાના રોકડ સંતુલન અને ડિજિટલ ટ્રાન્જેક્શનને વધારવા માટે 1 ઓગસ્ટથી મિનિમમ બેલેન્સ પર ચાર્જ લાગુ કરવાની ઘોષણા કરી છે. સાથે જ આ બેન્કોમાં ત્રણ ફ્રી ટ્રાન્જેક્શન બાદ ચાર્જ પણ વસૂલવામાં આવશે. બેન્ક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra), એક્સિસ બેન્ક (Axis Bank), કોટક મહિન્દ્ર બેન્ક(Kotak Mahindra Bank) અને આરબીએલ બેન્ક (RBL Bank) માં આ ચાર્જ એક ઓગસ્ટથી લાગુ થશે. બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં બચત ખાતા ધારકોને મેટ્રો અને શહેરી ક્ષેત્રોમાં પોતાના એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ 2000 રૂપિયા રાખવુ પડશે જે પહેલાં 1500 રૂપિયા હતું. 2000 રૂપિયાથી ઓછુ બેલેન્સ રાખવા પર બેન્ક મેટ્રો અને શહેરી ક્ષેત્રોમાં 75 રૂપિયા, અર્ધ-શહેરી ક્ષેત્રોમાં 50 રૂપિયા અને ગ્રામીણ ક્ષેત્રોમાં 20 રૂપિયા પ્રતિ માસના દરે ચાર્જ લેશે.

10 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે PM Kisanની રકમ

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત અત્યાર સુધી ખેડૂતોને 2000-2000 રૂપિયાના 5 હપ્તા મોકલી ચુકી છે. સ્કીમ અંતર્ગત છઠ્ઠો હપ્તો આવવાનું શરૂ થશે. તેનો લાભ આશરે 10 કરોડ ખેડૂતોને મળશે, જેમણે તેના માટે અરજી કરી છે. પરંતુ અરજી કરવામાં વિલંબ અથવા તો કોઇ ગરબડ થઇ હશે તો તેવા ખેડૂતોને લાભ નહી મળે. તેથી તે યોગ્ય છે કે સમય રહેતાં તમારુ સ્ટેટસ ચેક કરી લો. જણાવી દઇએ કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામે સ્કીમ ચલાવવામાં આવી હતી. આ સ્કીમ અંતર્ગત યોગ્ય ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવી રહ્યાં છે.  આ અંગ સરકારી વેબસાઇટ pmkisan.gov.in પર તમામ વિગતો આપવામાં આવી છે.

RBL બેન્કે સેવિંગ ખાતાના નિયમ બદલ્યાં

RBLબચત ખાતાના વ્યાજ દરમાં તાજેતરમાં ફેરફાર કર્યો છે. નવા દરો 1 ઓગસ્ટથી લાગુ થશે. હવે, તમને 1 લાખ રૂપિયા સુધીની બચત ખાતાની થાપણો પર વાર્ષિક 4.75 ટકા વ્યાજ મળશે. તે જ સમયે, 1-10 લાખ રૂપિયા સુધીની થાપણો પર 6 ટકા વ્યાજ આપવામાં આવશે અને 10 લાખ રૂપિયાથી લઈને 5 કરોડ રૂપિયા સુધીની થાપણો પર 6.75 ટકા વ્યાજ આપવામાં આવશે. જો ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા ડેમેજ થયું હોય તો 200 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. તે જ સમયે, હવે તમારે ટાઇટેનિયમ ડેબિટ કાર્ડ માટે વાર્ષિક 250 રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, ગ્રાહકો હવે મહિનામાં 5 વખત એટીએમમાંથી કોઇ ચાર્જિસ વિના રોકડ ઉપાડી શકશે.

ઇ-કોમર્સ કંપનીઓએ પ્રોડક્ટના કંટ્રી ઑફ ઓરિજિનની જાણકારી આપવી પડશે

ઇ-કોમર્સ કંપનીઓ માટે (E-commerce companies) 1 ઓગસ્ટથી તે જણાવવુ જરૂરી હશે કે જે જે પ્રોડક્ટ પૂરી પાડી રહી છે તે ક્યાં બની છે. પરંતુ ઘણી કંપનીઓએ પહેલાથી જ આ જાણકારી આપવાની શરૂ કરી દીધી છે. તેમાં મિંટ્રા, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ સહિત અનેક કંપનીઓ સામેલ છે. ડિપાર્ટમેંટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડે (ડીપીઆઇઆઇટી) બુધવારે કહ્યું કે તમામ ઇ-કોમર્સ કંપનીઓએ 1 ઓગસ્ટ સુધી પોતાની તમામ ન્યૂ પ્રોડક્ટ લિસ્ટિંગના કંટ્રી ઓરિજિન વિશે અપડેટ કરવુ પડશે. સ્થાનિક ઉત્પાદનોને પ્રમોટ કરવા માટે આ નવી પહેલ છે.

Read Also

Related posts

ભારત સરકારનું મોટુ સાહસ/ હાઈવે પર ઘાયલ લોકોની થશે કૈશલેસ સારવાર, સરકાર ઉઠાવવા જઈ રહી છે મોટુ પગલું, એક રૂપિયો પણ ખર્ચવો નહીં પડે

Pravin Makwana

એલર્ટ/ બસ એક ફોન કૉલ અને ખાલી થઇ જશે તમારુ બેંક એકાઉન્ટ, બચવું હોય તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

Bansari

VIDEO: સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, સાધુઓના બે જૂથો વચ્ચે ગળાકાપ હરિફાઇ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!