પોસ્ટ ઓફિસમાં બચત ખાતા સંબંધિત એક મહત્વપૂર્ણ ફેરફાર આજથી પ્રભાવી બન્યો છે. આ નિયમ બદલાવાથી પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ધરાવનારા બધાને અસર થશે. જેમની પાસે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું છે તેમણે હવે તેને લઘુત્તમ બેલેન્સ ખાતામાં રાખવું પડશે.

પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટ ઓફિસ બચત ખાતાને લગતા નિયમોમાં ફેરફાર કર્યા પછી 11 ડિસેમ્બર સુધીમાં ઓછામાં ઓછું 500 રૂપિયાનું બેલેન્સ જાળવવાનો નિર્દેશ જાહેર કરાયો હતો. તે 11 ડિસેમ્બરે આજથી લાગૂ થઈ ગયો છે. ઇન્ડિયા પોસ્ટ દ્વારા ટ્વીટ કરીને તમામ ખાતા ધારકોને આ વાતની જાણકારી આપી હતી.
Now maintaining minimum balance in Post Office Savings Account is mandatory.#MyPostIndiaPost pic.twitter.com/ZLDkEpIYts
— India Post (@IndiaPostOffice) December 10, 2020
જો કોઈ પણ ખાતાધારક તેના ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખતા નથી, તો તેણે જાળવણી ચાર્જ ચૂકવવો પડશે. પોસ્ટ ઓફિસના નિયમો અનુસાર, જો નાણાકીય વર્ષના અંત સુધીમાં 500 રૂપિયાની લઘુત્તમ બેલેન્સ જાળવવામાં નહીં આવે તો નાણાકીય વર્ષના અંતિમ દિવસે ખાતામાંથી 100 રૂપિયાની જાળવણી ફી કાપવામાં આવે છે. આ ફી બાદ કર્યા પછી, જો ખાતામાં બેલેન્સ શૂન્ય થઈ જાય તો તે આપમેળે બંધ થઈ જશે.

જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું 500 રૂપિયામાં ખોલવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં ફક્ત એક જ બચત ખાતું ખોલી શકાય છે. હાલમાં, પોસ્ટ ઓફિસ બચત ખાતા પર વાર્ષિક વ્યાજ દર 4 ટકા છે.
પોસ્ટ ઓફિસ બચત યોજનાઓમાં રોકાણ સંપૂર્ણ સલામત છે. તેમાં રોકાણ કરેલાં પુરા પૈસા 100 ટકા સુરક્ષિત હોવાની ગેરંટી રહે છે. તેની થાપણો પર સોવરેન ગેરંટી હોય છે, એટલે કે જો પોસ્ટ ઓફિસ ખાતાધારકોને પૈસા પાછા આપવામાં નિષ્ફળ જાય, તો સરકાર રોકાણકારોના નાણાંની બાંયધરી આપે છે.
READ ALSO
- આજે IPL 2024 ઓક્શન માટે રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ, 19 ડિસેમ્બરે દૂબઇમાં યોજાશે હરાજી
- લાંબા આયુષ્ય માટે ફિટ અને સ્વસ્થ રહેવા માટે મહિલાઓએ આ સારી આદતોનું પાલન કરવું જોઈએ, બીમારીઓ રહેશે દૂર
- સુરતમાં ફરી ફાયરબ્રિગેડ આવ્યું હરકતમાં, રિંગરોડ પર આવેલી અભિષેક માર્કેટને ફાયર સેફ્ટીના અભાવે કરી સીલ
- VIDEO: રાજકોટમાં નબીરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, કારની સીટના બદલે દરવાજા પર બેસીને સીન-સપાટા કરતો મળ્યો જોવા
- ઉત્તરાખંડની ટનલ દૂર્ઘટના: 41 મજૂર ક્યાર સુધી ઘરે જઇ શકશે? AIIMSએ સ્વાસ્થ્યની સ્થિતિ સાથે આપી જાણકારી